દર 1 મિનિટમાં 4 વખત હનુમાન ચાલીસા સંભળાવી રહી છે એમેઝોન એલેક્સા

એમેઝોન એલેક્સા (Alexa) આખી દુનિયામાં સૌથી પોપ્યુલર વોઇસ આસિસ્ટન્ટ છે. તેની પોપ્યુલારિટી ખાસ કરીને એકો (Echo) લાઇન અપ વાળા સ્માર્ટ સ્પીકર્સથી જ છે, જેની શરૂઆત Echo Dot થી થાય છે. ગયા વર્ષે Canalys ના એક રિપોર્ટમાં જણાવવાના આવ્યું હતું કે, સ્માર્ટ સ્પીકર્સમાં સૌથી વધારે માર્કેટ શેર એકો ડિવાઈસના છે, જે 31 ટકા છે. તેમજ ગુગલના ગ્લોબલ માર્કેટ શેર લગભગ 29 ટકા છે.

હવે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં એ કમાન્ડ વિષે જણાવવામાં આવ્યું છે, જે ભારતીય નાગરિક સૌથી વધારે એમેઝોનના સ્માર્ટ આસિસ્ટન્ટ એટલે કે એલેક્સાને આપે છે. રિપોર્ટ અનુસાર ભારતીય લોકો સૌથી વધારે એલેક્સાને જે સવાલ પૂછે છે તે છે ‘How are you?’ આ સવાલ દર મિનિટે 11 વાર પૂછવામાં આવ્યો.

તેમજ ભારતીય લોકોએ દર મિનિટમાં ઓછામાં ઓછું 4 વખત એલેક્સાને ‘પ્લે હનુમાન ચાલીસા’ નો કમાન્ડ આપ્યો. એટલે દર 15 સેકન્ડમાં એક વ્યક્તિએ એલેક્સાને હનુમાન ચાલીસા પ્લે કરવાનું કહ્યું. આ આંકડા ઘણા રસપ્રદ છે.

તેના સિવાય ભારતીય લોકોએ ઘણી વાર રસપ્રદ કમાન્ડ એલેક્સાને ઘણી વાર આપ્યા, જેમાં ‘I Love You’ પણ શામેલ છે. આ કમાન્ડ સ્માર્ટ આસિસ્ટન્ટને દર મિનિટે એક વાર આપવામાં આવ્યો. તેમજ એલેક્સાને દર 2 મિનિટે એક વાર લગ્નનું પ્રપોઝલ પણ મળ્યું.

આ બધા સિવાય એલેક્સા યુઝર્સે સ્ટોરી સંભળાવવાની ડિમાન્ડ પણ ઘણી વાર કરી છે. આ ડિમાન્ડને કારણે વર્ચ્યુઅલ આસિસ્ટન્ટે રોજ લગભગ 8 કલાકથી વધારે સમય યુઝર્સને સ્ટોરી સંભળાવવામાં પસાર કર્યો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.