અંબાણીની દિવાળી પાર્ટીમાં આ પ્રખ્યાત સ્ટાર્સ રહ્યા હાજર, જુઓ ફોટા

આખા દેશમાં દિવાળીના તહેવારની ધૂમ મચી છે. સામાન્ય લોકોની સાથે સાથે દેશની ઘણી મોટી હસ્તીઓ પણ આ તહેવારની રાહ જોતી હોય છે. એવામાં દેશના સૌથી મોટા બિઝનેસમેનોની યાદીમાં શામેલ મુકેશ અંબાણી કેમ કોઈનાથી પાછળ રહે. એમણે તો દિવાળી પહેલા જ પાર્ટીનું આયોજન કર્યું હતું. અને એમની પાર્ટીમાં મોટા મોટા કલાકારોએ હાજરી આપીને એમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. આજે અમે તમને પાર્ટીમાં હાજર મહેમાનોમાંથી અમુક મહેમાનોના ફોટા દેખાડીશું. તો આવો જોઈએ કે કયા કયા મોટા સ્ટાર એમની પાર્ટીમાં હાજર રહ્યા હતા.

પાર્ટી મુકેશ અંબાણીએ આપી હતી એટલે તેમાં રોનક તો હોવાની જ અને તેની ચર્ચા પણ થવાની. એમની આ પાર્ટીમાં ઘણા બધા મોટા મોટા લોકો આવ્યા હતા. અને આ પાર્ટીમાં મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી ગુલાબી રંગના કપડામાં હાજર રહ્યા હતા. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહ્યા હતા.

આઈપીએલની ટીમ મુંબઈ ઈન્ડિયન્સની માલિક નીતા અંબાણી છે. એટલે આ પાર્ટીમાં ટીમના ખેલાડીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં ટીમના ઓલરાઉન્ડર અને ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર હાર્દિક પાંડ્યા પણ હાજર રહ્યા હતા.

મુકેશ અંબાણીની આ પાર્ટીમાં એમની દીકરી ઈશા અંબાણી પણ હાજર રહી હતી. આ ફોટામાં તમે એમને સુંદર પોઝ આપતા જોઈ શકો છો.

આ ફોટામાં તમે પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાન અને પૂર્વ બોલીવુડ એક્ટ્રેસ સાગરિકા ઘટગેને સાથે જોઈ શકો છો. આ કપલ પણ અંબાણીની આ ભવ્ય પાર્ટીમાં હાજર રહ્યું હતું.

ભારતીય ટીમના સૌથી સારા ઓલરાઉન્ડરમાં શામેલ યુવરાજ સિંહ પૂર્વ બોલીવુડ એક્ટ્રેસ અને પોતાની પત્ની હેઝલ કીચ સાથે પહોંચ્યા હતા.

આ ફોટામાં તમે મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી અને એમની પત્ની શ્લોકા મેહતા અંબાણીને જોઈ શકો છો. આ કપલ ઘણું ક્યૂટ દેખાઈ રહ્યું છે.

આ પાર્ટીમાં બીજા પણ ઘણા લોકો આવ્યા હતા, અને સાથે જ મુંબઈ ઈન્ડિયન્સના ક્રિકેટરો પણ હાજર રહ્યા હતા. હવે ટીમના માલિક અંબાણી પોતે છે તો એમનું આવવું સ્વાભાવિક છે. આ ફોટામાં તમે ટીમના ખેલાડીઓને જોઈ શકો છો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.