હૃદય, હાઈ બીપી જેવા તમામ પ્રકારના રોગો માટે છે અમૃત – આમળા.

જો આપને હ્રદય સંબંધિત કોઈ પણ રોગ હોય તો દરેક પ્રકારના હ્રદય રોગ માટે આમળા અમૃત છે. આ સાધારણ ઘરગથ્થું ઉપચારને જરૂર અપનાવો. આ તમારા હ્રદયના તમામ રોગો દૂર કરવાની ક્ષમતા રાખે છે.

આવો જાણીએ આ પ્રયોગ વિશે.

જરૂરિયાત મુજબ સૂકા આમળાને પીસીને બારીક ચૂર્ણ બનાવી લો અને તેના જેટલી સાકર ભેળવી કોઈ કાચના વાસણમાં મૂકી દો. રોજ સવારે નરણા કોઠે એટલે ખાલી પેટે છ ગ્રામ ( બે ચમચી ) ચૂરણને પાણી સાથે ફાકી લેવાથી થોડાજ દિવસોમાં હ્રદયની નબળાઈ અને ચેતના-શૂન્યતા વગેરે લાભકારી અને ચમત્કારી અને ખૂબ અનુભૂત પ્રયોગ છે.

વિશેષ .

1. આમળા હ્રદયના તીવ્ર ધબકારા,અનિયમિત ધબકારા, હ્રદયનું ફેલ થવું, હ્રદયનું બરાબર કામ ન કરવાથી હાઇબીપીમાં હાનિરહિત ઔષધિ અને ખાદ્ય પદાર્થ છે. આ હ્રદયને શક્તિશાળી બનાવે છે.

2. ચૈત્ર અથવા આસો માસમાં 21 દિવસથી એક માસ સુધી લેવાનું સારું રહેશે.

3. આમળાનું નિયમિત સેવન કરવાથી રક્તવાહિનીઓને મુલાયમ અને કોમળ બનાવે છે, તથા રક્તવાહિનીઓની દીવાલને કઠોર અને જાડી થવાના દોષ દૂર કરે છે. જેના કારણે રોગીનું હાઈબ્લડ પ્રેશર દૂર થાય છે અને રક્તવાહિનીઓમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થવા લાગે છે.

રક્તવહીનીઓમાં મુલાયમતા રહેવાના કારણે માણસનું હ્રદય ફેલ નથી થતું, અને હાઈબ્લડ પ્રેશર પણ નથી થતું, અને રક્તવાહિનીઓમાં લોહી ગંઠાઈ જવાના કારણે મગજની રક્તવાહિની ફાટતી પણ નથી.