અમે ભગવાનને જોયા છે, તેમણે આવીને અમારો જીવ બચાવ્યો, પર્વતોમાં ફસાયેલા આઠ લોકોએ જણાવી આખી હકીકત

કહે છે કે મહાભારત યુદ્ધ પછી દેવી દેવતા પોત પોતાના ધામ જતા રહ્યા. રહી ગયા બસ હનુમાનજી. કલિયુગની શરુઆત માં દેવી અને દેવતાઓની યાદમાં તેમના વિગ્રહ તરીકે પૂજા થવા લાગી. પાછળથી આ વિગ્રહ તરીકેના પ્રતિક તરીકેના સ્થળો ઉપર લોકો એ મૂર્તિઓ બનાવવાનું શરુ કરી દીધું. ઘણા સ્થળો એ ભગવાનના વિગ્રહ રૂપ સ્વયં જ પ્રગટ થયા જેમ કે જ્યોતિર્લીંગ, શાલીગ્રામ વગેરે.

માનવામાં આવે છે કે સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગમાં કોઈ પણ દેવી અને દેવતાનું આગમન કરાવવાથી તે તરફ જ પ્રગટ થઇ જતા હતા. જો કોઈ વ્યક્તિને કોઈ દેવતા પાસેથી કોઈ કિંમતી વસ્તુ કે શક્તિની કામના રહેતી હતી તો તેને આકરા તપ દ્વારા જ તે પ્રાપ્ત થતું હતું, જેમ કે અર્જુન એ પશુપતાસ્ત્ર મેળવવા માટે એક ગુફામાં શિવજીની સમક્ષ આકરૂ તપ કર્યું હતું.

કલિયુગમાં હવે ન મંત્ર કામ કરે છે અને ન આવકાર, ન તપથી કોઈ અસ્ત્ર-શસ્ત્ર મેળવી શકાય છે અને ન શક્તિઓ. કહે છે કે કલયુગમાં સાચા વચન, ભક્તિ અને પ્રાર્થના જ એક ઉપાય છે ભગવાન સાથે જોડાવાનો. આજે અમે તમને ૮ એવા લોકો વિષે જણાવી રહ્યા છીએ જેને ભગવાને બચાવ્યા. ખાસ કરીને હિમાચલ પ્રદેશના કુલ્લુ જીલ્લામાં બરફની સ્થિતિ વચ્ચે ભગવાન એ ૮ ટ્રેકરોના જીવ બચાવ્યા. તે લોકો છેલ્લા ચાર દિવસથી બરફના તોફાનમાં ફસાઈ ગયા હતા.

પંજાબના ‘સંત લોંગોવાલ ઇન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગ એંડ ટેકનોલોજી’ ના સાત વિધાર્થીઓ અને તેના ટ્રેકિંગ ગાઈડ એ કુલ્લુ જીલ્લામાં પસાર કરેલા તે ચાર દિવસ જીવનભર યાદ રહેશે. ટ્રેકર સૌરભ શર્મા એ જણાવ્યું, ‘એક રખડતો કુતરો ચાર દિવસ સુધી અમારી સાથે રહ્યો. અમે જયારે બીજલેશ્વર મહાદેવ મંદિર માંથી ચન્દ્રખાની પર્વત તરફ જઈ રહ્યા હતા. ત્યારથી તે અમારી પાછળ પાછળ આવી ગયો હતો.’

કુતરો બન્યો ટ્રેકિંગનો નવમો સભ્ય :

ટ્રેકર એ જણાવ્યું, અમે તે કુતરાને ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે એકનો બે ન થયો. થોડા સમય પછી તે ટ્રેકિંગ ટીમનો નવમો સભ્ય બની ગયો અને જોખમ ભરેલા રસ્તા ઉપર માણસને દોસ્ત બનાવીને ચાલતો રહ્યો.

ખરાબ હવામાનમાં કરી કુતરાએ મદદ :

સૌરવ એ કહ્યું, અમે કુતરાને જયારે પણ ખાવા માટે આપ્યું, તેને ન ખાધું. જયારે હવામાન ખરાબ થવાથી બરફ પડવાથી અમે રસ્તામાં ભટકી ગયા. એવી સ્થિતિમાં કુતરો અમારી આગળ આગળ ચાલવા લાગ્યો. ટ્રેકર એ જણાવ્યું, બરફ વર્ષા વચ્ચે બીજા મારા સાથી એક સુમસામ સ્થળ ઉપર ફસાઈ ગયા. એ સ્થળ બીજલેશ્વર મહાદેવ મંદિરથી લગભગ ૮ કી.મી. ના અંતરે હતું. અમે ત્યાં ટેન્ટ લગાવ્યા, પરંતુ કુતરો ટેન્ટની અંદર ન આવ્યો અને બહાર જ ઉભો રહીને ચોકી કરતો રહ્યો.

કુતરા એ આવી રીતે બચાવ્યો જીવ :

બધા ટ્રેકર ૭૮ કલાક સુધી ખાધા વગર અને પર્વતારોહણ માટે જરૂરી વસ્તુ સાથે સુમસામ સ્થળ ઉપર ફસાઈ ગયા. ટ્રેકરોની ટીમમાં રહેલા અનીલ કુમાર એ કહ્યું કે બીજલેશ્વર મહાદેવ મંદિર કુલ્લુ શહેર થી ૧૫ કી.મી. દુર છે. કુતરા એ ખરાબ રસ્તા અને ગાઢ જંગલોનું વચ્ચે તે લોકોની મદદ કરી. અનિલે કહ્યું, હેલોકોપ્ટરને જોઈને અમે બુમો પાડી અને અમારી ચાદર હવામાં લહેરાવી. કુતરો પણ પોતાની તરફથી સંકેત આપવા માટે સતત ભસતો રહ્યો.

ટ્રેકરોને શોધવા માટે રેસ્ક્યુ ટીમ એ ઓપરેશન શરુ કર્યું હતું. તેમાં પ્રાઈવેટ કંપની હિમાલય હેલી એડવેન્ચર્સ પ્રાઈવેટ લીમીટેડ એ સ્વીસ પર્વતારોહ્કોને નિષ્ણાંતો એ મદદ કરી. રેસ્ક્યુ ટીમ ચન્દ્રકરણી શિખરથી લગભગ ૧૨ હજાર ફૂટની ઊંચાઈ ઉપર પહોચી. તે સમયે હવામાન ખરાબ હતું. બે દિવસની સખત શોધખોળ પછી રેસ્ક્યુ ટીમ એ આઠ ટ્રેકરોને શોધી કાઢ્યા અને તેને હેલોકોપ્ટર દ્વારા સુરક્ષિત સ્થળ ઉપર પહોચાડ્યા. આ ઓપરેશનમાં પોલીસ, સ્થાનિક લોકો અને ભારત-તેબેટ સરહદ પોલીસના જવાનો સહીત કુલ ૧૦૦ લોકોની ટીમ પણ જોડવામાં આવી હતી. અધિકારીઓ એ કહ્યું કે તમામ પ્રયાસો પછી પણ કુતરાને સુરક્ષિત ન બચાવી શક્યા. ટ્રેકરો એ કહ્યું કે અમે કુતરાના સ્વરૂપમાં ભગવાનનુ સ્વરૂપ જોયું જેમણે અમારો જીવ બચાવ્યો, તો મિત્રો ભગવાન હંમેશા લોકો પાસે કોઈને કોઈ સ્વરૂપમાં પહોચી જાય છે. આર્ટીકલ પસંદ આવે તો શેર કરો.