અમેરિકામાં કરવામાં આવેલા એક સંશોધનનું રસપ્રદ તારણ, જો તમારે હાર્ટ અટેકનું જોખમ ઘટાડવું છે તો તમે પણ સાંભળો પોતાની પત્નીની વાત.
મનુષ્યના જીવનમાં પતિ અને પત્નીનો સંબંધ ઘણો મહત્વનો માનવામાં આવ્યો છે. તેમજ ભારતીય સંસ્કૃતિમાં તો આ સંબંધ ઘણો પવિત્ર માનવામાં આવ્યો છે. પતિ પત્નીના આ સંબંધમાં પ્રેમ અને તકરાર બંને જોવા મળે છે. જ્યાં પ્રેમ હોય ત્યાં થોડી મીઠી તકરાર તો ચાલે અને હોવી પણ જોઈએ. એનાથી એમનો સંબંધ વધારે મજબૂત બને છે. પણ જો તકરાર વધી જાય તો આ સંબંધ તૂટવાની અણીએ આવી જાય છે. એવામાં ઘણીવાર જોવામાં આવે છે પતિ પત્ની વચ્ચે થયેલી તકરારમાં પતિઓ જ હાર માની લે છે અને પત્નીઓ જીતી જાય છે.
એક પ્રખ્યાત કહેવત છે કે ‘નારી તું નારાયણી.’ દુનિયાના મોટાભાગના પતિઓ આ કહેવતનો અર્થ સમજીને પત્ની સામે હાર માની લે છે. અને તમને જણાવી દઈએ કે જો તમારે સારું જીવન જીવવું હોય તો તમારે તમારી પત્નીની વાત માનવી જોઈએ. આમ કરવાથી તમારા આરોગ્યને પણ લાભ થાય છે. હવે તમારા મનમાં વિચાર આવતો હશે કે પત્નીની વાત માનવાથી પતિનું આરોગ્ય કેવી રીતે સારું રહે.
તો તમને જણાવી દઈએ કે જે પતિ પોતાની સાથે નકારાત્મક સંવાદ છોડીને સકારાત્મક સંવાદ કરે છે, એટલે કે દલીલો કરવાની જગ્યાએ પત્નીની વાતો માની લે છે એવા પતિઓને હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ બીજા પતિઓની સરખામણીમાં ઓછું રહે છે. અને આ વાત અમેરિકામાં કરવામાં આવેલા સંશોધનમાં સાબિત થઇ છે. તો આવો જાણીએ એ સંશોધન પતિઓના લાભ માટે શું કહે છે.
હાલમાં અમેરિકામાં એક સંશોધન કરવામાં આવ્યું. અને એમાં નીકળેલું તારણ એવું જણાવે છે, કે જો તમે હૃદયરોગનું જોખમ ઘટાડવા માંગો છો, તો તમારે પોતાની પત્નીની વાતોને સાંભળવામાં રસ ધરાવવો જોઈએ. આ તારણ અનુસાર જો તમે તમારા જીવનસાથી સાથે સકારાત્મક સંવાદ રાખો છો, તો તમને હૃદયરોગનો હુમલો થવાનું અને સ્ટ્રોક આવવાનું જોખમ ઘટે છે.
નતારિયા જોસેફ જે વીએ ગ્રેટર લોસ એન્જલ્સ હેલ્થકેર સિસ્ટમમાં કામ કરે છે એમણે જણાવ્યું હતું, કે આપણા શરીરમાં રહેલી ધોરી નસ જે માથાને લોહી પહોંચાડે છે, તે પતિ અને પત્ની વચ્ચે થતા નકારાત્મક સંવાદને કારણે જાડી થઇ જાય છે. અને આમ થવાથી હૃદય અને રકતવાહિનીઓ સંબંધિત જોખમમાં વધારો થઇ શકે છે.
આ સંશોધન પુખ્ત વયની 281 વ્યક્તિઓ પર કરવામાં આવ્યું. અને આ સંશોધનના પરિણામ પરથી જાણવા મળ્યું છે, કે જે વ્યક્તિ પોતાની પત્ની સાથે ઓછો અથવા નહિવત નકારાત્મક સંવાદ કરે છે, એમને ભવિષ્યમાં હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ બીજાની સરખામણીએ 8.5 ટકા જેટલું ઓછું રહે છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.