166 વખત ઓનલાઈન ફોન મંગાવીને અમેઝોન ને આવી રીતે લગાડ્યો ૫૦ લાખ નો ચૂનો

જેણે 225 મોબાઈલના રીફંડ કલેઈમ કર્યો છે અને કંપનીએ તેને 166 ફોન રીફંડ કર્યા.

ઓનલાઈન છેતરપીંડીનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળતા જ તમે દાંત વડે આગળીઓ ચાવવા લાગશો. દિલ્હીના એક 21 વર્ષીય યુવાન શિવમ ચોપડાએ ઈ કોમર્સ વેબસાઈટ અમેજન ઇન્ડિયા સાથે છેતરપીડી કરી 50 લાખ રૂપિયાનો ચૂનો લગાડી દીધો.

આંતરિક તપાસમાં અપરાધ હોવાની જાણકારી સામે આવ્યા પછી એમેઝોને પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્યાર પછી પોલીસે યુવકને ગયા અઠવાડિયે ધરપકડ કરી છે. હોટલ મેનેજમેન્ટનો કોર્ષ કરી ચુકેલો શિવમ દરેક વખતે જુદું નામ અને સરનામાં સાથે ફોનના ઓર્ડર કરતો હતો અને ડીલેવરી મળ્યા પછી કહેતો હતો કે તેને ખાલી ડબ્બો મળ્યો છે.

આવી રીતે તે કંપનીમાં રીફંડ મારે ફરિયાદ કરતો હતો અને તેણે 166 સ્માર્ટફોનનું રીફંડ અમેજન પાસેથી લઇ લીધું.
આવી રીતે તેણે લગભગ 50 લાખ રૂપિયાની છેતરપીંડી કંપની સાથે કરી છે. તેની શરૂઆત શિવમે માર્ચમાં કરી હતી. સૌથી પહેલા બે ફોનનો ઓર્ડર કર્યો અને તેનું રીફંડ લેવામાં પણ સફળ રહ્યો. ત્યાર પછી તેણે એપ્રિલ અને મેં માં એપલ અને સેમસંગ અને વનપ્લસ સ્માર્ટફોન્સનો ઓર્ડર કર્યો. તેમાં 225 મોબાઈલનો રીફંડ કલેઈમ કર્યો હતો અને કંપનીએ તેને 166 ફોનનું રીફંડ આપ્યું.

રીફંડ લીધા પછી શિવમ આ ફોન્સને ઓએલએક્સ કે ગફ્ફાર માર્કેટમાં વેચી દેતો હતો. તેના ઘરની પાસે જ રહેતો એક ટેલીકોમ સ્ટોરનો માલિક જૈને તેને 141 પ્રી એક્ટીવેટેડ સીમ 150 રૂપિયા લેખે વેચ્યા હતા. તેના દ્વારા તે જુદા જુદા નામથી ફોન ઓર્ડર કરતો હતો અને પછી ખાલી ડબ્બો આવ્યાનો દાવો કરીને ફોનનું રીફંડ લેતો હતો.

આ મામલામા પોલીસે સચિન જૈન ની પણ ધરપકડ કરી હતી.ડીસીપી (નોર્થ-વેસ્ટ) મિલીંદ ડુંબરેએ જણાવ્યું કે આ દગાબાજને સફળ થવા માટે શિવમને 141 સીમકાર્ડ અને 50 ઈમૈલ આઈડીનો ઉપયોગ કર્યો. શિવમે અમેજન ઉપર ઘણા એકાઉન્ટ બનાવ્યા હતા. મિલીંદે જણાવ્યું હતું કે અમેઝોન ડીલેવરી બોયને દરેક વખતે ખોટું સરનામું આપતો હતો અને જયારે તે મોબાઈલ લઈને આવતો હતો તો તેને કેશ પેમેન્ટ પણ કરતો. પોલીસે તેની પાસે 19 મોબાઈલ, 12 લાખ રૂપિયા રોકડા અને 40 બેંક પાસબુક જપ્ત કરી લીધી છે.

હજુ એ જાણવા નથી મળ્યું કે આ ફક્ત એમેઝોન ને જ ચૂનો લગાડતો કે દરેક ઓનલાઈન વાળા ને લગાડતો

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.