તો આ કારણે સૌથી અમિર હોવા છતાં પણ ગરીબ છે તિરુપતિ બાલાજી મંદિર

તિરુપતિ બાલાજી મંદિર ભારતના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે. આ મંદિર આંધ્ર પ્રદેશ રાજ્યમાં આવેલું છે, અને આ મંદિરમાં દર વર્ષે કરોડો રૂપિયાનો ચડાવો ચડાવવામાં આવે છે. આ મંદિર ભારતના સૌથી શ્રીમંત મંદિરોમાં ગણવામાં આવે છે. અને બાલાજી ભગવાન સૌથી શ્રીમંત માનવામાં આવે છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો તિરુપતિ બાલાજી મંદિરમાં આવે છે, અને તિરુપતિ બાલાજીના દર્શન કરે છે. એવી માન્યતા છે કે, આ મંદિરમાં સ્થાપિત તિરુપતિ બાલાજીના દર્શન કરવાથી દરેક મનોકામના પૂરી થઇ જાય છે.

તિરુપતિ બાલાજી મંદિર :

તિરુપતિ બાલાજી ભગવાન વિષ્ણુજીનું જ એક રૂપ છે, અને તિરુપતિ બાલાજી સાથે એક કથા જોડાયેલી છે. કથા મુજબ એક વખત ભૃગુ ઋષિએ એ જાણવાનો પ્રયાસ કર્યો કે, ત્રણે દેવોમાંથી સૌથી મોટા કોણ છે. તે જાણવા માટે ભૃગુ ઋષિ સૌથી પહેલા બ્રહ્માજી પાસે તેમને મળવા માટે ગયા. પરંતુ બ્રહ્માજી વ્યસ્ત હોવાને કારણે તેમણે ભૃગુ ઋષિને મળવાની ના કહી દીધી. ત્યાર પછી ભૃગુ ઋષિ ભગવાન શિવજીને મળવા માટે કૈલાશ પર્વત ગયા. પરંતુ તેની મુલાકાત શિવ ભગવાન સાથે પણ ન થઇ શકી. જેના કારણે જ ભૃગુ ઋષિને ઘણો ગુસ્સો આવી ગયો.

ત્યાર પછી ભૃગુ ઋષિ વિષ્ણુજીને મળવા માટે વૈકુંઠ જતા રહ્યા. ત્યાં જઈને તેમણે જોયું કે, વિષ્ણુજી શેષ શૈયા ઉપર યોગનિંદ્રામાં સુતા હતા. વિષ્ણુજીને યોગનિંદ્રામાં જોઈ ભૃગુ ઋષિ વધુ ક્રોધિત થઇ ગયા અને તેમણે ગુસ્સામાં આવીને ભગવાન વિષ્ણુની છાતી ઉપર લાત મારી દીધી. જેથી વિષ્ણુજીની ઊંઘ ઉડી ગઈ. ઊંઘ ખુલતા જ વિષ્ણુજીએ ભૃગુ ઋષિને પોતાની પાસે ઉભેલા જોયા, અને વિષ્ણુજીએ તરત ભૃગુ ઋષિના પગ પકડીને પૂછ્યું, ઋષિવર તમારા પગમાં ઈજા તો નથી થઈ ને?

વિષ્ણુજીની એ વાત સાંભળીને ભૃગુ ઋષિનો ગુસ્સો એકદમ શાંત થઇ ગયો, અને તેમણે પોતાના ગુસ્સા માટે વિષ્ણુજી પાસે માફી માગી. આમ તો ભૃગુ ઋષિ દ્વારા વિષ્ણુજીને લાત મરવું માં લક્ષ્મીને પસંદ ન આવ્યું. અને વિષ્ણુજી દ્વારા ભૃગુ ઋષિને કોઈ દંડ ન કરવાથી માં લક્ષ્મીજી ગુસ્સે થઇ ગયા. વિષ્ણુજી સામે ગુસ્સે થઈને માં લક્ષ્મીજી ધરતી ઉપર આવી ગયા. ધરતી ઉપર આવીને માં લક્ષ્મીજી એ પદ્માવતી નામની કન્યાના રૂપમાં જન્મ લીધો.

ઘણા સમય સુધી વિષ્ણુજી માં લક્ષ્મીજીની શોધમાં લાગ્યા રહ્યા અને જયારે તેમને ખબર પડી કે, લક્ષ્મીજીએ પદ્માવતી નામની કન્યાના રૂપમાં જન્મ લીધો છે તો વિષ્ણુજી પણ એક સામાન્ય વ્યક્તિ એટલે વેંકટેશનું રૂપ લઈને ધરતી ઉપર આવી ગયા. પછી પદ્માવતીના મોટા થયા પછી વિષ્ણુજીએ પદ્માવતી સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો અને પદ્માવતીએ તે પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો.

આમ તો પદ્માવતીના પિતા એક રાજા હતા અને વિષ્ણુજી એક સામાન્ય માણસ હતા. વિષ્ણુજી પાસે એટલી સંપત્તિ ન હતી કે તે ધામધૂમથી લગ્નનું આયોજન કરી શકે. પૈસાની અછત હોવાથી વિષ્ણુજી ચિંતામાં પડી ગયા. લગ્ન માટે ધન એકઠું કરવા માટે વિષ્ણુજીએ કુબેર પાસે મદદ માગી, અને ભગવાન શિવ અને બ્રહ્માજીને સાક્ષી રાખીને કુબેર પાસેથી ઘણું ધન કરજ(દેવું) તરીકે લઇ લીધું. દેવું લેતા વિષ્ણુજીએ તેમને વચન આપ્યું હતું કે, કળિયુગના અંત સુધી તમારું બધું દેવું ચૂકવી દેશે. દેવું કર્યા પછી તેમના લગ્ન ધામધૂમ સાથે ભવ્ય રીતે કરવામાં આવ્યા.

લોકો દ્વારા ચડાવવામાં આવતા હતા પૈસા :

કુબેરજી પાસેથી વિષ્ણુજીએ દેવું લીધું હતું. આ દેવું ચુકવવા માટે લોકો તિરુપતિ બાલાજી મંદિરમાં ભગવાનને ચડાવો ચડાવે છે, જેથી વહેલામાં વહેલી તકે કુબેર પાસેથી લેધેલું દેવું પૂરું કરી શકાય. ભક્ત તિરુપતિ બાલાજી મંદિરમાં આવીને પૈસા, સોના અને ચાંદીની વસ્તુઓ ભગવાનને ચડાવતા રહે છે. જો આંકડા મુજબ જોઈએ, તો દર વર્ષે આ મંદિરમાં ૧,૦૦૦ થી લઈને ૧,૨૦૦ કરોડ રૂપિયા સુધીનો ચડાવો ચડાવવામાં આવે છે. આમ તો આટલા ચડાવા ચડાવ્યા પછી પણ ભગવાન તીરુપતીજી ગરીબ માનવામાં આવે છે. કેમ કે કળિયુગના અંત સુધી કરજ ચૂકવવાનું છે.

તિરુપતિ બાલાજી મંદિર સાથે જોડાયેલી બીજી જાણકારી :

તિરુપતિ બાલાજી મંદિરમાં એક લાકડી છે. એવું કહેવામાં આવે છે કે આ લાકડીથી જ બાલાજીને બાળપણમાં મારવામાં આવતા હતા, અને એક વખત આ લાકડીથી મારતા મારતા તેમને ઈજા પણ થઇ હતી. આ લાકડી તિરુપતિ બાલાજી મંદિરના મુખ્ય દ્વારના દરવાજાની જમણી તરફ રાખવામાં આવી છે. એટલા માટે જયારે પણ આ મંદિરમાં જાવ તો આ લાકડી જરૂર જોશો.

તિરુપતિ બાલાજી મંદિરના ગર્ભગૃહમાં ચડાવવામાં આવેલી વસ્તુને બહાર નથી લઇ જવામાં આવતી.

તિરુપતિ બાલાજી મંદિરમાં એક જલકુંડ છે અને આ જલકુંડના પાણીથી જ તિરુપતિ બાલાજીને સ્નાન કરાવવામાં આવે છે. ધ્યાન આપવાની વાત એ છે કે બાલાજીની પીઠ હંમેશા ભીની જ રહે છે અને સાફ કર્યા પછી પણ સુકાતી નથી.

બાલાજીના વક્ષસ્થળ ઉપર માં લક્ષ્મીની મૂર્તિ પણ રાખવામાં આવી છે.

આ મંદિરના ગર્ભગૃહમાં પ્રગટી રહેલી જ્યોત ક્યારે પણ ઓલવાતી નથી અને હજારો વર્ષોથી તે પ્રગતી રહી છે.

તિરુપતિ બાલાજી મંદિરમાં આવીને લોકો પોતાના વાળ પણ ચડાવે છે. ખાસ કરીને એવી માન્યતા છે કે, વાળ ચડાવવાથી પણ કુબેર ભગવાન પાસેથી લેવામાં આવેલું દેવું ઉતરી જાય છે.

તિરુપતિ બાલાજી મંદિરનું નિર્માણ :

તિરુપતિ બાલાજી મંદિરને પાંચમી સદી દરમિયાન બનાવવામાં આવ્યું હતું

એવું કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ કરાવવા માટે ચોલ, હોયસલ અને વિજયનગરના રાજાઓ દ્વારા ધણી રકમ દાનમાં આપવામાં આવી હતી, અને આ મંદિરનો વિકાસ કરાવવામાં આવ્યો હતો.

૯ મી સદીમાં આ મંદિર ઉપર કાંચીપુરમના પલ્લવ શાસકોએ પોતાનો હક્ક વધુ જમાવી લીધો હતો.

આ મંદિર ૧૫ મી સદી દરમિયાન પ્રસિદ્ધ થવા લાગ્યું હતું, અને દુર દુરથી લોકો આ મંદિરમાં આવીને દર્શન કરવા લાગ્યા હતા.

તિરુપતિ બાલાજી ભગવાન વેંકટેશ્વર, શ્રીનિવાસ અને ગોવિંદાના નામથી પણ ઓળખવામાં આવે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.