આમિર ખાનના ફિટનેસ ટ્રેનર પર આવ્યું દીકરી ઇરા ખાનનું દિલ, લોકડાઉનમાં વધી નજદીકી.

શું આમિર ખાનની દીકરી ઈરા ખાનને પોતાનો સપનાનો રાજકુમાર મળી ગયો, જાણો કોણ છે તે? બોલીવુડના ‘મિસ્ટર પરફેકશનિસ્ટ’ કહેવાતા કલાકાર આમીર ખાનની દીકરી ઈરા ખાન પણ તેના સુપરસ્ટાર પિતાની જેમ ઇન્ડસ્ટ્રીમાં ખ્યાતી મેળવવાના પ્રયત્ન કરી રહી છે. તેણે ગયા વર્ષે ડિસેમ્બરમાં એક થીયેટર પ્લે ‘Euripides Medea’ થી નિર્દેશનની દુનિયામાં પ્રવેશ કર્યો હતો, જેથી તેના ફેંસ ઘણા પ્રભાવિત થયા હતા. એટલું જ નહિ, આમીર ખાન જેટલા તેના અંગત જીવનને લઈને પ્રાઈવેટ છે, તેનાથી ઉલટું તેની દીકરી ઈરા તેના અંગત જીવન સાથે જોડાયેલી દરેક વાત હંમેશા સોશિયલ મીડિયા સામે ઘણા ઉમંગ સાથે રજુ કરે છે.

એ કારણ છે કે ફેંસને જેટલી ઈરાનું વહેલામાં વહેલી તકે બોલીવુડમાં પ્રવેશ કરવાની આતુરતા છે, એટલી જ આતુરતા તેને ઈરાનું અંગત જીવન જાણવામાં પણ છે. જો તેની રિલેશનશિપ વિષે વાત કરીએ, તો ઈરાએ તેના એક્સ-બોયફ્રેન્ડ મિશાલ કૃપલાનીને બે વર્ષ સુધી ડેટ કર્યા પછી ડીસેમ્બર 2019માં તેની સાથે બ્રેકઅપ કરી લીધા હતા. હાલના દિવસોની તસ્વીર હંમેશા સાથે જ જોવા મળતી હતી, પરંતુ મિશાલ સાથે બ્રેકઅપ પછી ઘણા લાંબા સમયથી ઈરાની રિલેશનશિપ વિષે કોઈ અપડેટ ન મળવાથી ફેંસના મનમાં ઉદાસી છવાઈ ગઈ હતી.

આમ તો, હવે લેટેસ્ટ અહેવાલ મુજબ, ઈરાના જીવનમાં નવો પ્રેમ શરુ થઇ ગયો છે. ‘પિંકવિલા’ ના અહેવાલ મુજબ, ઈરા તેના પપ્પાના ફિટનેસ કોચ નુપુર શીખારેની પાછળ 6 મહિનાથી ડેટ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે લોકડાઉન દરમિયાન બંને વચ્ચે સંબંધ વધ્યા. એટલું જ નહિ, તે લવ બર્ડ્સ એક સાથે આમીર ખાનના મહાબળેશ્વર આવેલા ફાર્મહાઉસમાં પણ જઈ ચુક્યા છે. અહિયાં બંનેએ તેના મિત્રો સાથે મળીને દિવાળી પણ મનાવી હતી. અહેવાલમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, બંને તેની રિલેશનશિપને લઈને ઘણા ગંભીર છે, અને ઈરા નુપુરની તેની માં રીના દત્તા સાથે પણ મુલાકાત કરાવી ચુકી છે.

ઈરા ક્યારે પણ તેની અંગત બાબતોને જાહેરમાં બોલવામાં અચકાતી નથી. તેની એક ઝલક અમને 1 નવેમ્બર 2020ના રોજ ‘મેંટલ હેલ્થ ડે’ ના દિવસે જોવા મળી હતી, જયારે ઈરાએ તેના ડીપ્રેશન વિષે વાત કરતા જણાવ્યું હતું, ‘મેં ક્યારેય કોઈને પણ કોઈ બાબત વિષે વાત નથી કરી, કેમ કે મને લાગતુ હતું કે આમીર ખાનની દીકરી હોવાનો અર્થ છે કે હું મારી પોતાની તમામ બાબતોને જાતે હેન્ડલ કરું, કે પછી જો કોઈ મોટું થયું છે, તો મારે લોકોને ‘મને નથી ખબર’ થી સારો જવાબ આપવો પડશે.

તે તમામ બાબતોએ મને અહેસાસ કરાવ્યો કે મારે એક સારા જવાબની જરૂર છે, અને જ્યાં સુધી મને તે જવાબ નથી મળી જતો ત્યાં સુધી મારી ફીલિંગ્સ એવી ન હતી, જેથી હું કોઈ બીજાને હેરાન કરું. કોઈ સમસ્યા એટલી મોટી ન હતી કે જેના વિષે હું આટલા લાંબા સમય સુધી વિચાર કરવો પડે. તેથી કોઈ શું કરી શકે છે? મારી પાસે બધું જ હતું. કોઈ શું કહેશે? મેં એવું બધું વિચાર્યું હતું.

ત્યાર પછી ઈરાએ તેના ડિપ્રેસ થવાના કારણો વિષે વાત કરી હતી અને જણાવ્યું કે કેમ તેને કોઈ પણ બાબતનો જવાબ ન મળી રહ્યો હતો. તેણે એ પણ જણાવ્યું હતું કે કેમ તેના માતા પિતાના છૂટાછેડાએ ઈરાને ક્યારેય દુઃખી ન કરી, અને તે વાત તેના ડીપ્રેશનનું કારણ ક્યારેય ન બન્યું. ઈરાએ કહ્યું હતું, ‘હું ઘણી નાની હતી’ જયારે મારા માતા-પિતા અલગ થઇ ગયા હતા. પરંતુ મને એવું ન લાગ્યું કે એવી બાબત મને દુઃખી કરશે કેમ કે મારા માતા પિતાના છૂટાછેડામાં કોઈ મુશ્કેલી પડી ન હતી. તે મિત્ર છે, અને આખું કુટુંબ હજુ પણ એક બીજાના મિત્ર છે. અમે કોઈ પણ રીતે એક છુટું પડી ગયેલુ કુટુંબ નથી.

તેના વિષે આગળ વાત કરતા ઈરાએ જણાવ્યું હતું, ‘મારા માતા-પિતા છૂટાછેડા પછી પણ જુનૈદ અને મારા માટે ઘણા સારા હતા. જયારે લોકો મને કહેતા હતા કે ‘મને મારા માતા પિતાના છૂટાછેડા વિષે સાંભળીને ઘણું દુઃખ થયું’, તો હું વિચારતી હતી ‘તમે શું વાત કરી રહ્યા છો? તે કોઈ ખરાબ વાત નથી. તે કાંઈ એવું બની શકે છે, જે તમને ડરાવી શકે છે, પરંતુ તેણે મને નથી ડરાવી. મને વધુ વાતો યાદ નથી, પણ મને એવું નથી લાગતું કે મારા માતા-પિતાના છૂટાછેડા કઈક એવા છે, જે મને દુઃખી કરી શકે છે,’

આમીર ખાનની પહેલી પત્નીની દીકરી છે ઈરા : ઈરા, આમીર ખાન અને તેની પહેલી પત્ની રીના દત્તાની દીકરી છે. વાત કરીએ વર્કફ્રંટની તો ઈરાએ હાલમાં જ ફિલ્મ નિર્દેશનનું કામ શરુ કર્યું છે. હાલ ફેંસ વહેલામાં વહેલી તકે ઈરા અને નુપુરની રિલેશનશિપને સત્તાવાર થવાની રાહ જોઈ રહ્યા છે. તો તમને બંનેની જોડી કેવી લાગી છે? અમને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો, સાથે જ કોઈ સલાહ હોય તો જરૂર આપો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.