અમિતાભ બચ્ચને પત્ની સાથે મળી કરાવ્યા કેટરિનાના ફિલ્મી લગ્ન, હાજર રહ્યા હતા આ મોટા સ્ટાર્સ

બોલીવુડના ઘણા સ્ટાર્સના લગ્ન ફિલ્મોમાં તો ઘણી વખત થાય છે, પરંતુ અસલ જીવનમાં તો તે હજુ પણ કુંવારા છે. અને તેમાંથી એક એક્ટ્રેસ છે કેટરીના કૈફ. તેમણે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2003 માં ફિલ્મ ‘બૂમ’ થી કરી હતી પરંતુ તેમને ઓળખાણ વર્ષ 2005 માં આવેલ ફિલ્મ ‘મૈને પ્યાર કયો કિયા’ થી મળી. થોડા સમય પહેલા કેટરીના કૈફ નવવધુના રૂપમાં દેખાઈ હતી, અને જાણકારી એ છે કે અમિતાભ બચ્ચને પોતાની પત્ની સાથે મળીને કેટરીના લગ્ન કરાવ્યા, પરંતુ આ ફોટોનું સત્ય હવે સામે આવી ગયું છે.

અમિતાભ બચ્ચને પત્ની સાથે મળીને કરાવ્યા કેટરિનાના લગ્ન :

23 જાન્યુઆરીએ કેટરીના કૈફના કેટલાક ફોટો સામે આવ્યા હતા, જેમાં તે નવવધુના જોડામાં દેખાઈ હતી. કેટરિનાના આ ફોટા સોશિયલ મીડિયા પર આગની જેમ ફ્લાઈ ગયા હતા, અને આ દરમિયાન તેમના લગ્નના ફોટો પણ સામે આવ્યા. આમાં ચકિત કરી દેનાર વાત એ છે કે, કેટરિનાના લગ્નમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન પણ દેખાયા હતા. અને કેટરિનાના લગ્નમાં સાઉથના કેટલાક સુપરસ્ટાર્સ પણ જોડાયેલા હતા.

સોશિયલ મીડિયા પર એક્ટ્રેસના કેટલાક બીજા ફોટા પણ સામે આવ્યા છે, જેમાં તે ફેરા લેતા દેખાય છે. આ બધું વાંચીને તમે ચકિત થઇ જશો, પરંતુ તમને જણાવી દઈએ આ લગ્નના ફોટો અસલી લગ્નના નથી. હકીકતમાં કેટરીના કૈફ, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને સાઉથના કેટલાક સુપરસ્ટાર્સ એક એડમાં કામ કરી રહ્યા છે, અને આ ફોટા પણ તેનો જ ભાગ છે. જાણકારી અનુસાર આ ફોટા પણ તે જ એડ શૂટના છે. આ એડ એક ઘરેણાંની છે જેનું શૂટિંગ થોડા સમય પહેલા પૂરું થયું છે.

આની સાથે જ અમિતાભ બચ્ચને પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર એક ફોટો શેયર કર્યો હતો, જેમાં જયા બચ્ચન અને સાઉથના ત્રણ સુપર સ્ટાર્સ હતા. અમિતાભ બચ્ચને ફોટો શેયર કરતા લખ્યું, ‘મારા અને જયા માટે ઐતિહાસિક ક્ષણ… ભારતીય સિનેમાના ત્રણ લેજેન્ડસના ત્રણ દીકરાઓ સાથે Nagarjun – son Akkineni Nageshwara Rao, Telugu Shivraj Kumar – son Dr Raaj Kumar, Kannada Prabhu – son Shivaji Ganesan, Tamil.’

જો વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચનની ઘણી બધી ફિલ્મો આવવાની છે, જેમાં બ્રહ્માસ્ત્ર, ઝુંડ, ગુલાબો સુતાબો અને ચહેરા જેવી કેટલીક ફિલ્મો છે. જે આ વર્ષે અને કેટલીક આવનારા વર્ષમાં રિલીઝ થશે. ત્યાં કેટરીના કૈફ સૂર્યવંશીમાં અક્ષય સાથે સ્ક્રીન શેયર કરશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.