એશ્વર્યા નઇ અમિતાભની આ ક્યૂટ હિરોઈન બનવા માંગતી હતી વહુ, જયાએ થવા નહોતા દીધા આ લગન

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની ચર્ચા તો થતી જ રહે છે. આ ચર્ચામાં એમનું પરિવાર પણ શામેલ હોય છે. જ્યાં અમિતાભ ઉભા થઈ જાય છે ત્યાંથી જ લાઈન શરુ થાય છે. પોતાની મહેનત અને લગનથી અમિતાભએ બોલીવુડમાં એ સ્થાન મેળવ્યું છે, જે દશકો શું, ભવિષ્યમાં પણ કોઈ નહિ મેળવી શકે. અમિતાભ બચ્ચન એક એવા વ્યક્તિ છે, જેમનો ડંકો આજે પણ બોલીવુડમાં વાગે છે. અમિતાભ ફિલ્મમાં છે, બસ એ જ કારણ ઘણું છે ફિલ્મને હિટ થવા માટે.

સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનના કરોડો ફોલોઅર છે. જી હા, અમિતાભ બચ્ચનના જીવન સાથે જોડાયેલી બધી જાણકારી એમના ફેન્સ જાણવા માંગે છે. આજે અમે તમને એમની વહુ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. અમિતાભને એશ્વર્યા નહિ પણ કોઈ બીજું પસંદ હતું. અમિતાભ બચ્ચન પોતાના ઘરની વહુ કોઈ બીજી અભિનેત્રીને બનાવવા માંગતા હતા. પણ જયાને અમિતાભની પસંદ ગમી નહિ અને અમિતાભની ઈચ્છા દિલમાં જ દબાઈને રહી ગઈ.

અમિતાભ બચ્ચનના દીકરા અભિષેક પહેલા કોઈ બીજી અભિનેત્રીને પ્રેમ કરતા હતા. એ હતી કરિશ્મા કપૂર. જી હા, એ દિવસોમાં અભિષેક કરિશ્મા કપૂર સાથે પ્રેમ પ્રકરણ આગળ વધારી રહ્યા હતા. પણ કરિશ્મા સાથે એમના લગ્ન થઈ શકાય નહિ. બને વચ્ચે ઘણો વધારે પ્રેમ હતો, પણ કોઈ કારણે બંનેના લગ્ન ન થઈ શક્યા, એવામાં અમિતાભ બચ્ચનએ ફરીથી પોતાના દીકરા માટે છોકરી શોધવાનું શરૂ કરી દીધું. અમિતાભને એક સારી અને સુશીલ વહુ જોઈતી હતી.

રાની મુખર્જીને અમિતાભ પોતાના ઘરની વહુ બનાવવા માંગતા હતા. અમિતાભને રાની ઘણી વધારે પસંદ હતી. જયારે આ વાત અમિતાભે જયાને જણાવી તો જયાને રાની મુખર્જી પસંદ ન આવી. કારણ કે રાની મુખર્જી અને અભિષેકની ઊંચાઈમાં ઘણો ફરક હતો, એ કારણે જયાને આ જોડી પસંદ નહિ આવી.

 

એવામાં અમિતાભની એ ઈચ્છા અધૂરી રહી ગઈ. જયારે એ સંબંધ નહિ થઈ શકયો તો અમિતાભ ઘણા દિવસો સુધી જયાથી નારાજ દેખાયા હતા. પણ કયારેય એ વાત સામે આવી નહિ.

એ દરમ્યાન અભિષેકને એશ્વર્યા સાથે પ્રેમ થઈ ગયો. બંનેની લવ સ્ટોરીની ઘણી ચર્ચા થઇ. એવામાં 2007 માં બંનેની લવ લાઈફ લગ્નમાં બદલાઈ ગઈ. અમિતાભે પોતાના એક ને એક દીકરાના લગ્ન ઘણી ધૂમધામ સાથે કર્યા હતા. આજે એશ્વર્યા બચ્ચન પરિવારની વહુ છે. અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયની એક દીકરી પણ છે જેનું નામ આરાધ્યા છે.