અમિતાભ બચ્ચને શેયર કર્યો એવી ફિલ્મનો ફોટો જે ક્યારે બની જ નહિ, ફેન્સે કરી આવી કમેન્ટ્સ.

સોશિયલ મીડિયા પર બિગ બી એ શેયર કર્યો એવી ફિલ્મનો ફોટો જે બની શકી નહિ, લોકોએ આપ્યા આવા રિએક્શન. બોલીવુડમાં ઘણી ફિલ્મો એવી હોય છે જે બને તો છે પણ ક્યારેય રિલીઝ નથી થઈ શકતી. તેમજ અમુક ફિલ્મો એવી પણ હોય છે જે બનાવવાની સંપૂર્ણ તૈયારી થઈ જાય છે, પણ પછી તે ફિલ્મ ક્યારેય બની જ નથી શકતી. જોકે તે ફિલ્મો તો ક્યારેય બની નથી શકતી, પણ તેની સાથે જોડાયેલી યાદો સેલિબ્રિટીઓના મનમાં જરૂર રહી જાય છે. હાલમાં જ અમિતાભ બચ્ચને પણ પોતાની એવી જ એક ફિલ્મનો ફોટો શેયર કર્યો છે.

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. અમિતાભ હંમેશા પોતાના ઘણા ફોટા, વિડીયો અથવા કોઈ વિચાર શેયર કરતા રહે છે. અમિતાભ હંમેશા સોશિયલ મીડિયા દ્વારા પોતાના જુના દિવસોને યાદ કરે છે. હાલમાં તેમણે ફરી એકવાર એવું જ કંઈક કર્યું છે. જેને જોઈને તેમના ફેન્સ પણ ચકિત રહી ગયા.

અમિતાભે હાલમાં જ પોતાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા પોતાનો એક જૂનો ફોટો શેયર કર્યો છે. તે ફોટો કોઈ ફિલ્મનું પોસ્ટર છે. આ ફોટાને શેયર કરતા અમિતાભ બચ્ચને કેપ્શનમાં લખ્યું છે, ‘એક ફિલ્મ જે ક્યારેય બની જ નહિ, સ્ટાઇલ, ફોટોશૂટ, ટાઇટલ્સ પણ ક્યારેય બની નહિ.’ અમિતાભનો આ ફોટો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

આ ફોટામાં અમિતાભ ઘણા યુવાન દેખાઈ રહ્યા છે. ફંકી ગ્રે જેકેટ અને બ્લેક પેંટમાં અમિતાભ હેન્ડસમ દેખાઈ રહ્યા છે. તેની સાથે જ તેમણે સાઈડમાં બંદૂક પર રાખેલી છે. અમિતાભના ઘણા ફેન્સ ફોટા પર કમેન્ટ કરીને તેમની આ ફિલ્મનું નામ પૂછી રહ્યા છે. તો ઘણા ફેન્સ કહી રહ્યા છે કે, જો આ ફિલ્મ બની હોત તો સુપરહિટ બની હોત.

હાલમાં થોડા દિવસ પહેલા જ અમિતાભે પોતાનો એક ફોટો શેયર કર્યો હતો. જેમાં તેઓ સોનેરી રંગના કપડામાં દેખાઈ રહ્યા હતા. તે ફોટો પણ જૂનો જ હતો જેમાં અમિતાભ પોતાની આઇકોનિક ફ્રેંચ દાઢીમાં દેખાઈ રહ્યા હતા. તે ફોટા સાથે અમિતાભે કેપ્શનમાં લખ્યું હતું, ‘એક સમયની વાત છે. આવા પણ દિવસ હોતા હતા.’ જણાવી દઈએ કે અમિતાભની પોસ્ટમાં તેમના કેપ્શન હંમેશા તેમના ફેન્સને આકર્ષે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.