જૂની વાત યાદ કરીને ભાવુક થયા અમિતાભ બચ્ચન, ફોટા શેર કરી લખ્યું પિતા માટે મુશ્કેલ હોય છે આ ઘડી

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનએ પોતાની ઉંમરના ઘણા દશક જોયા છે, પરંતુ તેમના જીવનમાં ઘણી એવી ક્ષણ આવી છે જયારે તે તૂટી ગયા છે. એક વખત જયારે તેમનું અકસ્માત થયું હતું અને બીજી વખત જયારે તેમણે તેની દીકરી શ્વેતા બચ્ચનના લગ્ન પછી તેને વિદાય આપી. લગ્નમાં જયારે કન્યાદાનનો સમય આવ્યો ત્યારે મુકેશ અને નીતા ઉપરાંત અમિતાભ બચ્ચન પણ રડ્યા. જૂની વાતને લઈને ભાવુક થયા અમિતાભ બચ્ચન, ત્યાર પછી તેમણે પોતાની દીકરીના ફોટા શેયર કરીને થોડું મન ભરાઈ આવવાની વાતો કહી, જે દરેક દીકરીના પિતાની આંખને ભીની કરી શકે છે.

જુની વાતોને લઈને ભાવુક થયા અમિતાભ બચ્ચન :

બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરીના લગ્નમાં અમિતાભ બચ્ચન પોતાના આખા પરિવાર સાથે પહોંચ્યા. અહિયાં તેમની પત્ની જ્યા, દોહિત્રી નવ્યા, દીકરી શ્વેતા, વહુ એશ્વર્યા, પૌત્રી આરાધ્યા અને દીકરા અભિષેક બચ્ચન જોડાયા. આ લગ્ન દરમિયાન અમિતાભ બચ્ચન પોતાની દીકરી શ્વેતાની વિદાયને યાદ કરીને ભાવુક બની ગયા. ત્યાર પછી તેમણે પોતાની અને શ્વેતાની વિદાયના ફોટા ટ્વીટર ઉપર શેર કરતા થોડી ભાવુક લાઈનો લખી. અમિતાભ બચ્ચનએ ફોટા શેર કરતા લખ્યું ‘એક દીકરીના પિતા માટે આ ઘણી મુશ્કેલ ક્ષણ હોય છે.’

આ ફોટા શ્વેતાની વિદાયના સમયના છે. અમિતાભ હંમેશા પોતાની દીકરી સાથે ફોટા શેર કરતા રહે છે. અમિતાભ પોતાના બન્ને સંતાનોમાં કોઈ ભેદભાવ નથી રાખતા અને શ્વેતા તેના દિલની ઘણી નજીક છે. મુકેશ અંબાણીની દીકરીના લગ્નમાં જ્યાં આખું બોલીવુડ જોડાયું હતું, ત્યાં અમિતાભ બચ્ચન પણ પોતાના પરિવાર સાથે સમાચારોમાં જળવાઈ રહ્યા.

સમાચારોના જણાવ્યા મુજબ કન્યાદાનના સમયે અમિતાભ બચ્ચનએ મુકેશ અંબાણીને ધીરજ પૂરી પાડી અને કન્યાદાનનો અર્થ સમજાવ્યો. તે વાતથી ભાવુક થઇને અમિતાભએ વીતેલી ક્ષણને યાદ કરી અને પોતાના ફેન્સ સાથે તે વાતને શેયર કરી.

ફિલ્મોમાં હજુ પણ છે સક્રિય :

૭૬ વર્ષના થઇ ગયેલા અમિતાભ બચ્ચન આજે પણ બોલીવુડમાં જોરદાર પાત્રોમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે ફિલ્મ પા, પીકુ, અને પિંક તેની સારી ફિલ્મો છે. હાલમાં તેમની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં તેમણે એક જોરદાર એક્શન પાત્ર નિભાવું. હવે તો તે બ્રહ્માસ્ત્રના શુટિંગમાં વ્યસ્ત છે અને ત્યાર પછી પણ તેમની પાસે થોડી ફિલ્મોની ઓફર છે. અમિતાભ બચ્ચનએ પોતાના અભિનય કેરિયરમાં સુહાગ, ખુદા ગવાહ, શહેનશાહ, યારાના, ગંગા યમુના સરસ્વતી, કાલીયા, નસીબ, હમ, નમક હલાલ, બાગબાન જેવી ઘણી સુપરહિટ ફિલ્મો ઇન્ડસ્ટ્રીને આપી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.