અમિતાભ બચ્ચને ન માત્ર દેશમાં પરંતુ વિદેશોમાં પણ પોતાનું ઘણું નામ રોશન કર્યુ છે. બોલીવુડના સુપરસ્ટાર માનવામાં આવતા અમિતાભ બચ્ચને જેટલી ખ્યાતી મેળવી એટલા જ પૈસા પણ કમાયા. આ અમિતાભની મહેનતનું જ પરિણામ છે કે બચ્ચન પરિવારની ગણતરી દેશના અબજોપતિમાં થાય છે. ૬૦ થી વધુની ઉંમરમાં પણ અમિતાભ બચ્ચન સતત કામ કરી રહ્યા છે. કરોડો રૂપિયાના માલિક અમિતાભના પરિવાર પાસે દરેક સુખ સુવિધા રહેલી છે. પરંતુ આજે અમે તમને તેમના પરિવારના એક સભ્ય વિષે જણાવવાના છીએ જેમને પૈસાના ઓશિયાળા છે.
તેના પહેલા કે અમે આ પરિવારની વાત કરીએ તમને જણાવી દઈએ, કે બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની કુલ સંપત્તિ ૪૦૦ મિલિયન ડોલર ગણાવવામાં આવી છે. પોતાના કેરિયરમાં ૧૮૦ થી વધુ ફિલ્મો કરવા વાળા અમિતાભે વર્ષ ૧૯૬૯ માં પોતાના ફિલ્મી કેરિયરની શરુઆત ‘સાત હિદુસ્તાની’ થી કરી હતી. પરંતુ અને વાત કરી રહ્યા છીએ બચ્ચન પરિવાર માંથી જુદા થયેલા એક એવા પરિવારની જે આજે રોટલી માટે ઓશિયાળા છે.
કદાચ તમારા મગજમાં એ વાત આવી રહી હશે, કે અમિતાભના પરિવારમાં તો બધા કરોડપતિ છે, તો પછી એવું બીજું કોણ છે? આમ તો અમિતાભ બચ્ચનના પોતાના સગા પરિવારની વાત કરીએ તો એશ્વર્યા, અભિષેક અને જયા બચ્ચન બધા પાસે ઘણા પૈસા છે.
અનુપ રામચન્દ્રનો પરિવાર :
અમે વાત કરી રહ્યા છીએ અમિતાભ બચ્ચનની સગી ફઈબાના દીકરા અનુપ રામચન્દ્રની. અનુપ રામચન્દ્ર સાથે બચ્ચન પરિવારનો વિશેષ સબંધ છે. તેમ છતાંપણ રામચન્દ્ર આજે ગરીબીમાં જીવવા માટે મજબુર છે. અનુપ રામચન્દ્રનો પરિવાર પહેલા થોડા પૈસા વાળા હતા. પરંતુ સમયની માર એ તેને એક એક પૈસા માટે ઓશિયાળા કરી દીધા. અમિતાભ અને અનુપ વચ્ચે અંતરનું મુખ્ય કારણ એક જમીનને લઇને થયેલો ઝગડો છે.
જેના કારણે અમિતાભ અનુપ અને તેના પોતાના પરિવારથી દુર રહેવાનું પસંદ કરે છે. અનુપે અભિષેક બચ્ચનના લગ્નમાં હાજર ન રહેવાની પાછળનું કારણ જણાવ્યું હતું કે તે પૈસાની તંગીને કારણે જ આવી શક્યા ન હતા. અનુપ અને તેની પત્ની મૃદુલા અમિતાભ બચ્ચનના કટઘરમાં આવેલા મકાનમાં રહે છે. અનુપના જણાવ્યા મુજબ આ મકાન પૂર્વજોનું છે, જેને લઇને અમિતાભ અને અનુપમાં થોડો ઝગડો છે. અમિતાભે અનુપના પરિવારથી દુર કેમ રહે છે, તેનું કારણ સ્પષ્ટ નથી થયું. છતાંપણ ઘણા લોકો તેની પાછળનું કારણ એ જણાવે છે, કે અનુપની અમિતાભ પાસે માંગણી છે કે તેના પૂર્વજોના મકાનને એક મ્યુઝીયમ બનાવીને તેમાં હરિવંશ રાય બચ્ચનની યાદો રાખવામાં આવે. હવે જોવાનું એ છે કે એ માંગ ક્યારે પૂરી થાય છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.
આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.