મહાનાયક અમિતાભની સાચી અટક બચ્ચન ન હતી, આ કારણો સર તેમની અટક બદલી હતી, જાણો તેમની અજાણી વાતો.

અમિતાભ બચ્ચને જણાવ્યું શા માટે તેમણે પોતાની અસલી સરનેમ બદલીને બચ્ચન રાખવી પડી, જાણો કારણ.

અમિતાભ બચ્ચનના શો કોન બનેગા કરોડપતિ સીઝન 13 એ આ વર્ષ ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. મહાનાયક આ શો માં અવાર નવાર પોતાના જીવન સાથે જોડાયેલા કાંઈકને કંઈક રસપ્રદ ખુલાસા કરતા જ રહે છે. અમિતાભ બચ્ચને 18 ઓક્ટોબરના દિવસે પ્રસારિત થયેલા એપિસોડમાં એવો ખુલાસો કર્યો જે સાંભળીને બધા ચક્તિ રહી ગયા.

ખાસ કરીને હોટસીટ ઉપર બેઠેલી મહારાષ્ટ્રની સ્પર્ધક ભાગ્યશ્રી ટાયડેને અમિતાભે જયારે તેમની લવ સ્ટોરી વિષે પૂછ્યું, તો તેમણે જણાવ્યું કે 6 વર્ષ સુધી તેમણે એક બીજાને ડેટ કર્યા હતા. પણ તેમના ઘરવાળા તેમના લગ્ન માટે રાજી ન હતા.

તેના વિષે જયારે મહાનાયકે તેમને પૂછ્યું કે એવું કેમ થયું? ત્યારે ભાગ્યશ્રીએ તેમને જણાવ્યું કે, તેમની અને તેમના પતિની કાસ્ટ અલગ હોવાને કારણે જ ઘરવાળા તેમના લગ્ન માટે માનતા ન હતા.

ભાગ્યશ્રીએ જણાવ્યું કે, તેમણે અને તેમના પતિને વાત કરીને તેમના માતા પિતાને આ લગ્ન માટે રાજી કર્યા. તેઓ લગ્નમાં સામેલ પણ થયાં. પછી જયારે બીજા દિવસે તેમણે ફોન કર્યો તો ભાગ્યશ્રીના માતા પિતાએ જણાવ્યું કે, અમે દીકરી માટેની અમારી ફરજ પુરી કરી લીધી છે. હવે તેના અને અમારા વચ્ચે કોઈ સંબંધ નથી. ત્યાર પછીથી ભાગ્યશ્રીની તેમના ઘરવાળા સાથે હજુ સુધી વાત નથી થઈ.

ભાગ્યશ્રીની વાત સાંભળીને અમિતાભ બચ્ચન પણ થોડા ભાવુક થઇ ગયા હતા. કેમ કે તેમના મમ્મી પપ્પાના લગ્ન પણ આંતરજ્ઞાતિય હતા. તે દરમિયાન અમિતાભ બચ્ચને નેશનલ ટીવી ઉપર કેબીસીને વચ્ચેથી અટકાવ્યો અને ભાગ્યશ્રીના પિતાને ફોન કરાવ્યો. તેમણે હાથ જોડીને એ વિનંતી કરી કે, તે હવે બધું ભૂલીને પોતાની દીકરીને માફ કરી દે અને દીકરી અને જમાઈને અપનાવે. તેની સાથે જ બીગ બી એ આગળ જણાવ્યું કે, તે ઘણી દુઃખદ વાત છે કે આજે પણ આપણા દેશમાં જાતિને લઈને ભેદભાવ થાય છે.

તેની સાથે જ તેમણે જણાવ્યું કે, આ પ્રકારની ઘટનાઓમાં તે થોડા ભાવનાત્મક બની જાય છે. કેમ કે 1942 માં તેમના માતા પિતાએ પણ આ તકલીફનો સામનો કર્યો હતો.

બચ્ચન નામ પાછળની સ્ટોરી રસપ્રદ છે : કવિ હરીવંશ રાય બચ્ચન એટલે અમિતાભ બચ્ચનના પિતા હિંદુ કાયસ્થ હતા. અને તેમની માતા પંજાબી શીખ કુટુંબના હતા. અમિતાભ બચ્ચને જણાવ્યું કે, તેમના માતા પિતાના લગ્નમાં પણ ઘણી મુશ્કેલી આવી હતી. પણ પાછળથી ઘરવાળા માની ગયા હતા. છતાં પણ તેમના પિતાએ આ ભેદને દુર કરવા માટે એક એવું પગલું ભર્યું, જેનાથી તેમના માટે આ જાતિભેદ જ સમાપ્ત થઇ ગયો.

અમિતાભ બચ્ચને જણાવ્યું કે, જયારે સ્કુલમાં તેમનો પ્રવેશ કરાવવા માટે ગયા હતા તો સ્કુલમાં પૂછવામાં આવ્યું કે તેમની સરનેમ શું છે? તેથી તેમના પિતાએ તેમનું ઉપનામ અમિતાભની આગળ લગાવતા જણાવ્યું કે, તેમની સરનેમ બચ્ચન છે. અમિતાભ બચ્ચને પોતાની વાત પૂરી કરતા જણાવ્યું કે, બચ્ચન નામ રાખીને તેમના પિતા જાતી ભેદ મટાડવા માંગતા હતા, કેમ કે બચ્ચન નામથી જાતી વિષે ખબર નથી પડતી.

અમિતાભ બચ્ચનના વર્કફ્રંટની વાત કરીએ તો આ સમયે મહાનાયક નાના પડદા ઉપર પોતાના સૌથી જુના શો કોન બનેગા કરોડપતિમાં જોવા મળી રહ્યા છે. તે છેલ્લી વખત ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ ચહેરેમાં જોવા મળ્યા હતા. થોડા સમયમાં જ તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્ર પણ આવવાની છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.