એક સત્ય જે અમિતાભ બચ્ચને કાયમ દેશવાસીઓથી છુપાવ્યું અને ક્યારેય એ પોતે નહિ જણાવે

મિત્રો તમને યાદ હશે આ નવેમ્બર-ડીસેમ્બર વર્ષ ૨૦૦૫ ની વાત છે અમિતાભ બચ્ચન તેમના સ્વર્ગવાસી પિતા હરિવંશરાય બચ્ચનની જયંતીના અવસર પર તેમના પરિવારની સાથે ઉત્તર પ્રદેશ ગયા હતા. તેમણે ત્યાં એક સમારંભમાં ભાગ લીધો પરંતુ પેટમાં દુખાવો થયા પછી તેમને સોમવાર સવારે સાડા દસ વાગ્યે દિલ્લીના ઈસ્કોટર્સ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આપણા દેશની સર્વકાલિક મહાન મીડિયાએ તેને ૨૪ કલાક બતાવીને રાષ્ટ્રીય શોક જાહેર કરીને બધા લોકોને એવું કહ્યું હતું કે અમિતાભ બચ્ચન ગંભીર રીતે બીમાર છે બધા લોકો પોતાના કામ ધંધા છોડીને ભગવાનને પ્રાર્થના કરો !!!!

પૂજનીય રાજીવ દિક્ષિત પોતાના વ્યાખ્યાન માં સભાને સમ્બોધીત કરતી વખતે કહે છે કે – અમિતાભ બચ્ચન નામના એક ફિલ્મ કલાકાર છે થોડા સમય પહેલા તે બીમાર પડ્યા અને તેમનું ઓપરેશન થયું અને ઓપરેશન પુરા ૯ કલાક ચાલ્યું તેમને કઈક પોલઈડીસ નામની આતરડા સડી જવાની બીમારી હતી તો જે ડોકટરે તેમનું ઓપરેશન કર્યું તેમને મેં પૂછ્યું કે ૯ કલાક સુધી તમેં કયું ઓપરેશન કર્યું ???

ડો. બોલ્યા તેમનું મોટું આંતરડું સડી ગયું હતું અલગ અલગ જગ્યાએથી તેને કાપીને કાઢવું પડ્યું તો પછી મેં પૂછ્યું કે તમે તે ૯ કલાક સુધી આંતરડું કાપીને કેમ કાઢ્યું ડો એ કહ્યું કે જો નહી કાઢો તો તે મરી જાય તેમ હતું તેમને બચાવવા માટે આમ કરવું પડ્યું.

પછી રાજીવભાઈ લોકોને કહે છે મોટું આતરડું સામાન્ય રીતે માણસનું સડતું નથી જે લોકો “ગાય નું માંસ (BEFT) સુવર નું માંસ( PORK) લાલ માંસ ( RED MEAT), દારૂ,સિગરેટ,ગુટકા,પીઝા,બર્ગર,હોટ ડોગ, મેગી આ બધું ખાય છે તે લોકોનું મોટું આંતરડું સડે છે” પરંતુ અમિતાભ બચ્ચન તો તેમાંથી કઈ જ નથી કરતા (આમ તો તે હાલમાં ટીવી ની જાહેરાતો માં ૫ રૂપિયામાં છોટુ મેગી ખાતા જોવા મળશે) તો મેં ડોક્ટર ને પૂછ્યું તો કેમ તેનું મોટું આતરડું સડી ગયું?

તો ડોક્ટર બોલ્યા “તે પેપ્સી અને કોકોકોલા જેવા કોલ્ડ ડ્રીંક પીવે છે અને દસ વર્ષથી પી રહ્યા છે અને તેનાથી આતરડા સડી જાય છે” મેં ડોક્ટર ને કહ્યું કે શું તમે અમિતાભ બચ્ચન ને આ વિષે જણાવ્યું છે? ડોક્ટર બોલ્યા હા જણાવ્યું છે. મેં પૂછ્યું તેમણે શું કહ્યું તેમની શું પ્રતિક્રિયા હતી? તો ડોક્ટર બોલ્યા અમિતાભ બચ્ચને અત્યારથી પેપ્સી કોકોકોલા ની જાહેરાત કરવાનું બંધ કરી દીધું પહેલા તે ખુબ જાહેરાત કરતા હતા પણ હવે બંધ કરી દીધું. આજે ૨૦૧૨ સુધી અમિતાભ બચ્ચન પેપ્સી કોકોકોલા ની એડ નથી કરતા.

રાજીવભાઈ બોલ્યા જયારે મને પાક્કું થઇ ગયું ત્યારે મેં અમિતાભ બચ્ચન ને E-Mall કર્યો અને તેમણે પૂછ્યું તો તેમણે કહ્યું Yas it is All TRUE આ બધું સાચું છે કે મારું આંતરડું પેપ્સી કોકાકોલા પીવાથી સડી ગયું હતું અને તેને કાપીને કાઢી નાખ્યું હતું.

મેં કહ્યું અમિતાભ ને કે તમે આબધુ ટીવી/મીડિયા પર કહી દો અને તમારી સાથે ઓપરેશન કરવા વાળા ડોક્ટર ને પણ બેસાડી દો તે પણ જણાવશે કે મેં ૧૦ વર્ષ સુધી પેપ્સી પીધી અને આતરડા સડી ગયા અને તેને કાપીને કાઢવા પડ્યા. તો અમિતાભે કહ્યું કે હું તેમ નથી કરી શકતો તો મેં કહ્યું કે તેની ઉપર એક ૩ કલાકની ફીચર ફિલ્મ બનાવી નાખો કે કેવી રીતે પેપ્સી કોકોકોલા થી આતરડા સડી જાય છે તેમણે કહ્યું હું તેમ પણ નથી કરી શકતો મેં પૂછ્યું કેમ નથી કરી શકતા ! શું તકલીફ છે??

અમિતાભ બચ્ચન બોલ્યા મેં કોલ્ડ્રીંક કંપનીઓ પાસેથી કરોડો રૂપિયા લીધા છે અને જયારે રૂપિયા લીધા ત્યારે કંપની એ મારી પાસે એગ્રીમેન્ટ માં લખવી લીધું કે જ્યાં સુધી આ બન્ને અમેરિકન કંપનીઓ પેપ્સી, કોલા ભારત માં રહેશે ત્યાં સુધી હું તેની વિરુદ્ધ એક પણ વાત નહી બોલું એવી સમજુતી થઇ છે.

અને જો મેં એવું તેમની વિરુદ્ધ બોલ્યું તો તેઓ મારી ઉપર ૫૦૦ કરોડનો દાવો માંડશે અને તે ૫૦૦ કરોડ મારે આપવા પડશે અને મારી પાસે એટલા રૂપિયા નથી હું કંગાળ અને ભિખારી થઇ જઈશ (ધ્યાન આપો આ ઈ.સ.૨૦૦૫ ની વાત છે નકામાં વિચાર મગજમાં ન લાવો) એટલા માટે હું કંપની વિરુદ્ધ નથી જઈ શકતો. મેં પૂછ્યું હું બોલું તેમની વિરુદ્ધ તો તેમણે કહ્યું હા બોલી દો તમે તો કોઈ સમજુતી નથી કરી.

મેં ફરી પૂછ્યું તમારું નામ લઈને બોલું તો અમિતાભ બચ્ચને કહ્યું હા મારું નામ લઈને બોલો જો મારું નામ લઈને લોકોનું ભલું થઇ છે તો બોલી દો કે અમિતાભ બચ્ચન ને ઠંડા એટલે કે કોકોકોલા પીવાથી તે થયું છે તો મને કોઈ વાંધો નથી, તમે મારું નામ લઈને બોલી શકો છો.

હવે રાજીવભાઈ સભામાં ઉપસ્થિત લોકોને કહે છે કે હવે તમે લોકો જોઈ લો કે આ પેપ્સી-કોકોકોલા વગેરે કોલ્ડ્રીંક કેટલી ખતરનાક છે એટલા માટે ક્યારેય ભૂલથી પણ ન પીશો અને એ ક્યારેય તમારા ઘરમાં મહેમાન અતિથી આવે તો તેમણે પણ બિલકુલ ન પીવડાવશો, આપણી સંસ્કૃતિ કહે છે. અતિથી દેવો ભવ, અતિથી ભગવાન સમાન હોય છે, અને તેને ટોયલેટ ક્લીનર કે સંડાસ સાફ કરવાનું પાણી નથી પીવરાવતા. તે તમે ધ્યાન રાખશો.

વિડીયો