19 વર્ષમાં પહેલી વખત અમિતાભે લીધો બ્રેક લેવાનો નિર્ણય, ફેમિલીની જીદ આગળ નમ્યા બિગ બી

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન હાલના દિવસોમાં ખરાબ તબિયતને કારણે ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા તેમને લીવરની સમસ્યા થઇ હતી. આ કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી તે ફરીથી કામ પર લાગી ગયા. ત્યાર પછી તેમની ફેમીલી તેમનાથી નારાજ થઈ ગઈ.

તેવામાં એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જેનાથી અમિતાભ બચ્ચનના ફેંસને મોટો ઝટકો લાગી શકે છે. અમિતાભ બચ્ચનની ખરાબ તબિયતને લઈને તેમના ફેંસ પહેલાથી જ દુઃખી છે. પરંતુ હવે એક દુઃખ થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને પોતાની કારકિર્દીમાં એકથી એક ચડીયાતી ફિલ્મો કરી છે, જેને કારણે જ તેમની કારકિર્દી આજે ચરમસીમા ઉપર છે.

દરેક વ્યક્તિ તેમની ફિલ્મ જોવા માંગે છે, એટલે કે તે આ ઉંમરમાં પણ સતત કામ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચનને કારકિર્દીમાં પહેલી વખત બ્રેક ૧૯૯૦ માં મળ્યો હતો. તે સમયે તેમની પાસે ખાવા માટે પણ પૈસા ન હતા, અને તે આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા હતા. એ પછી વર્ષ ૨૦૦૦ માં કોન બનેગા કરોડપતિ શો મળ્યો જેનાથી તેઓ પાછા ફર્યા.

બ્રેક લેશે અમિતાભ બચ્ચન :

મીડિયા અહેવાલના જણાવ્યા મુજબ, અમિતાભ બચ્ચને ફિલ્મોથી દુર થવાનો નિર્ણય લઇ લીધો. આમ તો તે ઘરમાં શાંતિથી બેસી નહિ શકે. પરંતુ ખરાબ આરોગ્યને કારણે જ તેમણે આ નિર્ણય લેવો પડ્યો. કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે હવે આરામ કરવાનો નિર્ણય લીધો છે અને લાંબા સમય પછી ફિલ્મોમાં પાછા ફરશે. એટલે કે ફેંસને હવે તેની નવી ફિલ્મો માટે ઘણી રાહ જોવી પડી શકે છે. આમ તો બ્રેક લેતા પહેલા તેમની બે ત્રણ ફિલ્મો હજુ રીલીઝ થવા માટે બાકી રહી છે, તેવામાં ફેંસને ખોટ તો સહન નહિ કરવી પડે.

૧૯ વર્ષમાં લેશે પહેલો બ્રેક :

૯૦ ના દશકમાં અમિતાભ બચ્ચને પહેલો બ્રેક લીધો હતો, કેમ કે તે સમયે તેની કારકિર્દી થોડી ડગમગી ગઈ હતી. ત્યાર પછી તે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યા હતા. તેવામાં હવે ૧૯ વર્ષ પછી અમિતાભ બચ્ચને ફિલ્મોથી દુર રહેવાનો નિર્ણય લીધો છે, જેને કારણે જ તે તેમના ફેસ થોડા દુઃખી જોવા મળી રહ્યા છે. એટલું જ નહિ, તેમના ફેંસ તેમના જલ્દી સજા થઈને પાછા આવવાની પ્રાર્થના કરી રહ્યા છે. યાદ અપાવી દઈએ કે, ઘરવાળા તરફથી અમિતાભ બચ્ચનને લાંબા સમય માટે આરામની સલાહ આપવામાં આવી રહી છે, પરંતુ તે માની રહ્યા ન હતા.

ઘરવાળાની જિદ્દ સામે ઝુક્યા અમિતાભ બચ્ચન :

મીડિયાના અહેવાલમાં જણાવ્યા મુજબ, અમિતાભ બચ્ચન આ વખતે પણ કામમાંથી બ્રેક લેવાના મુડમાં ન હતા. પરંતુ આ વખતે તેમની ફેમીલીએ તેમને પોતાની જિદ્દ આગળ ઝુકાવી દીધા અને પછી તેમણે કહ્યું કે, તે થોડા સમય માટે આરામ કરશે, ત્યાર પછી કામ વિષે વિચારશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ અમિતાભ બચ્ચનનો લાંબો બ્રેક હશે, કેમ કે તેમની તબિયત જોઈએ એટલી સારી નથી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.