જાણો ઘરે જ આંબળાની કેંડી બનાવવાની સરળ રીત

આંબળા આપણા આરોગ્ય માટે ખુબ જ ગુણકારી હોય છે, અને આંબળા અનેક પ્રકારે ખાઈ શકાય છે. જેમ કે કાચા ખાઈ શકાય છે, તેનો મુરબ્બો બનાવીને ખાઈ શકાય છે, તેની કેંડી બનાવીને ખાઈ શકાય છે. તો આજે આપણે આંબળાની કેંડી કેવી રીતે બનાવવી તેના વિષે જોઈશું.

આંબળા કેંડી બનાવવા માટે જરૂરી છે બે વસ્તુ. એમાં માટે અમે સૌથી પહેલા 300 ગ્રામ આંબળા લીધા છે. તેને સારી રીતે ધોઈને લુછીને રાખી લીધા છે. ત્યાર પછી જરૂર પડશે ખાંડની. તો આહિયા આપણે ખાંડ 300 ગ્રામ લીધી છે, તો જેટલા પ્રમાણમાં આપણે આંબળા દીધા છે એટલા જ પ્રમાણમાં આપણે ખાંડ લઈશું.

તો આવો તેની કેંડી બનાવીએ. આંબળા કેંડી બનાવવા માટે સૌથી પહેલા આંબળાને બાફવા પડશે. તેના માટે એક વાસણ લેવાનું છે તેમાં પાણી ભરીને તેને ગરમ કરીશું. પાણી ગરમ થઇ જાય એટલે એક એક કરીને બધા આંબળા નાખી દેવાના છે. હવે ગેસને કરીશું મીડીયમ અને ઢાંકણું ઢાંકી દઈશું. હવે આપણે આંબળાને બાફાવા દઈશું લગભગ ૭ થી ૮ મિનીટ સુધી. એમ કરવાથી આંબળા થોડા સોફ્ટ થઇ જશે.

અને તેની પેશીઓ હોય છે તે છૂટી પાડવામાં વધુ સરળતા રહેશે. તમે વચ્ચે ચેક કરી શકો છો કે તે સોફ્ટ થઇ ગયા છે કે નહી, અને તેનો રંગ થોડો ડાર્ક થઇ ગયો છે. વચ્ચે તમે ઈચ્છો તો ચપ્પુની મદદથી ચેક કરી શકો છો. આંબળાને ગરણી વડે જુદા કરીને તેને ઠંડા કરી લો. હવે આ પાણી છે તેને તમારે ફેંકવાનું નથી, પણ તેને હેર વોશ માટે ઉપયોગ કરી શકો છો. વાળ માટે ઘણું હેલ્દી રહેશે આ પાણી.

જયારે આ આંબલા ઠંડા થઇ જાય એટલે તેને હાથથી પેશીઓ જુદી પાડી દેવાની છે. તો હવે 300 ગ્રામ આંબળા સામે 300 ગ્રામ ખાંડ લીધી છે. આ આંબળા કેંડી બનાવવા માટે અહિયા એક કાચનું બાઉલ લીધું છે, તેમાં પહેલા નાખીશું આંબળાના પીસીસ. હવે તેની ઉપર આપણે ખાંડ નાખી દઈશું. બધા આંબળાના પીસીસને ખાંડથી કવર કરી દેવાના છે. સારી રીતે કવર કરીને તેની ઉપર ઢાંકણું ઢાંકી દઈશું.

ઢાંકણું ઢાંકી દીધા પછી તેને આપણે ત્રણ દિવસ માટે મૂકી દઈશું. અને થોડા સમય પછી તમે જોશો તો તે ખાંડનું એકદમથી પાણી થઇ જશે, અને ત્રણ દિવસ પછી જે ખાંડ છે તે આંબળાના પીસની અંદર સારી રીતે ઉતરી જશે. હવે તમે જોઈ શકો છો કે ખાંડ એકદમથી ભળી ગઈ છે અને આંબળાના પીસીસ એકદમ સોફ્ટ થઇ ગયા છે.

ખુબ સરસ ખાટા મીઠા થઇ ગયા છે. અને ખાવામાં પણ તે ઘણા જ ટેસ્ટી બની ગયા છે. હવે આ આંબળાના પીસીસ માંથી ચાસણીને આપણે જુદી કરી દઈશું ચારણીની મદથી. અને જે ચાસણી છે તે અગલ કરી દઈશું. આ ચાસણીને ફેંકી નથી દેવાની તેનો સરસ ઉપયોગ છે જે જણાવીશું, આ ચાસણીમાં તમામ ગુણ છે, તેમાં વિટામીન છે, અને તે ઘણી જ ઉપયોગી છે આપણા આંખના આરોગ્ય માટે, તેમજ વાળ માટે પણ તે ઘણું હેલ્દી છે.

તેને ઠંડુ થવા દઈને કાચની બોટલમાં ભરીને રાખી દો. અને તે લાંબા સમય સુધી ખરાબ થતી નથી. અને તેને બાળકોને કે મોટાને બે ચમચી પાણીમાં નાખીને આપી શકો છો. અને ઉનાળામાં પણ બાળકોને આપશો તો તે એન્જોય પણ કરશે અને તેના ઘણા ફાયદા પણ થશે. તેનું પેટ પણ ઠંડુ રહેશે અને આરોગ્ય પણ સારું રહેશે. હવે આગળ વધીએ, તો આ જે આંબળાના પીસીસ છે તેને આપણે તડકામાં સૂકવવાના છે.

એક પ્લેટમાં બધા આંબળાના પીસીસને નાખી દો, અને તેને તડકામાં સુકવવાના છે. તેને લગભગ એક દિવસનો સમય લાગશે. અને આ આંબળાના પીસીસ છે તે સુકાઈ જશે. વધુ સૂકવવાના નથી, નહી તો આંબળાના પીસીસ કડક થઇ જશે, અને જરાપણ સારા નહિ લાગે. થોડા ઢીલા રહે તો તે વધુ સારા લાગે છે. તેને એક દિવસ માટે તડકામાં સૂકવો, અને જયારે એ તૈયાર થઇ જાય તો એક બરણીમાં ભરીને રાખી શકો છો.

તો જુવો હવે આંબળાની કેંડી બનીને તૈયાર છે, અને આપને તેને એટલી વધુ નથી સુકવી કે તે કડક થઇ જાય. અને જો તમને ઓછી ગળી લાગે તો તમે તેમાં થોડી ખાંડનો પાવડર ઉમેરી શકો છો. જેથી તે થોડી વધુ ગળી લાગે છે. તમારી જરૂર મુજબ તમે તેમાં ખાંડ ઉમેરી શકો છો. તો જુવો મજાની આંબળાની કેંડી સંપૂર્ણ તૈયાર છે, ઘણી જ સરસ બની છે આ કેંડી. તો આવી રીતે તમે તમારા ઘર માં બનાવો.