આ સરળ રેસિપીથી બનાવો આમળાની ઈન્સ્ટંટ ચટપટી ચટણી.

ભોજનનો સ્વાદ વધારવો છે, તો તમે પણ આ સરળ રેસિપીથી મિનિટોમાં બનાવો આમળાની ચટપટી ચટણી. આમળા સ્વાદમાં લાજવાબ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદાકારક હોય છે. તેમાં રહેલા વિટામિન સી જેવા ઘણા પોષક તત્વ સ્વાસ્થ્ય માટે ઘણા લાભકારી હોય છે. એટલા માટે આમળાને ડાયેટમાં શામેલ કરવા ઘણા જરૂરી છે.

સામાન્ય રીતે બાળકોને તેનો સ્વાદ ગમતો નથી હોતો એટલે તેઓ તેને ખાવાથી દૂર ભાગે છે. બાળકો જ નહિ પણ ઘણી વાર મોટા લોકોને પણ તેનો સ્વાદ સારો નથી લાગતો. પણ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આમળામાંથી તૈયાર થનારી એવી ચટપટી ચટણી વિષે, જેનો સ્વાદ દરેકને ગમી જશે અને તેને તમે પોતાની ડેઇલી ડાયટમાં પણ શામેલ કરી શકો છો.

જરૂરી સામગ્રી :

સરસવના બીજ – 1 મોટી ચમચી

મેથી – 1 મોટી ચમચી

સૂકા લાલ મરચા – 4

લીલા મરચા – 4

કાપેલા આમળા – 1 વાટકી

સમારેલી કોથમીર – 1 વાટકી

મીઠું – સ્વાદ અનુસાર

સરસવનું તેલ – 1 મોટી ચમચી

હળદર પાવડર – 1/2 મોટી ચમચી

કઢી લીમડાના પાન – 5

બનાવવાની રીત :

આમળાની ચટણી બનાવવા માટે સૌથી પહેલા આમળાને સારી રીતે ધોઈને તેના નાના નાના ટુકડા કાપો.

પછી ગેસ પર એક કડાઈ મુકો અને તેમાં સરસવનું તેલ ગરમ કરો. સરસવના તેલમાં મેથી, લાલ મરચું, લીલું મરચું, મીઠું, કઢી લીમડો, કાપેલા આમળા, હળદર પાવડર મિક્સ કરો. આમળા નરમ થાય ત્યાં સુધી તેને પકવો.

તમે આમળા જલ્દી પાકે તેના માટે તેને કુકરમાં પણ બાફી શકો છો. તેને કુકરમાં એક સીટી આવવા સુધી બાફો અને પછી કડાઈમાં નાખો. જયારે આમળા હલકા નરમ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો અને મિશ્રણને ઠંડુ થવા દો.

જ્યારે આ મિશ્રણ ઠંડુ થઈ જાય, ત્યારે કોથમીરના પાન મિક્સ કરો અને મિક્સરમાં તેની પેસ્ટ તૈયાર કરો.

તો તમારી આમળાની ચટણી તૈયાર છે, તેમાં ઉપરથી સરસવના દાણા અને કઢી લીમડાનો તડકો લગાવો. તમે આ સ્વાદિષ્ટ ચટણી રોટલી અથવા ભાત સાથે ખાઈને તેના સ્વાદનો આનંદ માણો.

આ ચટણીને તમે ફીઝમાં ઓછામાં ઓછા એક અઠવાડિયા માટે સ્ટોર કરી શકો છો, અને રોજ ભોજનમાં તેને શામેલ કરી શકો છો.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.