અમરીશ પૂરી બોલીવુડના એક એવા મહાન કલાકાર હતા જેની કોઈ સરખામણી ન હતી. તે ભલે આ દુનિયાના ન રહ્યા હોય પણ તેનો દમદાર અવાજ અને અભિનય આજે પણ લોકોના હ્રદયમાં જીવિત છે. અમરીશ પૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રભાવશાળી અને અનુભવી કલાકાર માંથી એક હતા.
તેમણે ઘણી ફિલ્મોમાં પોતાના સુંદર અભિનય દ્વારા લોકોનું દિલ જીતી લીધું હતું. તેમણે પોતાની ફિલ્મી કેરિયરમાં સકારાત્મક અને નકારાત્મક બન્ને જાતની ભૂમિકા નિભાવેલ. આમ તો દર્શકો ને તેમના દ્વારા નિભાવવામાં આવેલ બધા પાત્રો ગમતા હતા પણ તે વિલનનાં પાત્રમાં વધુ પસંદ કરવામાં આવેલ. તેમણે થોડા એવા વિલનના પાત્રો ભજવેલ જે આજે પણ લોકોની જીભ ઉપર છે. દાખલા તરીકે ‘મિસ્ટર ઇન્ડિયા’ માં ‘મોગેમ્બો’ નું પાત્ર. અમરીશ પૂરીજી ને આજે પણ લોકો નકારાત્મક ભૂમિકા નિભાવવા માટે યાદ કરે છે. આજે આપણે આ મહાન કલાકારને થોડા નજીકથી ઓળખવાનો પ્રયત્ન કરીશું.
અમરીશ પૂરીનો જન્મ ૨૨ જુનના રોજ પંજાબના જલંધર શહેરમાં વર્ષ ૧૯૩૨ માં થયેલ હતો. તેમણે પોતાના જીવનકાળ માં ઘણી હીટ ફિલ્મો આપેલ. તે હિન્દી સિનેમા જગતના સૌથી મહત્વના અને અનુભવી કલાકારોમાંથી એક હતા. બોલીવુડ ઉપરાંત તેમણે હોલીવુડની પણ થોડી ફિલ્મો કરેલ હતી. બોલીવુડ હોય કે હોલીવુડ અમરીશ જી ના નેગેટીવ ભૂમિકાની ચર્ચા દરેક જગ્યાએ હતી.
અમરીશ પૂરી જી ની બોલીવુડ માં એન્ટ્રી વર્ષ ૧૯૬૭ માં થયેલ હતી. ત્યાર થી લઈને અત્યાર સુધી (૨૦૦૫) તે ૪૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. અમરીશ પુરીનું નામ બોલીવુડના સૌથી સફળ વિલનોમાં રહેલ છે. તેમણે લગભગ તમામ મોટા કલાકારો સાથે કામ કરેલ છે. પણ લોકો તેમની સાથે કામ કરવાનું પોતાનું સદ્દભાગ્ય સમજતા હતા.
અમરીશ પૂરી આખા વિશ્વ સાથે જોડાયેલ કલાકાર હતા. તેમની સાદગી લોકોનું દિલ જીતી લેતું હતું. આમ તો તેમનાં નામે ઘણી હીટ ફિલ્મો છે પણ જે ફિલ્મોએ તેમને સૌથી વધુ સફળતા અપાવી તેમાં દિલ વાલે દુલ્હનિયા લે જાએંગે, વિશ્વાત્મા, ઘાતક, કોયલા, જાન, ગદર એક પ્રેમ કથા, કરણ અર્જુન. ત્રિદેવ, દામિની, મિસ્ટર ઇન્ડિયા, નાયક દ રીયલ હીરો વગરે રહેલ છે. ૧૨ જાન્યુઆરી ૨૦૦૫ માં અમરીશ પૂરીજી એ પોતાનો અંતિમ શ્વાસ લીધો. તે મેલોડીસપ્લાસ્ટિક સિન્ડ્રોમ થી પીડિત હતા.
તમારામાંથી કદાચ ઘણા લોકોને ખબર નહી હોય કે અમરીશ પુરીની એક સુંદર દીકરી પણ છે જેનું નામ નમ્રતા છે. નમ્રતા બોલીવુડની ઝાકમ ઝોળથી ઘણી દુર છે. નમ્રતાએ ગ્રેજ્યુએશન પછી સોફ્ટવેર એન્જીનીયરીંગ માં માસ્ટર ડીગ્રી લીધી છે. જુવો નમ્રતાના થોડા ફોટા.
જુઓ વીડિઓ :
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.