વર્ષો પછી અમૃતા રાવનું છલક્યું દુઃખ, બોલી – મને તે ફિલ્મ માંથી કાઢવામાં આવી હતી, કારણ કે તેમાં…

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કોઈપણ ફિલ્મના શુટિંગ પહેલા કહેવું મુશ્કેલ હોય છે કે કોણ તેમાં મુખ્ય રોલમાં છે અને કોણ નથી. છેલ્લા દિવસોમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રી માંથી કાંઈક સમાચારો એવા આવી રહ્યા છે, કે અહિયાં ફિલ્મ સાઈન કર્યા પછી પણ કલાકારોને કોઈ કારણ જણાવ્યા વગર આઉટ કરી દેવામાં આવે છે, અને પછી તેના હાથ માંથી ફિલ્મ છીનવી લેવામાં આવે છે. હાલમાં જ તાપસી પન્નુએ પોતાના હાથ માંથી છીનવાઈ ગયેલી ફિલ્મ વિષે તો જણાવ્યું જ, પરંતુ અમૃતા રાવે પોતાની વર્ષો પહેલાની તકલીફ ખુલ્લી પાડી છે. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું છે વિશેષ છે?

બોલીવુડની અભિનેત્રી તાપસી પન્નુએ હાલમાં જ જણાવ્યું, કે તેને ‘પતિ પત્ની ઓર વો’ માં લેવામાં આવી હતી, પરંતુ તેને અચાનકથી કાઢીને અનન્યા પાંડેને લઇ લેવામાં આવી. આ આખા પ્રકરણ ઉપર તાપસી પન્નુએ નારાજગી વ્યક્ત કરી. અને હજુએ પ્રકરણ અટક્યું નથી કે બીજું પ્રકરણ સામે આવી ગયું. ફિલ્મ વિવાહની અભિનેત્રી અમૃતા રાવ તો બધાને યાદ જ હશે? ફિલ્મ વિવાહ પછી અમૃતા રાવ ક્યાંક ગુમ થઇ ગઈ હતી, પરંતુ હવે તે ફિલ્મ ઠાકરેથી કમબેક કરી ચુકી છે.

૬ વર્ષ પછી અમૃતા રાવને ફિલ્મોમાં મળ્યું કામ :

સુંદરતા અને અભિનયથી લોકો ઉપર પોતાની છાપ છોડવા વાળી અમૃતા રાવ કામ મેળવવામાં નિષ્ફળ રહી છે. અમૃતા રાવને બોલીવુડમાં ઘણું ઓછું કામ મળ્યું, અને તેને કારણે જ તે દિવસથી આજ સુધી બોલીવુડથી દુર થતી ગઈ. અમૃતા રાવ ૬ વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી ચુકી છે. અમૃતા રાવ પાસે આ સમયમાં મોટી ફિલ્મ ઠાકરે છે, જે ૨૫ જાન્યુઆરીએ રીલીઝ થઈ ચુકી છે. ફિલ્મ ઠાકરેમાં અમૃતા રાવ મુખ્ય રોલમાં છે, એટલે માનવામાં આવી રહ્યું છે કે હવે તેની ગાડી પાટા ઉપર આવી જશે.

વર્ષો પછી અમૃતા રાવે રજુ કર્યુ પોતાનું દુ:ખ :

બોલીવુડની અભિનેત્રી અમૃતા રાવ અત્યાર સુધી મૌન રહી અને હંમેશાથી જ મૌન રહેતી હતી, પરંતુ હવે તેમણે મૌન તોડ્યું છે. અને તેમણે મોટું નિવેદન આપ્યું છે, કે એક સમયે તેને ડાયરેક્ટરે ફિલ્મ માટે કાસ્ટ કરી હતી અને પહેલા વાર્તા પણ સંભળાવી હતી, પરંતુ પાછળથી તેમણે મને કોઈ કારણ વગર કાઢી નાખી. અમૃતા રાવે આગળ જણાવ્યું કે મને પાછળથી ખબર પડી કે કોઈ સ્ટાર કીડને ડેબ્યુ કરાવવા માટે મારી પાસેથી આ ફિલ્મ છીનવી લેવામાં આવી. હું નારાજ ન હતી, કેમ કે ડાયરેક્ટર મને સ્પષ્ટ નહિ જણાવે, તેવી મને આશા ન હતી.

મારું પણ બ્રેકગ્રાઉન્ડ હોત – અમૃતા રાવ :

અમૃતાએ હવે દુ:ખ રજુ કરતા કહ્યુ, કે જયારે મારી પાસેથી ફિલ્મ છીનવી લેવામાં આવી, ત્યારે મને અનુભવ થયો કે જો મારી પાસે પણ કોઈ ગોડ ફાધર હોત તો આજે હું ઘણું બધું કરી શકતી હતી. અમૃતા રાવે કહ્યું કે હું બધું જ શીખી, પરંતુ બસ એ ન આવડ્યું કે બોલીવુડમાં કામ કેવી રીતે કરી શકાય. તેથી હું પાછી પડી ગઈ. આમ તો અમૃતા રાવે એ પણ કહ્યું કે હું આ બધાથી ઘણું શીખી, પરંતુ ક્યારે પણ હાર નથી માની.