આ ખાશો તો અમર થઇ જશો જાણો શું છે આ અમૃત ભોજ? કેવીરીતે ઘરે બનાવાય

શું હોય છે અમૃત ભોજ, તમે પણ જાણો

એક “આહાર મિશ્રણ” નું વિવરણ આપવામાં આવેલ છે. આ મિશ્રણને ‘અમૃત ભોજ” કહેવામાં આવે છે કેમ કે તે અમૃત જેવું ગુણકારી છે.

સામગ્રી પ્રમાણ

ચણા ૧૫ ગ્રામ

મગફળી ૧૦ ગ્રામ

મગ ૮ ગ્રામ

મઠ ૬ ગ્રામ

મસુર ૬ ગ્રામ

તલ ૫ ગ્રામ

આ બધાને એક સાથે અંકુરિત (ફણગાવી) કરી લો. આ અંકુરિત મિશ્રણ પોષક તત્વો – પ્રોટીન, એંજાઈમ, ચરબી વગેરેથી ભરપુર હોય છે.

ધારો તો આદુ ને ઝીણું વાટીને તેમાં ભેળવી લો. ધારો તો સલાડની વસ્તુ જેવી કે ડુંગળી, ટમેટા, કાકડી, ગાજર, લીલા ધાણા, લીલા મરચા, બીટ, મૂળા, કોબી, પલકના પાંદડા અને લીંબુ વગેરે ભેળવી શકો છો. આ બધાને ઝીણું કાપીને અંકુરિત અમૃત ભોજનમાં ભેળવી લો અને લીંબુ નીચોવી લો. વાટેલું સિંધા મીઠું અને વાટેલા કાળા મરી પાવડર લો અને ખુબ ચાવી ચાવીને ખાવ.

શરૂઆતમાં થોડા દિવસો પચાવવામાં તકલીફ થશે કેમ કે કાચો ખોરાક પહેલા અંદરની આહાર પ્રણાલી ની શુદ્ધિ કરવા અને આંતરડાની કાર્ય પદ્ધતિમાં થોડો ફેરફાર કરવાનું કામ કરે છે. તેથી શરુના ૫-૬ દિવસ સુધી તેના સેવનથી પેટમાં ભારેપણા નો અનુભવ થાય તો કોઈ ચિંતા ન કરશો. એક અઠવાડિયામાં આપણી પાચન પ્રણાલી આ કાચા આહારને પચાવવાથી ટેવાઈ જાય છે. આ “અમૃત ભોજ” નું સેવન કોઈપણ ઉંમરના, કોઈપણ ઋતુમાં, પોતાની પાચન શક્તિ મુજબના પ્રમાણમાં કરી શકે છે. ગર્ભવતી મહિલાઓ માટે આ ખુબ ઉપયોગી છે.