અનંતમૂળ (કૃષ્ણા સારિવા) છે અનમોલ! શક્ય છે માથાના દુ:ખાવાથી એઈડ્સ સુધીના ઉપચાર

અનંતમૂળના ઔષધીય ગુણ અને પરિચય :

અનંતમૂળ દરિયા કિનારા વાળા પ્રદેશોથી લઈને ભારતના તમામ ડુંગરાળ વિસ્તારોમાં વેલ (લતા) ના સ્વરૂપમાં સરળતાથી મળી જાય છે. તે સફેદ અને કાળી, બે પ્રકારની હોય છે, જે ગોરીસર અને કાલીસરના નામથી સામાન્ય રીતે ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં તેને સ્વેત સારિવા અને કૃષ્ણ સારિવા કહે છે. તેની વેલ પાતળી મોટાભાગે જમીન ઉપર ફેલાતી, વૃક્ષ ઉપર ચડનારી અને ૫ થી ૧૫ ફૂટ લાંબી હોય છે. કાળા રંગની ચારે તરફ ફેલાયેલી શાખાઓ આંગળી જેવી મોટી હોય છે, જેની ઉપર ભૂરા રંગના રોમ લાગેલા હોય છે.

પાંદડા એક બીજા સામે અંડાકાર, આયાતકાર, ૧ થી ૪ ઈચ લાંબા સફેદ રંગની ધારિઓથી જોડાયેલ હોય છે. તે તોડવાથી દૂધ નીકળે છે, તેના ફૂલ નાના, સફેદ રંગના, તાજગી માટે, અંદરથી બે જાતના રંગ વાળા, ગંધ વગરના ઝુંડમાં લાગેલા છે.

લવિંગના આકારની પાંચ પાંખડીથી જોડાયેલ ફૂલ શરદ ઋતુમાં લાગે છે. નાની પાતળા ઘણા બધા ફળો ઓક્ટોમ્બર નવેમ્બર મહિનામાં લાગે છે, જે પાકે એટલે તૂટી જાય છે. તેના મૂળમાંથી કપૂર મિશ્રિત ચંદન જેવી ગંધ આવે છે. સુગંધિત મૂળ જ ઔષધીય કાર્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. વેલ (લતા) ના તાજા મૂળ તોડવાથી દૂધ નીકળે છે. (ગુજ્જુ ફેન ક્લબ)

જુદી જુદી ભાષાઓમાં નામ :

ભાષા – નામ

સંસ્કૃત – સરીવા, અનંતા, ગોપી, ગોપ કન્યા.

હિન્દી – અનંતમૂળ.

મરાઠી – શ્વેત ઉપલસરી.

ગુજરાતી – ઉપલસરી, કારડીયો, કુંડેર.

બંગાળી – શ્યામલતા, અનંતમૂળ, સરીવા.

પંજાબી – અનંતમૂળ.

અંગ્રેજો – હેમીડેસ્મમ, ઇન્ડિયન-સરસાપરીલા.

લેટીન – હેમીડેસ્મમ, ઇન્ડિકસ.

આયુર્વેદ મુજબ અનંતમૂળ મધુર, ઠંડા, સ્નિગ્ધ, ભારે, કડવા, મીઠા, તીખા, સુગંધિત, વીર્યવર્ધક (ધાતુનું વધવું), ત્રિદોષનાશક (વાત, પિત્ત ને કફ), લોહીને સાફ કરનાર (લોહીશુદ્ધ), પ્રતિકારક અને શક્તિ વધારનાર હોય છે.

તે સ્વેદજનક (પરસેવો લાવનાર), શક્તિદાયક, મૂત્ર વિરેચક (પેશાબ લાવનાર), ભૂખ વધારનાર, ત્વચા રોગનાશક, ધાતુપરીવર્તક હોવાને લીધે અરુચિ, તાવ, ખાંસી, લોહી વિકાર (લોહીની ખરાબી), મંદાગ્ની (અપચો), બળતરા, શરીરની દુર્ગંધ, ખંજવાળ, આમદોષ, શ્વાસ, વિશ, ઈજા અને તરસમાં ફાયદાકારક છે.(ગુજ્જુ ફેન ક્લબ)

પ્રમાણ :

અનંતમૂળના મૂળનું ચૂર્ણ ૩ થી ૬ ગ્રામ. વાટેલ લુગદી (પેસ્ટ) ૫ થી ૧૦ ગ્રામ.

માથાનો દુ:ખાવો :

અનંતમૂળના મૂળને પાણીમાં ઘસીને બનેલ લેપને ગરમ કરીને લગાવવાથી પીડા દુર થાય છે.

લગભગ ૬ ગ્રામ અનંતમૂળને ૩ ગ્રામ ચોપચીની સાથે ખાવાથી માથાનો દુ:ખાવો દુર થઇ જાય છે.

બળતરા :

અનંતમૂળના ચૂર્ણને ઘી માં શેકીને લગભગ અડધા ગ્રામ થી ૧ ગ્રામ સુધી ચૂર્ણ, ૫ ગ્રામ સાકર સાથે થોડા દિવસો સુધી સેવન કરવાથી ચેચક, ટાઈફોઈડ વગેરે પછી શરીરમાં થતી ગરમીની બળતરા દુર થઇ જાય છે.

તાવ :

અનંતમૂળના મૂળ, ખસ્સ, સુંઠ, કુટકી અને નાગરમોથા સૌને સરખા ભાગમાં ઉકાળો, જયારે આઠમાં ભાગ જેટલું વધે તો ઉતારીને ઠંડુ કરી લો. આ રાબને પીવરાવવાથી તમામ પ્રકારના તાવ દુર થઇ જાય છે.

ટાયફોઈડ :

અનંતમૂળના મૂળની છાલનું ૨ ગ્રામ ચૂર્ણ માત્ર ચુના અને કાથા લગાવેલ પાનની વચ્ચે મુકીને ખાવાથી ફાયદો થાય છે.

વાત-કફ તાવ :

અનંતમૂળ, નાની પીપર, દ્રાક્ષ, ખીરેટી અને શાલિપર્ણ (સરીવન) ભેળવીને બનેલ રાબ ગરમ ગરમ પીવાથી વાતનો તાવ દુર થઇ જાય છે.(ગુજ્જુ ફેન ક્લબ)

વાળનું ખરવું :

૨ ગ્રામ અનંતમૂળના મૂળનું ચૂર્ણ રોજ ખાવાથી માથાના વાળ ઉગી જાય છે અને સફેદ વાળ કાળા થવા લાગે છે.

લોહી વાળું દસ્ત :

અનંતમૂળનું ચૂર્ણ ૧ ગ્રામ, સુંઠ, ગુંદર કે અફીણને થોડા પ્રમાણમાં લઈને ડીસમાં સવારે અને સાંજે સેવન કરવાથી લોહી વાળું દસ્ત બંધ થઇ જીય છે.

મૂત્ર સાથે લોહી આવવું :

અનંતમૂળના મૂળનું ચૂર્ણ ૫ ગ્રામના ગીલોય અને જીરા સાથે લેવાથી બળતરા દુર થાય છે અને પેશાબ સાથે લોહી આવવાનું બંધ થઇ જાય છે.

નબળાઈ :

અનંતમૂળનું ચૂર્ણને વાયવિડીંગ સાથે ૨૦-૩૦ મી.લિ. સવાર સાંજ સેવન કરવાથી નબળાઈ મટી જાય છે.

પ્રદર રોગ :

૫-૬ ગ્રામ અનંતમૂળના ચૂર્ણને પાણી સાથે રોજ ૨ વખત સેવન કરવાથી પ્રદરમાં ફાયદો થાય છે.

પેશાબનો રંગ કાળો અને લીલો થવો :

જો પેશાબનો રંગ બદલવા સાથે સાથે કિડનીમાં પણ સોજો રહેતો હોય તો ૫ થી ૬ ગ્રામ અનંતમૂળનું ચૂર્ણ ગીલોય અને જીરા સાથે આપવાથી લાભ થાય છે.

હોઠ ફાટવા :

અનંતમૂળના મૂળ વાટીને હોઠ ઉપર કે શરીરના કોઈ પણ ભાગ ઉપર જ્યાં ત્વચા ફાટવાને કારણે જ લોહી નીકળતું હોય તેને લેપ કરવાથી લાભ થાય છે.(ગુજ્જુ ફેન ક્લબ)

એઇડ્સ :

અનંતમૂળના ફાંટ ૪૦ થી ૮૦ મી.લિ. ની રાબ ૨૦ થી ૪૦ મી.લિ. દિવસમાં ૩ વખત પીવો.

અનંતમૂળને કપૂરી, સાલસા વગેરે નામથી ઓળખવામાં આવે છે. તે ખુબ ઉત્તમ શોધક છે. અનંતમૂળના ચૂર્ણના સેવનથી પેશાબનું પ્રમાણ બે ગણું કે ચાર ગણું વધે છે. પેશાબનું વધુ પ્રમાણ હોવાથી શરીરને કોઈ નુકશાન થતું નથી. તે જીવનની શક્તિ વધારે છે, શક્તિ પૂરી પાડે છે.

તે મૂત્ર વિરેચન (મૂત્ર સાફ કરનાર) લોહી સાફ કરનાર, ત્વચાને સાફ કરે, સ્તન્યશોધ (મહિલાઓના સ્તનને શુદ્ધ કરવું), ઘાવ ભરવો, શક્તિ વધારવી, બળતરા દુર કરવી વગેરે ગુણોથી ભરેલ છે. તેનું ચૂર્ણ ૫૦ મી.ગ્રામના પ્રમાણમાં રોજ સવારે સાંજ ખાવ, તે સુજાક જેવા રોગોને દુર કરે છે.”

ગઠીયા રોગનો ઈલાજ :

લગભગ ૧ ગ્રામથી ચોથો ભાગ અનંતમૂળનું રોજ સેવન કરવાથી Arthritis રોગમાં ઉત્પન થતી ભોજનની અરુચિ (ભોજનની ઈચ્છા ન થવી) દુર થઇ જાય છે. Arthritis રોગમાં અનંતમૂળને કાપીને ૪૦ મી.લિ. રોજ સ્વર સાંજ રોગીને સેવન કરાવવાથી Arthritis રોગ સારો થાય છે.(ગુજ્જુ ફેન ક્લબ)

ગંડમાલા :

અનંતમૂળ અને વિડંગભેદને વાટીને પાણીમાં ભેળવીને રાબ બનાવીને રોગીને પીવરાવવું અને ગાંઠ ઉપર લગાડવાથી ગંડમાલા (ગળાની ગાંઠ) દુર થઇ જાય છે.(ગુજ્જુ ફેન ક્લબ)