ભારત ના ચમત્કારિક ધાર્મિક સ્થાનો નો પ્રભાવ મગરમચ્છ વેજીટેરીયન બની ગયો ખાય છે પ્રસાદ

ભારતમાં એવા ઘણા સ્થાનો છે જેના રહસ્યો આજે પણ અકબંધ છે. એવું એક રહસ્ય છે કેરલ ના અનંતપુરમ મંદિર, જેની રક્ષા કરે છે મગરમચ્છ. આ મગરમચ્છ ની ખાસ વાત એ છે કે તે સંપુર્ણ શાકાહારી છે અને ફક્ત પ્રસાદ જ ખાય છે. આ મંદિર ભગવાન વિષ્ણુ નું છે.

‘બબિઆ’ નામથી પ્રખ્યાત છે

કેરલ નું અનંતપુરમ મંદિર દુનિયાભરમાં મંદિરની રખેવાળી કરવાવાળા એક મગરમચ્છ ના કારણે ચર્ચામાં છે. ‘બબિઆ’ નામના મગરમચ્છ થી પ્રખ્યાત આ મંદિર માં તે માન્યતા છે કે જયારે આ ઝીલ માં એક મગરમચ્છ નું મૃત્યુ થાય છે તો રહસ્યમયી રીતે બીજો મગરમચ્છ પ્રગટ થઇ જાય છે,

પુજારીઓના હાથથી ખાય છે પ્રસાદ

‘બબિઆ’ મગરમચ્છ અનંતપુર મંદિર નું ઝીલ માં લગભગ ૬૦ વર્ષ થી રહ્યો છે ભગવાનની પૂજા પછી ભક્તો દ્વારા ચડાવેલ પ્રસાદ બાબિઆને ખવરાવવામાં આવે છે. પ્રસાદ ખવરાવવાની અનુમતિ ફક્ત મંદિરના સંચાલક ના લોકોને છે. માન્યતા છે કે આ મગરમચ્છ સંપૂર્ણ શાકાહારી છે અને પ્રસાદ તેના મોઢામાં નાખીને ખવરાવવામાં આવે છે.

મરવાના બીજે દિવસે જીવતો મળ્યો

માનવામાં આવે છે કે ૧૯૪૫ માં એક અંગ્રેજ સિપાઈ એ તળાવમાં મગરમચ્છ ને ગોળીથી મારી નાખ્યો અને અવિશ્વસનીય રીતે બીજા જ દિવસે તે મગરમચ્છ ઝીલમાં તરતો જોવા મળ્યો. થોડા દિવસો પછી અંગ્રેજ સિપાઈ નું સાપ કરડવાથી મૃત્યુ થઇ ગયું. લોકો તેને સાપના દેવતા અનંતનો બદલો માને છે. માનવામાં આવે છે કે જો તમે નશીબદાર છો તો આજે પણ આ મગરમચ્છ ના દર્શન થઇ જાય છે.

૭૦ થી વધુ ઔષધિઓ થી બની છે આ મંદિર ની ભગવાન વિષ્ણુ ની મૂર્તિ

આ મંદિર ની મૂર્તિઓ ધાતુ કે પત્થરની નથી પરંતુ ૭૦ થી વધુ ઔષધિઓ ની સામગ્રી માંથી બનેલી છે, આ પ્રકારની મૂર્તિઓને ‘કાદુ શર્કરા યોગમ’ ના નામથી ઓળખવામાં આવે છે.

આમ તો ૧૯૭૨ માં આ મૂર્તિઓ ને પંચલોહ ધાતુની મૂર્તિઓ થી બદલી નાખવામાં આવી હતી, પરંતુ હવે તેને બીજી વખત ‘કાદુ શર્કરા યોગ’ ના રૂપમાં બનાવવામાં માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આ મંદિર તિરુઅનંતપુરમ ના અનંત પદ્મનાભ સ્વામી નું મૂળ સ્થાન છે. સ્થાનિક લોકો ને વિશ્વાસ છે કે ભગવાન નો અહિયાં આવીને જ સ્થાપિત થયા છે.

વિડીયો

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.