બર્થડે પર દેખાયો અનન્યા પાંડેનો ગ્લેમરસ લૂક, ઝડપથી વાયરલ થયો વિડીયો

અનન્યા પાંડે બોલીવુડની સૌથી ક્યુટ અને નાની ઉંમરની હિરોઈનમાંથી એક છે. તેણે હાલમાં જ પોતાનો ૨૧મો જન્મ દિવસ ઉજવ્યો છે. અનન્યા પોતાના બર્થડે ઉપર કેટલી ખુશ હતી તેની ખબર તેના વાયરલ થઈ રહેલા વિડીયો અને ફોટા ઉપરથી પડે છે. અનન્યા બોલીવુડમાં સૌથી લાડલી માનવામાં આવે છે. તેને બોલીવુડમાં ડેબ્યુ કર્યાને એક વર્ષ પણ થયું નથી પણ તેની ફેન ફોલોઈંગ સતત વધતી જઈ રહી છે.

અનન્યાનો ૨૧મો જન્મ દિવસ ‘પતિ પત્ની ઓર વો’ ના સેટ ઉપર સેલીબ્રેટ કરવામાં આવ્યો. કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને બધા લોકોએ મળીને કેક કાપી અને ઘણી મસ્તી પણ કરી. અનન્યા સોશિયલ મીડિયા ઉપર હંમેશા મસ્તી ભરેલા વિડીયો શેયર કરતી રહે છે. અને પોતાના જન્મ દિવસ વખતે પણ અનન્યાએ ઘણી મસ્તી કરી. આ સમયે અનન્યા ઘણી ખુશ પણ જોવા મળી, અને હોય જ ને જન્મ દિવસ તો દરેક માટે સ્પેશ્યલ જ હોય છે.

મંગળવારના રોજ અનન્યાની આવનારી ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ ના સેટ ઉપર તેનો ૨૧ મો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો. અનન્યાના જન્મ દિવસની કેક કટિંગનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં અનન્યા પાંડેની ક્યુટનેસ જોવા મળી રહી છે. તેનું નટખટપણું તેના ફેંસને ઘણું પસંદ આવી રહ્યું છે. અહિયાં અનન્યા પાંડેએ કેક કાપતાની સાથે જ તેના ઉપર હાથ સાફ કરી દીધા. કેક કાપીને પોતે જ ખાઈ લીધી, તે ક્યુટ અંદાજ સોશિયલ મીડિયા ઉપર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

એક બીજો વિડીયો સામે આવ્યો છે, જેમાં અનન્યાએ બર્થડે ગર્લ વાળી રીબીન પહેરેલી છે અને ઘણી મસ્તીમાં ડાંસ કરતી જોવા મળી રહી છે. આ વિડીયો પણ અનન્યાના ફેંસ ઘણો શેયર કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, અનન્યા પાંડે, ચિંકી પાડે અને ભાવના પાંડેની દીકરી છે. તેમણે પણ અનન્યાનો પ્રેમથી જન્મ દિવસ વિશ કર્યો છે. અનન્યાના બાળપણના ફોટા ઈંસ્ટાગ્રામ એકાઉન્ટમાંથી શેયર કર્યો. ચંકી પાડેએ લખ્યું ટ્વિન્કલ ટ્વિન્કલ ઓલવેઝ માય લીટીલ સ્ટાર.

અનન્યા પાંડેનો જન્મ દિવસના સેલીબ્રેશન વાળો વિડીયો ઈંસ્ટાગ્રામ ઉપર તેના ફેન પેજ ઉપર શેયર કરવામાં આવ્યો છે. વિડીયોમાં આવનારી ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ ની આખી ટીમ જોવા મળી રહી છે. આમ તો તે ઉપરાંત અનન્યાએ બીજે ક્યાં ક્યાં બર્થડે સેલીબ્રેશન કર્યું તે અંગેનો હજુ સુધી કોઈ વિડીયો કે ફોટા સામે આવી નથી. તેના માટે તેની પાર્ટીના ફોટાની રાહ જોવી પડશે.

અનન્યાના બોલીવુડ ડેબ્યુની વાત કરવામાં આવે તો, કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ થી તેણે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં અનન્યા સાથે ટાઈગર શ્રોફ અને તારા સુતરીયા હતા. તારા સુતારીયાએ પણ આ ફિલ્મથી જ બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યાર પછી અનન્યા હવે કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર સાથે ‘પતિ પત્ની ઓર વો’ માં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર તો હજુ નથી આવ્યું, પણ થોડા પોસ્ટર જરૂર રીલીઝ કરી દેવામાં આવ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

વિડિયો : 1

વિડિયો : 2