ફક્ત આટલા રૂપિયામાં અંદમાનના સુંદર બીચ પર પસાર કરો 5 દિવસ અને 4 રાત, IRCTC આપી રહી છે ઓફર

મિત્રો હવે ઉનાળુ વેકેશન શરુ થવાને થોડા દિવસો જ બાકી રહ્યા છે. એવામાં ઘણા બધા લોકો ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હશે. ઘણા શ્રીમંત લોકો વિદેશ ફરવા જવાનું વિચારી રહ્યા હશે. અને જો તમે એટલા પૈસાદાર નથી પણ વિદેશના પ્રવાસ જેવો આનંદ મેળવવા માંગો છો, તો તમારા માટે ભારતનો અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ એકદમ ઉત્તમ સ્થળ છે.

અહીં તમને 100 % વિદેશ જેવો જ અનુભવ થશે. આ જગ્યા એટલી સુંદર અને રળીયામણી છે કે તમને ત્યાંથી પાછા આવવાનું મન પણ નહિ થાય. અને ત્યાં જવાનો ખર્ચ પણ વધારે નહિ થાય. કારણ કે ત્યાં પ્રવાસ જવા માટે આઈઆરસીટીસી એક ખાસ બજેટમાં આવે એવું ટૂર પેકેજ લઈને આવ્યું છે. આવો અમે તમને એના વિષે જણાવી દઈએ.

જો તમે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં ફરવા જવાની ઈચ્છા રાખો છો, પરંતુ એનો ખર્ચ વધારે હોવાને કારણે અને બજેટ ઓછું હોવાને કારણે નથી જઈ શકતા, તો આ સમય તમારા માટે બેસ્ટ છે. માટે તમે તરત જ અંદમાન જવાનું પ્લાનિંગ કરી લો. કારણ કે આઈઆરસીટીસી (IRCTC) પોતાના પર્યટકો માટે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહની યાત્રા માટે એક ખાસ ટુર પેકેજ લઈને આવ્યું છે.

આ પેકેજ સાથે તમે 5 દિવસ અને 4 રાત માટે અંદમાન દ્વીપ સમૂહના સુંદર ટયુરિસ્ટ સ્પોટ પર સમય પસાર કરી શકો છો. આ ટુરની બુકીંગ મે મહિનાની 30 તારીખ સુધી કરી શકાય છે. જો તમે આ ટ્રિપ પર જવાનું મન બનાવી રહ્યા છો, તો તમારી સુવિધાના હિસાબથી સ્ટાન્ડર્ડ પેકેજ અને કંફર્ટ પેકેજ પસંદ કરી શકો છો.

આ પેકેજમાં આ બધું શામેલ છે :

આઈઆરસીટીસી અનુસાર આ ટૂર દરમ્યાન પોર્ટ બ્લેયરમાં ત્રણ રાત માટે રોકાવા મળશે, અને હૈવલોક આઇલેન્ડ પર એક રાત તમારા આવાસની વ્યવસ્થા થશે. અંદમાન નિકોબારમાં પર્યટન સ્થળોનું ભ્રમણ, આવવા જવાની વ્યવસ્થા અને પર્યટક વાહનોના પ્રવેશની પરમિટ, ટિકિટ, લક્ઝરી ક્રુઝ ટિકિટ અને વન ક્ષેત્રમાં જ્યાં પણ આ પરમિટની જરૂર છે, એનો ખર્ચ બધું જ આ પેકેજમાં શામેલ છે.

આટલા રૂપિયાનું છે આ પેકેજ :

આ પેકેજમાં વિમાન/ટ્રેનનું ભાડું, વ્યક્તિગત ખર્ચ જેવા કે કપડાં ધોવા, ટેલિફોન કોલ, ટિપ્સ અને ગ્રેચ્યુટી(ઉપદાન), મિનરલ વોટર, વધારાના દર્શનીય સ્થળ અથવા વાહનનો વધારાનો ઉપયોગ, પેકેજમાં આપવામાં આવેલા કાર્યક્રમો સિવાય કોઈ સ્થિતિમાં કાર્યક્રમમાં થયેલ પરિવર્તન પર થયેલો ખર્ચ, પ્રાકૃતિક આપત્તિઓને કારણે આવનાર ખર્ચ, વાવાઝોડું, ભારે વરસાદ, પરિભ્રમણ અથવા રાજનૈતિક ગડબડ વગેરે કારણે જો કોઈ ખર્ચ વધે છે, તો તે યાત્રી પર ચાર્જ કરવામાં આવશે. એટલે કે તે બધું પેકેજમાં માન્ય નહિ રહે. આ ટુરની શરૂઆતની કિંમત 18,075 રૂપિયા છે (ડબલ શેયરિંગ) જેમાં જીએસટી પણ શામેલ છે.

માટે જો તમે ફરવા જવાનું વિચારી જ રહ્યા છો, તો અહીં ફરવા જવું જોઈએ. અહીંના કુદરતી દ્રશ્યો, એકદમ ચોખ્ખું ક્રિસ્ટલ ક્લીયર પાણી, શાંત વાતાવરણ અને પરિવાર તથા મિત્રોનો સાથ તમારા પ્રવાસને યાદગાર બનાવી દેશે.