દુનિયાનો સૌથી મોટો વિસ્ફોટક બેટ્સમેન બનવાનો છે પિતા, તુફાની બેટિંગથી IPL માં મચાવી હતી ધમાલ.

દુનિયાના સૌથી વિસ્ફોટક બેટ્સમેનની યાદીમાં ટોપ પર રહેતા આંદ્રે રસેલ ક્રિકેટ જગતમાં છગ્ગા મારવા માટે પ્રખ્યાત છે. આંદ્રે રસેલ પોતાની તુફાની બેટિંગથી બોલરોની રાતોની ઊંઘ ઉડાવી દે છે. એટલું જ નહિ, આંદ્રે રસેલ ક્રિકેટની દરેક પળને મસ્તી સાથે જીવે છે અને ઉભા ઉભા બોલને બાઉન્ડરી લાઈનની બહાર પહોંચાડવાની શક્તિ રાખે છે, જેના કારણે આખી દુનિયામાં એમના ફેન્સ રહેલા છે. આ કડીમાં એ જણાવી દઈએ કે, આંદ્રે રસેલના ઘરે ખુશખબર આવવાના છે, જેની જાણકારી એમણે પોતે સોશિયલ મીડિયા પર અનોખા અંદાજમાં આપી.

વેસ્ટઇંડીઝના ધાકડ બેટ્સમેન આંદ્રે રસેલે મેદાન પર જોરદાર પ્રદર્શન દેખાડ્યું છે, જેમની સામે મોટામાં મોટો બોલર પણ મૂક દર્શક બની જાય છે. અને જયારે તે બોલને હિટ કરે છે ત્યારે મેદાન પર રહેલા ખેલાડી ફક્ત મૂક દર્શક હોય છે.

હકીકતમાં, લોકો એવું પણ કહે છે કે, એમની બેટ પર બોલનો સંપર્ક થાય છે તો તે સીધો બાઉન્ડરી લાઈનની બહાર જ જાય છે. એટલું જ નહિ તે એકદમ આરામથી છગ્ગો મારવાની શક્તિ રાખે છે. પણ આજે આપણે એમના અંગત જીવન વિષે પણ વાત કરવાના છીએ, જેના વિષે એમણે પોતે જ પોતાના ફેન્સને જણાવ્યું છે.

પિતા બનવાના છે આંદ્રે રસેલ :

31 વર્ષીય આંદ્રે રસેલના ઘરે જલ્દી જ નાનું મહેમાન આવવાનું છે, જેની ખુશખબર એમણે પોતે સોશિયલ મીડિયા પર આપી હતી. આંદ્રે રસેલે પોતાની પત્ની સાથેનો એક વિડીયો શેયર કર્યો છે, જેમાં એમણે પોતાના આવનાર બાળક વિષે જણાવ્યું છે. રસેલે એક વિડીયો શેયર કર્યો છે, જેમાં તે પોતાની પત્ની સાથે અનોખા અંદાજમાં ક્રિકેટ રમતા દેખાઈ રહ્યા છે. આ ક્રિકેટમાં એમણે પોતાની પત્નીને બોલ નાખવા કહ્યું અને પછી પોતે બોલને આકાશમાં ઉડાવ્યો, અને તે બોલ આકાશમાં જઈને ગુલાબી ધુમાડામાં પરિવર્તિત થઈ ગયો.

તો આ બેબી ગર્લ છે – આંદ્રે રસેલ :

આંદ્રે રસેલે જયારે બોલને પોતાના બેટ વડે આકાશ તરફ ફેંક્યો તો બોલ ગુલાબી રંગના ધુમાડામાં પરિવર્તિત થઈ ગયો. એ પછી એમણે કહ્યું કે, એનો અર્થ એ છે કે, બેબી ગર્લ આવવાની છે. એટલે મારા માટે વધુ એક ગિફ્ટ. જોકે, આંદ્રે રસેલે કહ્યું કે મને આ વાતથી બિલકુલ ફરક નથી પડતો કે, બેબી ગર્લ થશે કે બેબી બોય થશે. સાથે જ એમણે કહ્યું કે, હું આ પળને જીવવા માંગુ છું અને મને ઘણી ખુશી છે કે હું પિતા બનવાનો છું.

આઈપીએલમાં મચાવી હતી ધૂમ :

કોલકાતા તરફથી રમવાવાળા આંદ્રે રસેલે આઈપીએલમાં જોરદાર ધૂમ મચાવી હતી. આંદ્રે રસેલ પોતાના દમ પર જ ગેમને ફેરવવાનું સાહસ રાખે છે, જેનું પ્રદર્શન તેમણે ઘણીવાર કર્યું છે. જણાવી દઈએ કે, આઈપીએલમાં આંદ્રે રસેલે જોરદાર સિક્સ માર્યા હતા, જેના કારણે જયારે પણ તે બેટિંગ કરવા માટે આવતા હતા, ત્યારે વિરોધી ટીમનો ઉત્સાહ ઓછો થઈ જતો હતો. કારણ કે તે ફક્ત બોલને બાઉન્ડરી લાઈનની બહાર પહોંચાડવાનું વિચારતા હતા. એવું લાગે છે કે, એમણે ફક્ત છગ્ગાનો જ ઘડીયો શીખ્યો છે. એવામાં લોકો ફરીવાર એમને આઈપીએલમાં જોવા માંગે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.