આ કારણે આંગળીમાં હીરા જડાવી રહી છે છોકરીઓ, બની ચુક્યો છે નવો ટ્રેન્ડ હવે વીંટી ખોવાશે નહિ

ભારતીય સંસ્કૃતિમાં ઘરેણાનું ચલણ ઘણું પહેલાથી ચાલી રહેલ છે. જુના સમયમાં સ્ત્રીઓ અને પુરુષો બન્ને જ શૃંગાર માટે જાત જાતના ઘરેણા પહેરતા હતા. સમય સાથે માણસની સભ્યતામાં ઘણું પરિવર્તન આવ્યું છે. રહેણી કહેણી બધું જ એકદમ બદલાઈ ગયું, પણ ઘરેણા પહેરવાનું ચલણ નથી બદલાયું.

હા, સમયે સમયે ઘરેણાની ડીઝાઈન અને પહેરવાની પદ્ધતિમાં જરૂર ફેરફાર આવ્યો છે. પણ તેમાં પણ મોટાભાગની ફેશન ઘણી વખત પુનરાવર્તન પણ કરવામાં આવ્યો છે.

જ્વેલરીને લઈને એક એવી ફેશન ઘણી વખત પુનરાવર્તિત કરવામાં આવી છે, તે છે પીયર્સિંગની ફેશન. પહેલાના સમયમાં તે લોકો પરંપરાગત નાક, કાન વિંધાવતા હતા. હવે લોકો ફેશન માટે નાક, કાનની સાથે આંખો અને નાભીમાં પીયર્સિંગ કરાવી રહેલ છે.

પણ તેમાં પણ આગળ હવે તો લોકો વચ્ચે સગાઈની વીંટી પીયર્સિંગ પણ ખુબ ઝડપથી પ્રખ્યાત થઇ રહેલ છે. ખાસ કરીને ઘણા કપલ્સ પોતાની સગાઈની વીંટી પોતાની આંગળીઓમાં જડાવી રહયા છે. આજે અમે આ નવી ફેશન વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

સાથી પ્રત્યે વફાદારી દર્શાવવાની નવી રીત :

ખાસ કરીને તે આજના સમયમાં પોતાના સાથી પ્રત્યે પ્રેમ દર્શાવવાની આ એક નવી અને જુદી રીત સાબિત થઈ રહી છે. ખાસ કરીને સાથી પ્રત્યે વફાદારી પૂર્વકના જીવનના પ્રતિક તરીકે પણ પહેરવામાં આવતી સગાઈની વીંટીની જગ્યાએ, હવે વીંટી પીયર્સિંગનું ચલણ છે. હવે લોકો પોતાની સગાઈની વીંટીને બદલે પોતાની આંગળીમાં વીંટી પીયર્સિંગ કરાવી રહેલ છે.

માનવામાં આવે છે કે આ એક બીજા પ્રત્યે આંતરિક વિશ્વાસને વધુ મજબુતી સાથે વ્યક્ત કરે છે. તેવામાં વીંટી પીયર્સિંગમાં તકલીફ તો થાય છે, પણ પછી જયારે વીંટી કાઢો છો તો આંગળીમાં ડાઘ રહી જાય છે અને તમે ધારો તો પણ તમારી સંબંધથી એકદમ જુદા નથી થઇ શકતા. આવી રીતે આ વચનના આશ્વાશનની જેમ છે.

વીંટી ખોવાઈ જવાનો ડર દુર થઇ જાય છે :

સામાન્ય રીતે બધાને વીંટી પહેરવાનો શોખ હોય છે, પણ વીંટી ખોવાઈ જવાના ડરથી ઘણા લોકો એ નથી પહેરતા. અને એવા લોકો માટે વીંટી પીયર્સિંગ ઉત્તમ વિકલ્પ છે. એવા લોકો વીંટી પીયર્સિંગ કરાવી શકે છે. તેના માટે ૨ પીસ જ્વેલરી કે મેટલ વાળા ફ્લેટ ભાગને ચામડીમાં અંદર નાખી દેવામાં આવે છે. તેવામાં હીરા અને મોઘી ધાતુઓની વીંટી પહેરવા વાળી છોકરીઓ ખાસ કરીને આ રીતને ઉપયોગમાં લઈ રહી છે. તેનાથી તેની વીંટી ખોવાઈ જવાનો ડર પણ દુર થઇ જાય છે.

એક રીપોર્ટનું માનો તો એક બ્રિટીશ કપલ લગભગ એક લાખ રૂપિયાની સગાઈની વીંટી પહેરે છે. તેવામાં જો આ વીંટી પીયર્સિંગ કરાવે તો તેનાથી વીંટી ખોવાઈ જવાનો ડર દુર થાય છે. અને તેનાથી તમારો પ્રેમ પણ ગાઢ બને છે.

આજે ફેશન તરીકે ભલે આ ચલણ ઝડપથી પ્રચલિત થઇ રહ્યું છે, પણ ચામડી નિષ્ણાંતોનું માનીએ તો વીંટી પીયર્સિંગ સ્કીન માટે યોગ્ય નથી. વીંટી પીયર્સિંગ વિષે ચામડી નિષ્ણાંતનું કહેવું છે, કે સ્કીન ઉપર કરવામાં આવેલ છિદ્ર અંગોને ખોટું પડ્યા વગર કરવામાં આવે છે.

તેવામાં તરત તો તકલીફ થાય જ છે, સાથે જ તેનાથી ચામડીને લગતી એલર્જી પણ થઇ શકે છે. સાથે જ એક વખત પીયર્સિંગ થઇ ગયા પછી તેને દુર કરવું મુશ્કેલ બને છે. અને આ સ્કીન ઉપર હમેશા માટે ડાઘ રહી જાય છે. તેવામાં ચામડી માટે પણ કોઈપણ રીતે યોગ્ય નથી.