આંગળીઓમાં ટચાકા ફોડવા આંગળીઓ ની આજુ બાજુ મસલ્સ ને ઘણો આરામ મળે છે તેથી ટચાકા ફોડવાની ટેવ દર બીજા માણસમાં હોય છે. જો કે આ ટેવ એક ભયાનક રોગને જન્મ આપે છે. જો તમને પણ તે ટેવ છે તો આવી રીતે છોડવો પોતાની આ ટેવ.
કેવી રીતે આંગળીઓમાં ટચાકા ફોડવામાં આવે છે :
ઓફિસમાં બેઠા બેઠા કે કઈક વાચતા કે લખતી વખતે તમે જાતેજ આંગળીઓને ફોડવી કે આંગળીઓ માં ટચાકા ફોડવા લાગો છો કે આવું કાર્ય દર બીજા માણસ કરે છે. આંગળીઓમાં ટચાકા ફોડયા પછી હાથ ને ખુબ આરામ મળે છે જેને કારણે લોકો ખુબ વધારે આંગળીઓમાં ટચાકા ફોડવા લાગ્યા છે. ઘણા લોકો ગરદન ના હાડકા ના સવારે સવારે ઉઠીને ટચાકા ફોડે છે. જો કે આવી રીતે હાડકા કે આંગળીઓમાં ટચાકા ફોડવા ખુબ નુકશાનકારક હોય છે. તો આવો આ લેખમાં જાણીએ આંગળીઓમાં ટચાકા ફોડવાથી થતા નુકશાન અને તે છોડવાની રીત.
આ કારણે છૂટે છે આ ટેવ :
લગભગ દરેક માણસ ને આ ટેવ હોય છે. જો કે આ ટેવ વિષે કોઈ કોઈ શીખવતું પણ નથી. તો એવામાં સવાલ ઉઠે છે કે આ ટેવ કેવી રીતે પડે છે? ખાસ કરીને આંગળીઓમાં ટચાકા ફોડવાથી સાંધા ની આજુ બાજુ ના મસલ્સ અને હાથ ને આરામ મળે છે. એટલા માટે લોકો લખતા વાચતા કે ઓફીસ અને અન્ય જગ્યાએ બેઠા બેઠા જ આંગળીઓમાં ટચાકા ફોડવા લાગે છે કેમ કે આમ કરવાથી તેમણે આરામ મળી જાય છે.
થાય છે ગઠીયાનો રોગ :
આંગળીઓમાં ટચાકા ફોડવાથી ગઠીયા જેવી ભયંકર બીમારી થાય છે. બ્રિટેન ના એક અંગ્રેજી સમાચાર પત્રમાં લખાયેલ એક રીપોર્ટ મુજબ આંગળીઓ ના હાડકાઓમાં ટચાકા ફોડવા ગઠીયાના રોગનું કારણ બને છે. આ રીપોર્ટ મુજબ આપણા હાડકા લીગામેંટ સાથે એક બીજા સાથે જોડાયેલી હોય છે જેને સાંધા કહે છે. આ સાંધા ની વચ્ચે એક દ્રવ્ય હોય છે જે આંગળીઓમાં ટચાકા ફોડતા સમયે ઓછું થઇ જાય છે. આ દ્રવ્ય સાંધા માં ગ્રીસ સમાન હોય છે જે હાડકાને એક બીજા સાથે ઘસાતા અટકાવે છે. એવા માં વારંવાર આંગળીઓમાં ટચાકા ફોડવાથી સાંધાની પકડ નબળી થઇ જાય છે. સાથે જ હાડકા ના સાંધા ઉપર રહેલા ઉતક પણ નાશ થઇ જાય છે જેના કારણે ગઠીયા જેવા રોગ થઇ જાય છે.
આવી રીતે અટકાવો :
આંગળીઓમાં ટચાકા ફોડવા આંગળીઓ ના હાડકા ના સાંધાને નુકશાન પહોચાડે છે. એવા માં આ ટેવ ને અટકાવવી ખુબ જરૂરી છે. આ ટેવ ને અટકાવવા માટે ધ્યાન આપો. જયારે પણ તમે વાચતા કે લખતા કે કામ કરતી વખતે આવું કરો છો તો તે સમયે પોતાની ઉપર ધ્યાન આપો. જો તમે ભૂલથી આંગળીઓમાં ટચાકા ફોડવા લાગો છો તો તરત છોડી દો. ભલે આગળીઓ કેટલો પણ દુઃખાવો કરી રહી હોય.
હાથને વ્યસ્ત રાખો :
આંગળીઓમાં ટચાકા ફોડવાથી પોતાને રોકવા માટે પોતાના હાથોને વ્યસ્ત રાખો. કેમ કે ઘણી વખત લોકો નવરાશના સમયે મેટ્રો કે બસમાં બેઠા બેઠા પણ આગળીઓમાં ટચાકા ફોડવા લાગે છે. તો આવી સ્થિતિમાં પોતાની આગળીઓમાં ટચાકા ફોડવા ને બદલે પેલીસ કે સિક્કા થી રમવાનું શરુ કરો. કે પછી ઓફીસ માં બેઠા બેઠા આમ કરો છો તો તે સમયે કઈક લખવાનું કે ચિત્ર બનાવવા લાગો. તેનાથી તમારા મગજનું ધ્યાન બીજી તરફ જશે અને થોડા જ દિવસોમાં તમારી આંગળીઓમાં ટચાકા ફોડવાની ટેવ છૂટી જશે. આ જાણકારીને શેયર કરો કે તમારા મિત્રોને પણ જણાવો.