આંગળીઓનું ધ્રુજવાના જુદી જુદી ઔષધિઓથી ઉપચાર જાણો

હાથ અને પગની આંગળીઓમાં ધ્રુજારી, આંગળીઓ નો કંપવાત કહે છે. રોગીની ઈચ્છા ન હોય તો પણ ધ્રુજતી રહે છે. હાથમાં ગ્લાસ, ચમચી વગેરે કોઈપણ વસ્તુ રોગી પકડી શકતો નથી. હરતા ફરતા સમયે પણ આંગળીઓ ધ્રુજે છે.

કારણ :

હાથ પગની આંગળીઓનું હલવું, બાળકોમાં ઝાળા , સ્ત્રીઓમાં ગર્ભવસ્થા દરમિયાન ઠંડી લાગવાથી કે કોઈ કારણસર ચુલ્લિકા ગ્રંથીને કાઢી નાખવાથી થાય છે.

જુદી જુદી ઔષધિઓથી ઉપચાર :

(1) લસણ : લસણના રસમાં વાયવિડંગને વાટીને ખાવાથી અને લસણથી મળતા તેલનું માલીશ કરવાથી આંગળીઓની ધ્રુજારી ઠીક થઇ જાય છે.

(2) ચકોતરા : લગભગ 10 થી 20 મી.લી. ચકોતરા (લીંબુવંશ નું એક ફળ) ના પાંદડાનો રસ સવાર સાંજ સેવન કરતા રહેવાથી આંગળીઓની ધ્રુજારી ઠીક થઇ જાય છે.

(૩) સુંઠ : મહારાસ્નાદી ક્વાથ માં સુંઠનું ચૂર્ણ ભેળવીને સવાર સાંજ પીવો અને રોજ રાત્રે 2 ચમચી એરંડિયાના તેલને દુધમાં ભેળવીને સુતા પહેલા સેવન કરવાથી આંગળીઓની ધ્રુજારીની તકલીફ દુર થઇ જાય છે.

(4) દૂધ : ચાર કળી લસણને દુધમાં સારી રીતે ઉકાળીલો, પછી તેના 2 ચમચી એરંડિયાનું તેલ ભેળવીને રોજ સુતા પહેલા સેવન કરવાથી આંગળીઓની ધ્રુજારી ઓછી થઇ જાય છે.

(5) ગાયનું ઘી : ગાયનું ઘી અને ગાયના ચાર ગણું દૂધ લઈને ઉકાળો પછી તેમાં સાકર ભેળવીને 3 થી 6 ગ્રામ અસગંધ નાગોરીનું ચૂર્ણની સાથે સવાર સાંજ પીવાથી આંગળીઓની ધ્રુજારી દુર થઇ જાય છે.

(6) જટામાસી : લગભગ 1 ગ્રામનો ચોથો ભાગથી લગભગ અડધો ગ્રામ જટામાસીને વાટીને રોજ બે થો ત્રણ વાર સેવન કરવાથી લાભ મળે છે.

(7) કુલચા : લગભગ 1 ગ્રામ નો ચોથો ભાગ સુદ્ધ કુલચાનું ચૂર્ણ સવાર સાંજ સેવન કરવાથી શરીરની ધ્રુજારી દુર થઈ જાય છે. રોગીને ખુબ રાહતનો અનુભવ થાય છે.

(8) અસગંધનાગૌરી : લગભગ 3 થી 6 ગ્રામ અસગંધ નાગૌરીને ગાય નું ઘી તેનું ચાર ગણું દુધમાં ઉકાળીને સાકર ભેળવીને રોજ પીવાથી આંગળીઓની ધ્રુજારી દુર થઇ જાય છે. તેનાથી રોગીને ઘણો લાભ મળે છે.

(9) તલ : તલના તેલમાં અફીણ અને આકંડાના પાંદડા ભેળવીને ગરમ કરીને લેપ કરવાથી હાથ પગની આંગળીઓની ધ્રુજારી દુર થઇ જાય છે.

(10) આશાકંદ : લગભગ 2 ગ્રામ આશાકંદનું ચૂર્ણ દૂધ સાથે લેવાથી હાથ પગની આંગળીઓની ધ્રુજારી ઠીક થઇ જાય છે.

(11) ગોરખમુંડી : હાથ પગની આંગળીઓની ધ્રુજારી દૂર કરવા માટે ગોરખમુંડી અને લવિંગનું ચૂર્ણ ખાવાથી રોગીને ફાયદો મળે છે.

(12) ભાંગરા : લગભગ ૨૦ ગ્રામ ભાંગરાના બી ના ચૂર્ણમાં 3 ગ્રામ ઘી ભેળવીને મીઠા દૂધ સાથે ખાવાથી હાથ પગની ધ્રુજારી દુર થઇ જાય છે.

(13) મોટી હરડે : હાથ પગની આંગળીઓની ધ્રુજારી દુર કરવા માટે મોટી હરડેનું ચૂર્ણ ખાવાથી રોગી નો રોગ ઠીક થઇ જાય છે.

છેલ્લે એક આયુર્વેદ ની અદભુત ટીપ્સ : જો પેશાબ કરતી વખતે દાંત ને જકડાવી ને મો બંદ રાખવા થી મોટી ઉમરે દાંત ધ્રુજવા ની તકલીફ થતી નથી.