જ્યાં સુધી મનમાં ગુસ્સો અને નકામી વાતો રહેશે, ત્યાં સુધી પ્રસન્નતા અને શાંતિ નથી મળી શકતી

શાંતિ અને પ્રસન્નતા મેળવવા માટે સૌથી પહેલા મનમાંથી ગુસ્સો અને નકામી વાતોને દૂર કરો

મોટાભાગના લોકો સવાર-સાંજ પૂજા કરે છે, પણ તેમનું મન શાંતિ નથી થઈ શકતું. આ સંબંધમાં એક કથા પ્રચલિત છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, કયા કારણોથી કોઈ વ્યક્તિનું મન શાંત નથી થઈ શકતું. આવો જાણીએ તે કથા.

પ્રચલિત કથા અનુસાર પહેલાના સમયમાં એક મહિલા સવાર-સાંજ પૂજા કરતી હતી. સાધુ-સંતોનું સમ્માન કરતી હતી, પણ તેને મનની શાંતિ મળી રહી ન હતી. એક દિવસ તેના ગામમાં પ્રસિદ્ધ સંત પહોંચ્યા. સંત ગામના લોકોને પ્રવચન આપતા હતા. જીવન પસાર કરવા માટે ઘરે ઘરે જઈને ભિક્ષા માંગતા હતા.

સંત તે મહિલાના ઘરે ભિક્ષા માંગવા પહોંચ્યા. મહિલાએ સંતને ખાવાનું આપતા કહ્યું કે, મહારાજ જીવનમાં સાચું સુખ અને આનંદ કેવી રીતે મળે છે? હું સવાર-સાંજ પૂજા કરું છું, પણ મારું મન શાંત નથી. કૃપા કરીને મારી મુશ્કેલી દૂર કરો. સંતે કહ્યું કે, આનો જવાબ હું કાલે આપીશ.

બીજા દિવસે સંત મહિલાના ઘરે ફરીથી આવવાના હતા. તે દિવસે મહિલાએ સંતના સત્કાર માટે ખીર બનાવી. તે સંત પાસેથી સુખ અને આનંદનું જ્ઞાન જાણવા માંગતી હતી. સંત મહિલાના ઘરે પહોંચ્યા. તેમણે મહિલાને ભિક્ષા આપવા માટે કહ્યું. મહિલા ખીર લઈને બહાર આવી. સંતે ખીર લેવા માટે પોતાનું કમંડળ આગળ વધારી દીધું.

મહિલા કમંડળમાં ખીર નાખવાની જ હતી, ત્યારે તેની નજર કમંડળની અંદર ગંદકી પર પડી. મહિલાએ કહ્યું, મહારાજ તમારું કમંડળ ગંદુ છે, તેમાં કચરો પડેલો છે.

સંતે કહ્યું કે, હાં આ ગંદુ તો છે, પણ તમે ખીર આમાં જ નાખી દો. મહિલાએ કહ્યું કે, નહિ મહારાજ આ રીતે તો ખીર ખરાબ થઈ જશે. તમે કમંડળ આપો, હું તેને ધોઈને સાફ કરી દઉં છું. સંતે પૂછ્યું કે, તેઓ અર્થ એમ કે જયારે કમંડળ સાફ હશે, ત્યારે જ તમે આમાં ખીર આપશો? મહિલાએ જવાબ આપ્યો કે, હા મહારાજ, આને સાફ કર્યા પછી જ હું આમાં ખીર આપીશ.

સંતે કહ્યું, બસ આજ રીતે જ્યાં સુધી આપણા મનમાં કામ, ક્રોધ, લોભ, મોહ, ખરાબ વિચારોની ગંદકી છે, ત્યાં સુધી તેમાં જ્ઞાન કઈ રીતે સમાવી શકાય?

જો આવા મનમાં ઉપદેશ નાખશો તો તે પોતાની અસર નહિ દેખાડી શકે. એટલા માટે ઉપદેશ સાંભળતા પહેલા આપણું મન શાંત અને પવિત્ર કરવું જોઈએ. ત્યારે જ આપણે જ્ઞાનની વાતો ગ્રહણ કરી શકીએ છીએ. પવિત્ર મન વાળા જ સાચું સુખ અને આનંદ પ્રાપ્ત કરી શકે છે.

કથાની શીખ :

આ કથાની શીખ એ છે કે, જો આપણે મન શાંત કરવા માંગીએ છીએ, તો આપણે ક્રોધ અને ખરાબ આદતોથી બચવું જોઈએ. જ્યાં સુધી મનમાં ક્રોધ અને ખરાબ આદતો ચાલતી રહેશે, ત્યાં સુધી તેમાં પ્રેમ અને શાંતિ નહિ પ્રવેશી શકે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.