અગુંઠામાં ચાંદીની રિંગ ધારણ કરતા જ બદલી જાય છે નસીબ, થઇ જાય છે શુક્ર ગ્રહ મજબૂત.

શુક્ર ગ્રહને મજબુત થવાથી મળે છે ચાંદ જેવી સુંદરતા અને ખુલી જાય છે નસીબના દ્વાર

કુંડળીમાં શુક્ર ગ્રહને મજબુત સ્થિતિમાં ન હોવાથી તેની અશુભ અસર તમારા જીવન ઉપર પડે છે અને તમારું કોઈપણ કાર્ય સફળ નથી થઇ શકતા. શુક્ર ગ્રહને મજબુત ન હોવાથી તમારા ધનમાં નુકશાન ત્વચામાં વિકાર, ગુપ્ત રોગ, કુટુંબીક જીવનમાં તકલીફો અને જીવનસાથી સાથે સંબંધ બગડવા જેવી સમસ્યા થવા લાગે છે. એટલા માટે જે લોકોની કુંડળીમાં આ ગ્રહ નબળો કે પછી અશુભ હોય, તો તે ગ્રહને મજબુત કરવા માટે ઉપાય કરો. જેથી તેને શુક્ર ગ્રહ સાથે જોડાયેલા લાભ મળી શકે અને એ ગ્રહના પ્રકોપથી તે બચી શકે.

શુક્ર ગ્રહ મજબુત હોવાથી મળે છે સુંદરતા :-

જે લોકોની કુંડળીમાં શુક્ર ગ્રહ મજબુત હોય છે, તેને અપાર સુંદરતા મળે છે અને જીવનમાં દરેક પ્રકારની સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે. શુક્ર ગ્રહને મજબુત થવાથી તમે એક સમુદાયિક જીવન જીવો છો. એટલા માટે તમે તમારા આ ગ્રહને મજબુત કરવા માટે નીચે જણાવેલા ઉપાયોને જરૂર અજમાવો.

શુક્ર ગ્રહને મજબુત કરવા માટે ઉપાય :

ચાંદી અને પ્લેટીનમના છલ્લા(રીંગ) ધારણ કરો

શુક્રનો સંબંધ આપણા હાથના અંગુઠાથી થાય છે અને આ ગ્રહને મજબુત કરવા માટે તમે તમારા અંગુઠામાં છલ્લા(રીંગ) ધારણ કરી લો. છલ્લા(રીંગ) ધારણ કરવાથી શુક્રની ખરાબ અસર દુર થવા લાગે છે. જ્યોતિષ મુજબ જે વ્યક્તિનો શુક્ર ગ્રહ નબળો હોય તે લોકો ચાંદીના કે પછી પ્લેટીનમના છલ્લા(રીંગ) ધારણ કરો. આ ધાતુના છલ્લા ધારણ કરવાથી શુક્રની અસર તમારા જીવનમાં સારી થવા લાગે છે અને તે ગ્રહ મજબુત થઇ જાય છે.

ચાંદી કે પ્લેટીનમની ધાતુના છલ્લા(રીંગ) ધારણ કરવાથી સકારાત્મક ઉર્જા પણ વધી જાય છે. આ બન્ને ધાતુના છલ્લાને ઘણા શુભ માનવામાં આવે છે. આમ તો તેને યોગ્ય સમયે અને યોગ્ય રીતે ધારણ કરવાથી તમને તેના ફળ મળે છે.

કેવી રીતે કરવું ધારણ :-

ચાંદી કે પ્લેટીનમની ધાતુના છલ્લા(રીંગ) ધારણ કરવાનો સૌથી ઉત્તમ દિવસ શુક્રવારનો હોય છે. એટલા માટે તમે ગુરવારની સાંજે કાચા દૂધમાં ગંગા જળ ભેળવી દો, પછી આ મિશ્રણની અંદર રીંગ નાખી દો, આખી રાત છલ્લાને આ મિશ્રણમાં રહેવા દો અને શુક્રવારની સવારે ઉઠીને સ્નાન કરી લો અને છલ્લાને સ્વચ્છ પાણીથી ધોઈ લો. પૂજા ઘરમાં આ છલ્લાને મૂકી દો અને પૂજા પાઠ કરો. પૂજા પાઠ કર્યા પછી છલ્લાને તમે ધારણ કરી લો. તમે આ છલ્લાને સૂર્યોદયથી લઇને સવારે આઠ વાગ્યા વચ્ચે જ ધારણ કરો.

સફેદ વસ્તુનું સેવન કરો :-

સફેદ રંગને શુક્ર સાથે જોડાયેલો માનવામાં આવે છે અને આ રંગની વસ્તુને જીવનમાં ઉમેરો કરવાથી શુક્ર મજબુત બની જાય છે. એટલા માટે તમે સફેદ રંગની વસ્તુ જેવી કે સાબુદાણા, દૂધ, ખીર, અને દહીંને વધુ ખાવાનું શરુ કરી દો. આ ઉપાય કરતા જ તમારો શુક્ર ગ્રહ મજબુત બનવા લાગી જશે.

મીઠાનું દાન કરો :-

સફેદ મીઠાનું દાન કરવાથી પણ શુક્ર ગ્રહની યોગ્ય અસર તમારા જીવનમાં પડવા લાગી જાય છે. એટલા માટે મહિનામાં એક વખત શુક્રવારના દિવસે ગરીબ લોકોને સફેદ રંગના મીઠાનું દાન કરો. મીઠા ઉપરાંત તમે સફેદ રંગના કપડાનું દાન પણ કરી શકો છો.

ઈલાયચી વાળા પાણીથી સ્નાન કરો :-

શુક્રવારના દિવસે તમે મોટી ઈલાયચીના પાણીથી સ્નાન કરો. ઈલાયચીના પાણીથી સ્નાન કરવા માટે તમે થોડા પાણીમાં થોડી ઈલાયચીને ઉકાળી લો અને પછી આ પાણીને તમે સ્નાન વાળા પાણીમાં ભેળવી દો. આ પાણીથી તમે સ્નાન કરી લો અને સ્નાન કરતી વખતે તમે ૐ द्रां द्रीं द्रौं सः शुक्राय नमः। મંત્રના જાપ કરો. આ ઉપાય કરવાથી પણ શુક્ર ગ્રહ તમારી કુંડળીમાં બળવાન થઇ જશે અને તમને કોઈ પણ પ્રકારની તકલીફો નહિ રહે.

આ માહિતી ન્યુઝ ટેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.