નાના બાળકો માં આ એક ટેવ હોય છે, આ પ્રયોગથી છોડી દેશે બાળક અંગુઠા ચુસવાનું

બાળક માટે અંગુઠો ચૂસવાની ટેવ અચાનક છોડાવવી થોડી મુશ્કેલ હોય છે આ ટેવ વર્ષો થી વિકસેલી હોય છે આપણે તે નથી વિચારી શકતા કે તે થોડી વારમાં દુર થતી નથી જયારે તેને તેમ કરવાથી રોકી શકાય છે તો તે રોઈને આખા ઘરમાં ધમાલ મચાવી દે છે. ક્યારેય પણ ધાકધમકી થી કોઈ કામ કે તરત નાં પાડી દેવાના કામ નાં કરો.

ઘણી માતાઓ તો મજબુર થઈને પોતાના બાળકનો અંગુઠો જાતે જ તેના મોઢામાં નાખી દે છે હવે જે પણ હોય બાળક તરફથી તથા તેવી માતાઓ ની આવી ટેવ જરાપણ સારી ન ગણાય. અમુક બાળક તો પોતાની બધી જ આંગળીઓ પોતામાં મોઢામાં નાખી દે છે તો કોઈ કોઈ પોતાની હથેળીને ચૂસ્યા કરે છે.

શિશુમાં કેવી રીતે છોડાવવી અંગુઠો ચૂસવાની ટેવ શું તમે તમારા શિશુને મોઢામાં અંગુઠો દબાવીને ચુસતો જોઇને ચિંતામાં આવી જાવ છો. ઠીક છે હવે તેથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી કેમ કે તેનો સરળ ઉપાય હવે મળી ગયો છે જેનાથી શિશુ તે ટેવ થોડી વારમાં છોડી દેશે અંગુઠા ચૂસવા વાળા બાળકની જૂની અને સામાન્ય ટેવ છે આવું કરવાથી એન્ડોફીન્સ નામનું દ્રવ્યનું ઉત્પાદન થાય છે જેનાથી શિશુનું મગજ શાંત થઇ જાય છે અને તેને જલ્દી ઊંઘ આવી જાય છે.

ક્યારેક ક્યારેક આવું કરવાથી કોઈ સમસ્યા ઉભી થતી નથી પણ સતત અંગુઠો ચૂસતા રહેવાથી નખની ગંદકી પેટમાં જવાથી શિશુ બીમાર થઇ શકે છે

જો તમારા શિશુની અંગુઠા ચૂસવાની ટેવ છોડાવવી છે તો આ ઉપાયને જરૂર અપનાવો.

(1) બાળક સામે ક્યારેય ગુસ્સો કે અકળામણ ન દેખાડો તેનાથી બાળકને ગુસ્સો આવશે અને તેનાથી તે તેને ટેવ વધશે.

(2) માર્કેટમાં ઘણા પ્રકારની વસ્તુ મળે છે જેનાથી બાળકની ચામડી અને નખને બચાવી શકાય છે તેનાથી મોઢામાં નિપ્પલ કે શુગર કેંડી નાખી દો જેનાથી તે તેના અંગુઠાને મોઢામાં ન નાખે તેનું ધ્યાન અંગુઠા તરફથી દુર થઈને રમકડા, પલ્લજ કે ગીતો તરફ આકર્ષિત કરે.

(૩) જે પણ તમારું બાળક કરવાનું કહે તેને ક્યારેય ધ્યાન બહાર ન કરો કહેવામાં આવે છે કે બાળક ત્યારે અંગુઠો ચૂસે છે જયારે તે ચિંતામાં હોય છે માટે તેની કોઈ વાતને નકારો નહી.

(4) કુદરતી તેલ એટલે કે લીંબડો કે સરસીયાનું તેલ તેના અંગુઠા ઉપર લગાવી દો જયારે તેને તેનો અંગુઠો કડવો લાગશે તો તે જાતે જ અંગુઠો ચુસવાનું બંધ કરી દેશે આવી રીતે થોડા દિવસો ચલાવો અને ફરક જુવો.

(5) જયારે પણ તે એકલાપણું અનુભવે તો તેને કોઈ કામ કરવાનું આપી દો અને જયારે તે તે કામમાં સફળ થાય તો તેને શાબાશી આપો. તનાથી તે પુરસ્કૃત અનુભવશે અને અંગુઠો ચુસવાનું બંધ કરી દેશે.

(6) બાળકના અંગુઠાને તેના મોઢામાં જુઓ ત્યારે તેને બન્ને હાથીથી થતા કામમાં લગાવી દો તે કામ હોઈ શકે છે સોફ્ટ ટોયને પકડવું, ચોપડી વાચવી કે પછી રમકડા રમવા કે તમે એની સાથે નાની રમતો રમો.

(7) તમે બાળકને અંગુઠાને બેંડ એડ, ટેપ કે પછી આંગળી વાળા પપેટથી બાંધી રાખો તો બાળકને અંગુઠો ચૂસવામાં એટલી મજા નહી આવે. સુતી વખતે જો તમારું બાળક અંગુઠો ચૂસી રહ્યું છે તો તમે સોક્સનો ઉપયોગ પણ કરી શકો છો.

(8) અંગુઠા ઉપર લીંબુનો રસ લગાવી દો અમુક બાળક લીંબુનો રસ પસંદ નથી કરતા જો તેના અંગુઠા ઉપર ઘણો બધો લીંબુનો રસ લગાવી દો તો બની શકે કે તમારું બાળક અંગુઠો ચુસવાનું બંધ કરી દે.

(9) બાળકના અંગુઠામાં લીંબડાના પાંદડા ને વાટીને લગાવી દો તે જયારે પણ અંગુઠો ચૂસવાનો પ્રયત્ન કરશે તો તેને કડવું લાગશે અને પછી ધીમે ધીમે અંગુઠો ચુસવાનું છોડી દેશે. કડવું લાગવાથી તે રોઈ પણ શકે છે પણ તમે તમારા હ્રદયને મજબુત બનાવી રાખો.

(10) બાળકના અંગુઠા ઉપર ફેમાઈટ (એક દુર્ગંધ મારતો પાવડર) નો લેપ લગાવી દો કાળા મીઠાને વાટીને તેનો લેપ પણ લગાવી શકો છો.

(11) બાળકની વારંવાર ખાવાની વસ્તુ જેમ કે ફળ, તરબૂચનો રસ, ગાયનું દૂધ વગેરે પોષક, આહાર તરીકે આપો.

(12) બજારમાં મધથી ભરેલા નિપ્પલ મળે છે બાળકની ટેવ છોડાવવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે પણ જરૂર સિવાય તેનો ઉપયોગ ન કરો.

(૧૩) થંબ ગાર્ડનો ઉપયોગ કરો તે પ્લાસ્ટીકનો પીસ હોય છે જે અંગુઠામાં ફીટ થઇ જાય છે અને તે અંગુઠો ચૂસવાની ટેવમાં ઘણે અંશે સીમિત રાખે છે. તેની ઉપર બળજબરી આપણા બાળક ઉપર કરવાથી તેના મન ઉપર ખરાબ અસર પણ પડી શકે છે. માટે સાવધાન રહો.