એક બિઝનેસમેન જેવી આયોજિત અને ફિલ્મી હીરોની જેમ રોમાન્ટિક હતી અનિલ અંબાણી અને ટીના મુનિમની લવ સ્ટોરી.

જાણો કેવી રીતે મિલન થયું એક બિઝનેસમેન અને ફિલ્મી હિરોઇનનું, ખુબ રોમાન્ટિક છે આ બંનેની લવ સ્ટોરી

વિશ્વના સૌથી ધનિક લોકોમાં શામેલ છે અનિલ અંબાણી અને તેની પત્ની ટીના મુનિમ, તેમનો ઉલ્લેખ થતાંની સાથે જ તેમની લવ સ્ટોરી વિષે જાણવાની ઈચ્છા થાય છે. એક ઉદ્યોગપતિ અને અભિનેત્રીના પ્રેમની વાર્તા આ મુજબ છે.

આજે ટીના અંબાણી એટલે કે ટીના અંબાણીના જન્મદિવસ ઉપર તમને તેની સુંદર લવ સ્ટોરી વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

તે બંને ગુજરાતી પરિવારમાંથી આવે છે. પરંતુ ટીનાનો પરિવાર ખૂબ પરંપરાગત ન હતો, જ્યારે અનિલ અંબાણીનો પરિવાર તેના મૂળ સાથે ખૂબ જ જોડાયેલ છે.

તમે આશ્ચર્ય પામી શકો છો કે આ દંપતીને એક સાથે હોવામાં શું મુશ્કેલી થઇ પડતી હતી? પરંતુ હકીકતમાં, એક બીજાથી અજાણ આ બંને પરફેક્ટ કપલ્સ બનવાની સફર ટીના અને અનિલ માટે સરળ ન હતી.

થોડી મુશ્કેલીઓ અને આનાકાની પછી આખરે ભગવાને તેમની જોડી બનાવી જ આપી. આજે, તે બંને ખુબ જ પ્રેમાળ હૃદય, સુંદર અને પ્રેમાળ સંબંધો માટે એક ઉદાહરણ છે.

આ પ્રેમ પ્રથમ નજરનો ન હતો :-

અનિલ અંબાણીએ ટીનાને એક લગ્નમાં જોયો હતો, પરંતુ અનિલના કહેવા પ્રમાણે, તેને પ્રથમ નજરમાં પ્રેમનો અનુભવ થયો ન હતો. ખરેખર, અનિલ અંબાણીની નજર ટીનાની સાડીના રંગ ઉપર સ્થિર હતી. જે સાડીનો રંગ હતો, તેની તરફ ધ્યાન ખેંચાઈ રહ્યું હતું અનિલ અંબાણીનું, એવું બન્યું હતું કે સંપૂર્ણ લગ્નના કાર્યક્રમમાં એકલી ટીના જ હતી, જેણે કાળા રંગની સાડી પહેરી હતી. ફરી વખતે બંને ફિલાડેલ્ફિયામાં મળ્યા.

અનિલની ઓળખાણ ટીના સાથે બીજા કોઈએ કરાવી હતી અને તેણે ટીના સાથે તેના મનની વાત પણ કરી હતી. પરંતુ તે સમયે ટીના સ્ટાર હતી અને તેને અજાણ્યા માણસોની આવી વાતો સાંભળવાની ટેવ પડી ગઈ હતી. તેથી, તેણે અનિલને ખૂબ જ સરળ રીતે ના પાડી દીધી હતી.

જો કે ટીનાએ અનિલની ઓફર ના મંજૂર કરી દીધી હતી, પરંતુ આ વાર્તા હજી પૂરી થઈ નથી. 1986 માં, ટીનાની ફરી વખત અનિલના ભત્રીજા દ્વારા કરવામાં આવી, જેણે તેની ઉપર આ ‘ગુજરાતી છોકરા’ ને મળવા માટે દબાણ કર્યું હતું. ટીના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી હતી અને તે સમયે કોઈને મળવા માટે તૈયાર ન હતી. તેથી જ તે અનિલને મળવા માટે રાજી થઇ, પરંતુ તારીખ આગળ વધારતી રહી.

આખરે તે દિવસ આવ્યો જ્યારે બંને મળ્યા હતા. તે તેમના જીવનનો સૌથી મહત્વપૂર્ણ વળાંક સાબિત થયો. પ્રખ્યાત ટેક શો Rendezvous માં સિમી ગ્રેવાલ સાથે વાત કરતી વખતે ટીનાએ તેની પહેલી મીટિંગ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પહેલી વાર મળ્યા પછી અનિલ વિશે શું વિચાર્યું, જણાવે છે કે, હું જે લોકોને હું મળી ચુકી હતી, તે પુરુષો એવા નહોતા, કારણ કે મોટા ભાગના તે છોકરાઓને મળતી હતી, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હતા. અમે એક જેવી જ ભાષા બોલતા હતા, સંપૂર્ણ રીતે નહીં પરંતુ અમે લગભગ સમાન વાતાવરણમાં જીવતા હતા.

આ ટોક શોમાં અનિલે પણ તેની પહેલી મીટિંગ સાથે જોડાયેલા અનુભવો શેર કર્યા.

‘જ્યારે તમે ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિને મળો છો, ત્યારે તમને તેમના વિશે કેટલાક વિચારો હોય છે. હું તે ઉદ્યોગના ઘણા લોકોને ઓળખું છું, પરંતુ તેણીની વાત અલગ હતી. તેને મળ્યા પછી મનમાં ને મનમાં તેમના પ્રત્યે આકર્ષણ ઉભું થયું.

કૌટુંબિક દબાણ :-

જ્યારે બે લોકો પ્રેમમાં હોય છે, ત્યારે તેમના માટે બધું એટલું સરળ નથી હોતું. અને તે બંને ઉપર પણ એ વાત બરોબર લાગુ પડે છે. જ્યારે અનિલના પરિવારને અફેરની જાણ થઈ ત્યારે તે વધુ ખુશ ન થયા. તેની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લઈને પોતાના અલગ વિચારો હતા.

અનિલે તેના પરિવારના સભ્યોને સમજાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા કે ટીના એક સરળ છોકરી છે, પરંતુ અંબાણી પરિવાર તેમના નિર્ણય ઉપર મક્કમ હતા. અંતે, જ્યારે અનિલે ટીનાને તેના ઘરના સંજોગો જણાવ્યા, તો કાંઈ પણ પૂછ્યા વગર ટીનાએ બધુ સમજી લીધું. આ પછી, બંનેએ ચાર વર્ષ સુધી એકબીજા સાથે વાત કરી નહીં. અનિલ સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો. તેઓ જણાવે છે કે તે સમયે તેમને કેવું લાગ્યું હતું, તે ખૂબ પીડાદાયક હતું. ઘણું ગુમાવવાની પીડા!

ટીના પણ આ સંબંધ તૂટતાં ભારે દુઃખી હતી. તેણીએ ફિલ્મની બાકી રહેલ કામગીરીઓ પૂર્ણ કરી ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરવા અમેરિકા જતી રહી.

આ દરમિયાન, તેમણે એક બીજા સાથે કોઈ સંપર્ક ન કર્યો, જ્યાં સુધી કે એક દિવસ અનિલે ટીનાને ફોન કર્યો. તેણે ટીવી ઉપર જોયું કે લોસ એન્જલસમાં તીવ્ર ભૂકંપ આવ્યો હતો. તે સમયે ટીના લોસ એન્જલસમાં જ હતી. અનિલ ખૂબ જ ચિંતિત હતો અને તેણે ટીનાના સમાચાર લેવા કોલ કર્યો. અને જેવું જ તેણે સાંભળ્યું કે તે સારું છે, અનિલે ફોન કાપી દીધો. તેણે ફોન રાખતાંની સાથે જ ટીના આશ્ચર્યચકિત થઈ ગઈ.

વર્ષોના મૌન પછી તે ફોન આવવો ટીના માટે તે સરળ નહોતું. ટીના જણાવે છે કે તે કોલ પછી તેની પ્રતિક્રિયા શું હતી, ‘હું તે સમયે ખૂબ જ અસ્વસ્થ હતી અને રડી રહી હતી. મને આશ્ચર્ય થયું કે આ છોકરાએ મને કેમ ફોન કર્યો, કેમ મારા જીવનમાં ફરી આવ્યો અને તમામ બાબતોનું ફરી વખત પુનરાવર્તન કેમ કર્યું?

‘તેને ચિંતા હતી કે હું સારી છું કે નહીં. પરંતુ તેણે વાતચીત પૂરી પણ ન કરી. ઓછામાં ઓછું તે એટલું તો કરી શકતો હોત કે તે વાતચીત પૂર્ણ કરી લેત.

ટીનાની વાતનો જવાબ અનિલ કાંઈક આવી રીતે આપે છે અને તેના રીએક્શનને બરાબર ગણાવે છે, ‘વાત કરવાનું કંઈ બાકી નહોતું. તે સીસકીઓમાં થતી વાતચીત બની જાય છે, જ્યારે તમે 3-4 વર્ષ પછી કોઈની સાથે વાત કરો, જેને તમે ખૂબ ચાહે છે.

અને જ્યારે અંબાણી પરિવારે આ સંબંધને ‘હા’ કહ્યું :

જોકે અનિલના લગ્ન માટે ઘણા સંબંધો આવતા રહેતા હતા, પરંતુ તેમાંથી કોઈને પણ અનિલે પસંદ ન કરી. તેને તેનો સાચો પ્રેમ મળી ગયો હતો અને તે ટીના હતી. ઘણાં વર્ષો સુધી પ્રયાસ કર્યા પછી, અનિલે અંતે તેણે પોતાનો સાચો પ્રેમ મેળવી લીધો હતો અને તે ટીના હતી. ઘણા વર્ષો પ્રયાસ કર્યા પછી અનિલે છેવટે પોતાના પરિવારને મનાવી લીધો કે ટીના તેના માટે પરફેક્ટ છોકરી છે.

જ્યારે અંબાણી પરિવારે તેમના લગ્ન માટે ‘હા’ કહી દીધું ત્યારે અનિલે ટીનાને જાણ કરવા માટે ફોન કર્યો કે તે ક્યારે ભારત આવી રહી છે, તે હજી પણ લોસ એન્જલસમાં રહતી હતી. ટીના કહેતી રહી કે તે જલ્દીથી પાછી આવી જશે, પરંતુ હવે તેણીને ફિલ્મ ઉદ્યોગમાં કોઈ મિત્ર ન હતા, તે પોતાનું આવવાનું મોકૂફ રાખતી રહી. તેણે વધુ અપેક્ષાઓ રાખી ન હતી. દર અઠવાડિયે, તે વચન આપતી રહેતી હતી કે તે આવતા અઠવાડિયે આવી જશે. જ્યારે આ 6 અઠવાડિયા સુધી આમ જ ચાલતું રહ્યું ત્યારે અનિલે તેને કહ્યું કે જો તે નહીં આવે તો તે હવે તેને ફોન નહીં કરે.

આ વિશે ટીનાની પ્રતિક્રિયા કંઈક આવી હતી, ‘તે સમયે મને સમજાયું કે કંઈક ચાલી રહ્યું છે અને મારે તે ગુમાવવું ન જોઈએ નહીં. હવે મારે પાછા જવું જોઈએ અને આવતા અઠવાડિયે હું પાછી આવી ગઈ. જ્યારે તે આવી ત્યારે અનિલ અંબાણીએ તેને તેના માતાપિતા સાથે પરિચય કરાવ્યો. ખરેખર, તેના મનમાં એક સંપૂર્ણ યોજના હતી, એક ઉદ્યોગપતિ વાળી.

અનિલ તેની યોજના વિશે જણાવે છે, ‘તેના ભારત આવતા પહેલાં મેં એક સંપૂર્ણ યોજના બનાવી હતી. ક્યા દિવસે તેને મારા માતાપિતાને મળવાનું છે, કયા દિવસે અમે સગાઈ કરીશું, કયા દિવસે અમે લગ્ન કરીશું અને કઇ જગ્યાએ.

એક માણસ ઘણી વાર પ્રસ્તાવ મૂકતા પહેલા ઘણી બધી વસ્તુઓ કરે છે. ખબર નહી અનિલે તેના વિશે વિચાર્યું હતું કે નહીં, પરંતુ આ દરખાસ્ત ટીનાને આશ્ચર્યચકિત કરી રહી હતી. અનિલ થોડો સમય રૂમમાં ગયો અને તેનો ભાઈ મુકેશ અંબાણી અંદર આવ્યો અને ટીનાને પૂછ્યું કે તે આવતા મહિને લગ્ન કરવા માટે શું વિચારે છે? હા, તેવું જ થયું. અનિલે ટીનાને ખૂબ જ ખાસ રીતે પ્રસ્તાવ મોકલ્યો.

તેઓએ આ બધું આવી રીતે જણાવ્યું, ‘હું ખારમાં તેના ઘરે ગયો. ટીનાની બહેન અને બનેવી હતાં. તે બંને મને જોઈને સ્તબ્ધ થઈ ગયા, તેઓને ખબર નહોતી કે અહીં મુંબઇમાં શું ચાલી રહ્યું હતું. તેના બનેવી તેની માતાને કહેવા અંદર ગયા. તે પણ મને જોઈને ચોંકી ગઈ. મેં કહ્યું, તમે તમારી દીકરી ટીનાને ખૂબ પ્રેમ કરો છો, તેણે કહ્યું, હા, જો તેવું છે, તો પછી તમે તેને અહીં તમારી પાસે રાખી શકો છો, નહીં તો હું તેની સાથે લગ્ન કરવા ઇચ્છું છું.’ આ પ્રસ્તાવ થયાના 6 અઠવાડિયા પછી બંનેના લગ્ન થઈ ગયા.

પછી ધામધૂમ સાથે થયા લગ્ન

અનિલ અને ટીનાનાં લગ્ન ખૂબ ખર્ચાળ અને વૈભવી હતાં. તે પરંપરાગત ભારતીય લગ્ન જેવા હતા. અહિયાં આ પ્રેમી દંપતીને સુભેચ્છા આપવા માટે દરેક ત્યાં હતા. ઘણા લોકો આ સંબંધના સાક્ષી બન્યા. તેમના લગ્ન પરંપરાગત ગુજરાતી શૈલીમાં થયા હતા. તેમના લગ્ન આજે પણ કેટલાક મોટા શાહી લગ્નમાંના એક છે. તેમને બે પુત્રો છે – જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી. તેમના પુત્રો જાહેરમાં ઓછા દેખાય છે. ટીનાના કહેવા પ્રમાણે, બંનેનો ઘણી સાદગી સાથે ઉછેર કરવામાં આવ્યો છે.

જ્યારે ટીનાને પૂછવામાં આવ્યું કે તે સંયુક્ત કુટુંબમાં રહેવા વિશે શું અનુભવે છે, જ્યારે તે ન્યુક્લીયર કુટુંબમાં રહેવાથી ટેવાયેલી છે, ત્યારે તેણે કહ્યું, ‘મને જોઈતી બધી સ્વતંત્રતા છે, જે હું ઈચ્છું છું. મેં જાતે જ બંધનો નક્કી કર્યા છે. હું માનું છું કે આપણી સંસ્કૃતિ અને સમાજમાં તે માત્ર એક છોકરો જ નથી કે જેની સાથે તમે લગ્ન કરી લો છો. કુટુંબ લગ્નનો એક ભાગ છે અને મારો ઉછેર એવી રીતે થયો છે કે આ બધું મારા માટે તે મુશ્કેલ ન હતું.

‘ઘણી ખુશીઓ, બે સુંદર બાળકો, એક સુંદર લગ્ન.’

અનિલ અને ટીના અંબાણીની લવ સ્ટોરી સરળ નહોતી, પરંતુ તેઓ અપેક્ષા મુજબ એકબીજાની સાથે જળવાઈ રહ્યા. કેમ કે તેને આશા હતી, તેમની વચ્ચે એક લાંબુ કમ્યુનિકેશન અંતર હતું, તેમ છતાં તેમના દિલ હંમેશા જોડાયેલા રહ્યા હતા. આ સાચો પ્રેમ હતો, જે તે તમામ મુશ્કેલીઓ છતાં લગ્ન કરી શક્યા. સાચું કહું તો આ દંપતીની પ્રેમની એક ખૂબ જ સુંદર કહાની છે.

અમે આશા રાખીએ છીએ કે તેઓ જીવનભર એકબીજા સાથે હસતાં રહે અને ટીના અંબાણીને જન્મદિવસની શુભકામનાઓ. આવી જ રીતે અંબાણી પરિવારમાં ખુશીઓ ફેલાતી રહે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.