અનિલ અંબાણીએ પરિવાર સાથે કર્યા બદ્રીનાથ-કેદારનાથ ધામના દર્શન, અડધો કલાક કરી પૂજા-અર્ચના, જુઓ ફોટા

આપણો દેશ હિંદુ મંદિરોથી ભરેલો છે. દેશમાં હિંદુ ધર્મના અનેક મોટા મોટા મંદિરો આવેલા છે, અને મોટી સંખ્યામાં લોકો તેના દર્શન કરવા માટે જતા હોય છે. દરેક મંદિરનું પોત પોતાનું અલગ મહત્વ હોય છે. એવામાં ભારતના મહત્વના મંદિરોમાં બદ્રીનાથ અને કેદારનાથને સ્થાન મળેલું છે. અને હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર આ મંદિર સાથે જોડાયેલા એક સમાચાર ઘણા વાયરલ થઈ રહ્યા છે.

એ સમાચાર કાંઈક આ પ્રકારના છે કે, હાલમાં જ અનિલ અંબાણી અને તેમનું કુટુંબ બદ્રીનાથ અને કેદારનાથના દર્શન માટે ગયા હતા. અને તેમણે બંને સ્થળો ઉપર ઘણો સમય પસાર કર્યો હતો, સાથે જ તે મંદિરોમાં પૂજા પાઠ કરીને દેવોના આશીર્વાદ મેળવ્યા હતા.

ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ સહપરિવાર બદ્રીનાથ અને કેદારનાથના દર્શન કર્યા. હેલીકોપ્ટરમાં બેસીને અનિલ અંબાણી, તેમના પત્ની ટીના અંબાણી અને પુત્ર અંશુલ અંબાણી સાથે કેદારનાથ ધામ દર્શન માટે ગયા હતા. અહિયાં શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના સંચાલકોએ તેમનું સ્વાગત કર્યું.

લગભગ દોઢ કલાક કેદારનાથ ધામમાં રોકાયા પછી તે બદ્રીનાથ ધામ માટે રવાના થયા. રવિવારે સવારે દસ વાગ્યે ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ પોતાના પરિવાર સાથે કેદારનાથ ધામમાં બાબાનો રુદ્રાભિષેક કર્યો. તેમણે બાબા કેદારના દર્શન કરીને લગભગ અડધો કલાક સુધી એમની પૂજા અર્ચના કરી.

ત્યાર પછી તેમણે મંદિર સમિતિના કર્મચારીઓ પાસેથી ભેંટ અને પ્રવાસની જાણકારી પણ લીધી. મંદિર સમિતિ તરફથી તેમને પ્રસાદ, રુદ્રાક્ષની માળા અને અંગવસ્ત્ર ભેટની આપવામાં આવી. એ અવસર પર પુજારી કેદાર લિંગ, લેખક આર.સી.તિવારી, વરિષ્ઠ પ્રશાસન અધિકારી રાજકુમાર નૌટીયાલ, મંદિરના સુપરવાઈઝર યદુવીર પુષ્યવાણ, વેદપાઠી આશારામ નૌટીયાલ, સંચાલક પ્રદીપ સેમવાલ, અરવિંદ શુક્લા, પારેશ્વર ત્રિવેદી વગેરે હાજર હતા.

લગભગ અડધો કલાક કેદારનાથ રોકાયા પછી હેલીકોપ્ટર દ્વારા જ તેઓ બદ્રીનાથ ધામ ગયા. બદ્રીનાથ મંદિર સભા મંડપમાં અનિલ અંબાણીએ સહપરિવાર લગભગ પંદર મિનીટ સુધી ભગવાન બદ્રીનાથની વિશેષ પૂજા કરી. ધર્માધિકારી ભુવન અનીયાલે તેમની પૂજા પૂરી કરાવી.

બદ્રીનાથના રાવલ (મુખ્ય પુજારી) ઈશ્વરી પ્રસાદ નંબુદરીએ તેમને બદ્રીનાથનો પ્રસાદ આપ્યો. આ વખતે ઉપ મુખ્ય કાર્યધિકારી સુનીલ તિવારી, સહાયક મંદિર અધિકારી રાજેન્દ્ર ચોહાણ, સંજય ભટ્ટ, વિશ્વનાથ, કેદાર સિંહ રાવત, દફેદાર કૃપાલ સનવાલ, મંજેશ ભુજવાણ, હરેશ જોશી વગેરે હાજર હતા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.