અનિલ અંબાણીએ જે કંપની માટે દીકરા અનમોલને ગણાવ્યો હતો લકી, હવે આવી છે તેની હાલત.

અનિલ અંબાણીની મુખ્ય કંપનીમાંથી એકમાં તેમનો દીકરો બન્યો ડાયરેક્ટર, જાણો પછી શું થયું તે કંપનીનું.

રિલાયંસ ગ્રુપના પ્રમુખ અનિલ અંબાણીની ઘણી કંપનીઓ દેવાના ભાર નીચે દબાયેલી છે. તેમાંથી એક રિલાયન્સ કેપિટલ પણ છે. અનિલ અંબાણીએ રિલાયન્સ કેપિટલ માટે દીકરા અનમોલને લકી ગણાવ્યો હતો, પરંતુ હવે આ કંપની દેવાની જાળમાં ફસાયેલી છે.

અનમોલને માન્યો લકી : વર્ષ 2016 ની વાત છે, રિલાયન્સ ગ્રુપના માલિક અનિલ અંબાણીએ પોતાના દીકરા અનમોલનો રિલાયન્સ કેપિટલના નવા ડાયરેક્ટરના રૂપમાં પરિચય કરાવ્યો હતો. તેની સાથે જ અનિલ અંબાણીએ જણાવ્યું કે, અનમોલ પોતાની સાથે ઘણું સારું ભાગ્ય લાવ્યો છે. અનિલ અંબાણીએ રિલાયન્સ કેપિટલના શેયરનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, બોર્ડમાં જોડાયા પછીથી કંપનીના શેયરના મૂલ્યમાં 40 ટકાનો વધારો થયો છે. ત્યારે તેમણે આશા રાખી કે ‘અનમોલ ઇફેક્ટ’ આગળ પણ ચાલતી રહેશે.

દેવાના ભાર નીચે દબાઈ રિલાયન્સ કેપિટલ : અનિલ અંબાણીના દીકરાની ‘અનમોલ ઇફેક્ટ’ વધારે દિવસ સુધી ટકી શકી નહિ. વર્ષ 2017 સુધી જે રિલાયન્સ કેપિટલના શેયરનો ભાવ 800 રૂપિયાના સ્તર પર હતો, તે હવે 10 રૂપિયાના સ્તર પર આવી ગયો છે. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં કંપનીના શેયરનો ભાવ 5 રૂપિયાથી પણ નીચે જતો રહ્યો હતો.

તે પ્રમાણે જોવામાં આવે તો રોકાણકારોને 95 ટકાથી પણ વધારે નુકસાન થઇ ચુક્યું છે. કંપનીના માર્કેટ કેપિટલની વાત કરીએ તો તે 260 કરોડના નજીક છે. તમને જણાવી દઈએ કે, રિલાયન્સ કેપિટલ અનિલ અંબાણીના રિલાયન્સ સમૂહની મુખ્ય કંપની છે. તેના પર કુલ નાણાકીય બોજ 20 હજાર કરોડ રૂપિયાથી વધારે છે. દેવાના કારણે કંપની વેચાણ પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. ગયા ડિસેમ્બર ત્રિમાસિક સત્રમાં કંપનીને કુલ 4018 કરોડની ખોટ ગઈ હતી.

અનમોલ અંબાણી વિષે : અનિલ અંબાણીના મોટા દીકરા અનમોલ અંબાણીએ પોતાનું શરૂઆતનું ભણતર મુંબઈની જોબ કૈનન સ્કૂલમાંથી કર્યુ છે. ત્યાર બાદ તે બ્રિટેનના વારવિક બિઝનેસ સ્કૂલમાં ભણવા નીકળી ગયા. તેમણે પોતાના કરિયરની શરૂઆત 2014 માં રિલાયન્સ મ્યુચુઅલ ફંડથી કરી. પછી રિલાયન્સ કેપિટલ બોર્ડમાં જોડાઈ ગયા. સામાન્ય રીતે અનમોલ અંબાણી લાઇમલાઈટથી દૂર રહે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તે પોતાની એક ટ્વીટને કારણે ચર્ચામાં આવી ગયા હતા જેમાં તેમણે લોકડાઉન અંગે વાત કરી હતી.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.