અનિલ કપૂર દ્વારા ભજવવામાં આવેલ આ 10 રોલે કર્યા હશે તમને દિવાના, એમાંથી એકે અપાવ્યો નેશનલ એવોર્ડ

અનીલ કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા છે. અનીલ કપૂરનો જન્મ 24 ડીસેમ્બર 1956 ના રોજ થયો હતો. હવે તે 63 વર્ષના થઈ ગયા છે. વધતી ઉંમર છતાં પણ અનીલ કપૂર પોતાની તાજગી અને સ્ફૂર્તિ માટે ઓળખાય છે. અનીલ કપૂરે અત્યાર સુધી ૧૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તે ઉપરાંત તેમણે આંતરરાષ્ટ્રીય ફિલ્મ અને ટીવી શો માં કામ કરીને ઇંડિયાનું નામ ઉજવળ કર્યું છે.

અનીલ કપૂરે પોતાની ૪૦ વર્ષની કારકિર્દીમાં અભિનેતા અને નિર્માતા તરીકે ૬ ફિલ્મ અને બે આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યા છે. અનીલ કપૂરે પોતાની કારકિર્દીની શરુઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તેના પિતા સુરેન્દ્ર કપૂર એક ફિલ્મ નિર્માતા હતા. આજે અમે તમને અનીલ કપૂરની ઉત્તમ ભૂમિકાઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેને લીધે તે સુપરસ્ટાર બન્યા.

પાત્ર – અરુણ વર્મા :

ફિલ્મ મેરી જંગ – ૧૯૮૫ :

ઉત્તમ ડાયલોગ્સ ગંભીર રોમાંસ અને એક્શનથી ભરપુર ફિલ્મ ‘મેરી જંગ’ અનીલ કપૂરની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં અનીલ કપૂરે અરૂણ વર્માની ભૂમિકા ભજવી હતી. જેમાં તે એક દીકરાની તમામ જવાબદારીઓ સંપૂર્ણ રીતે નિભાવતા જોવા મળ્યા હતા. સાથે જ અનીલ કપૂરે આ ફિલ્મમાં એક ભાઈની ભૂમિકા પણ ભજવી હતી. આ ફિલ્મમાં અનીલ કપૂર દ્વારા પરિપક્વ અંદાઝમાં કોર્ટ રૂમમાં રજુ કરવામાં આવતી દલીલોએ લોકોને તેને સાચા વકીલ સમજવા માટે મજબુર કરી દીધા હતા.

આ ફિલ્મમાં અનીલ કપૂરની જોરદાર એક્ટિંગે તેને મોટા મોટા હીરોની લાઈનમાં લાવીને ઉભા કરી દીધા. આ ફિલ્મમાં અનીલ કપૂરની એક્ટિંગ સૌથી સારી એક્ટિંગ માનવામાં આવી છે. ‘મેરી જંગ’ ફિલ્મ માટે અનીલ કપૂરને સર્વશ્રેષ્ઠ અભિનેતા ફિલ્મ ફેયર એવોર્ડ માટે નોમીનેટ કરવામાં આવ્યા હતા.

પાત્ર – અરુણ વર્મા :

ફિલ્મ – મિસ્ટર ઇંડિયા – ૧૯૮૭ :

તમને ‘મિસ્ટર ઇંડિયા’ના ડાયલોગ્સ ‘મોગેમ્બો ખુશ હુવા’ તો યાદ જ હશે. ‘મિસ્ટર ઇંડિયા’ ને જેટલા મોગેમ્બો માટે યાદ કરવામાં આવે છે એટલા જ લોકોને આ ફિલ્મના મુખ્ય કલાકાર અરુણ વર્મા પણ યાદ છે. આ ફિલ્મમાં અનીલ કપૂરે સાચા મનના બેરોજગાર અને અનાથાલય ચલાવવા વાળા અરુણ વર્માનું પાત્ર ભજવ્યું હતું.

પાત્ર : મહેશ દેશમુખ (મુન્ના) :

ફિલ્મ : તેજાબ ૧૯૮૮ :

આજે પણ જો તેજાબ ફિલ્મનું નામ લેવામાં આવે છે તો માધુરી દીક્ષિત ઉપર ફિલ્માંવેલુ ગીત બધાને યાદ આવી જાય છે. પરંતુ આ ફિલ્મમાં મહેશ દેશમુખ ઉર્ફે મુન્નાના પાત્રમાં અનીલ કપૂરને પણ નથી ભૂલી શકાતું. તેજાબ ફિલ્મમાં શરુઆતથી અંત સુધી અનીલ કપૂર જોવા મળે છે. આ ફિલ્મમાં અનીલ કપૂરને પોતાના ઉત્તમ અભિનય માટે બેસ્ટ કલાકારનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

પાત્ર : લખન પ્રતાપ સિંહ :

ફિલ્મ : રામ લખન (૧૦૮૯) :

આજે પણ રામ લખન ફિલ્મનું નામ લેવામાં આવે છે તો તેનું એક ગીત સૌની જીભ ઉપર આવી જ જાય છે. ‘સજનો કા સજન મેરા નામ લખન’ આ ગીત અનીલ કપૂર ઉપર ફિલ્માવવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં અનીલ કપૂરે લખન પ્રતાપ સિંહની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં એવા ઘણા બધા સીન છે જેમાં અનીલ કપૂર એક્ટિંગના બળ ઉપર રાજ કરતા જોવા મળે છે.

પાત્ર : રાજુ :

ફિલ્મ : બેટા (૧૯૯૨) :

તમે લોકોને ફિલ્મ ‘બેટા’ તો યાદ જ હશે. આ ફિલ્મનો મુખ્ય કલાકાર રાજુ એટલો ભોળો છે કે, પોતાની સાવકી માં ના કારસ્તાનોને પણ સમજી નથી શકતો અને પોતાની સાવકી માતાને સગી માતાથી પણ વધુ પ્રેમ કરે છે. આ ફિલ્મમાં અનીલ કપૂરના ઉત્તમ અભિનય માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાના ફિલ્મ ફેયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પાત્ર : શક્તિ ઠાકુર :

ફિલ્મ : વિરાસત (૧૯૯૭) :

પિતાની સંપત્તિ ઉપર દીકરાનો અધિકાર હોય છે. તે માત્ર ફિલ્મોમાં જ નહિ પરંતુ વાસ્તવિક જીવનમાં પણ હોય છે. પણ વિદેશમાં ભણેલા ગણેલા શક્તિ ઠાકુર તે બધી વાતોમાં વિશ્વાસ નથી રાખતા. તે લંડનમાં રહેવા માંગે છે અને પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવા માંગે છે. પણ જયારે તેના પિતાને મળવા ગામમાં આવે છે તો તે અહિયાંનો બનીને રહી જાય છે. આ ફિલ્મ માટે અનીલ કપૂરને ફિલ્મ ફેયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત આ ફિલ્મ માટે અનીલ કપૂરને ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતા માટે નોમીનેટ કરવામાં આવ્યા હતા.

પાત્ર : વિક્રાંત કપૂર :

ફિલ્મ : તાલ (૧૯૯૯) :

તાલ ફિલ્મના વિક્રાંત કપૂરની તીખી અને અલગ હાસ્ય આજે પણ લોકોને હજુ સુધી યાદ છે. આ ફિલ્મમાં સાથી કલાકારનું પાત્ર નિભાવવા છતાં પણ અનીલ કપૂર મુખ્ય અભિનેતા ઉપર ભારે પડે છે. આ ફિલ્મ માટે અનીલ કપૂરને સર્વશ્રેષ્ઠ સાથી કલાકાર ફિલ્મ ફેયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

પાત્ર : મેજર જયદેવ રાજવંશ :

ફિલ્મ : પુકાર (૨૦૦૦) :

આ ફિલ્મમાં અનીલ કપૂરે દેશ ઉપર જીવ કુરબાન કરવા વાળા સિપાહીની ભૂમિકા નિભાવી હતી. અનીલ કપૂરનું આ પાત્ર પોતાના દેશની તરફ ઉભા થતા દરેક હાથોને કાપવાની શક્તિ ધરાવે છે. આ ફિલ્મમાં અનીલ કપૂરના જોરદાર અભિનય માટે તેને નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પાત્ર : શિવાજી રાવ :

ફિલ્મ : નાયક (૨૦૦૧) :

આ ફિલ્મમાં અનીલ કપૂર ૧ દિવસના મુખ્યમંત્રીની ભૂમિકા નિભાવે છે. આ ફિલ્મમાં એક્શન રોમાન્સ દીકરાનો માતા પ્રત્યે પ્રેમ બધું જ જોવા મળે છે. આ ફિલ્મમાં અનીલ કપૂરને અભિનય માટે ફિલ્મ ફેયર એવોર્ડથી સર્વશ્રેષ્ઠ અભિનેતાની કેટેગરીમાં નોમીનેટ કરવામાં આવ્યા હતા.

પાત્ર : મજનુ ભાઈ :

ફિલ્મ : વેલકમ (૨૦૦૭)

આ ફિલ્મમાં અનીલ કપૂરે એક ઘણી જ અલગ ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં અનીલ કપૂરે એક અંડરવર્લ્ડ ડોનની ભૂમિકા ભજવી હતી જે લોકોને હસાવી હસાવીને લોથપોથ કરી દે છે. તેમાં અનીલ કપૂરે પોતાના અભિનય દ્વારા લોકોનું ઘણું મનોરંજન કર્યું હતું. આ ફિલ્મ માટે પણ અનીલ કપૂરને સાથી કલાકારોની યાદીમાં નોમીનેટ કરવામાં આવ્યા હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.