અનિલ કપૂરે બનાવી આવી બોડી કે ફોટા જોઈને તમારું મોં ખુલ્લું રહી જશે.

63 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એવી બોડી બનાવી કે આજકાલના યુવાનો પણ શરમાઈ જાય, જુઓ ફોટા.

બોલીવુડ અભિનેતા અનિલ કપૂર પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાની ફિટનેસને લઈને પણ ઘણા ચર્ચામાં રહે છે. અનિલ કપૂર 63 વર્ષના થઈ ગયા છે, પણ આ ઉંમરમાં પણ તે એટલા જબરજસ્ત અને ફિટ છે કે તેમની અડધી ઉંમરના એક્ટર પણ તેમની સામે પાણી ભરે. તેમની ફિટનેસના દરેક વ્યક્તિ કાયલ છે. અનિલ કપૂર આ ઉંમરમાં પણ પોતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખે છે, અને આ વાતનો પુરાવો તેમનો લેટેસ્ટ ફોટો છે, જે તેમણે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો છે.

હાલમાં જ અનિલ કપૂરે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર બે ફોટા શેયર કર્યા છે, જે તેમના વર્કઆઉટ પછીના છે. આ ફોટામાં અનિલ કપૂર પોતાના બાઇસેપ્સ ફ્લૉન્ટ કરતા દેખાઈ રહ્યા છે. આ ફોટામાં અનિલ કપૂરે કેસરી રંગની ટી-શર્ટ પહેરી રાખી છે, અને તે અરીસામાં પોતાને જોતા દેખાઈ રહ્યા છે. અનિલ કપૂર આ ફોટામાં ઘણા ફિટ અને હેંડસમ દેખાઈ રહ્યા છે. અનિલ કપૂરના આ ફોટા પર ઈશાન ખટ્ટર, વરુણ ધવન, સુનિલ શેટ્ટી, હર્ષવર્ધન કપૂર વગેરે લોકોએ પણ કોમેન્ટ કરીને તેમની બોડીની પ્રશંસા કરી છે.

જોકે આ પહેલી વાર નથી જયારે અનિલ કપૂરે પોતાનો બોડીનો ફોટો શેયર કર્યો હોય. અનિલ કપૂર આ પહેલા પણ ઘણી વાર પોતાના વર્કઆઉટના ફોટા શેયર કરી ચુક્યા છે. આ ફોટા પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે, અનિલે લોકડાઉનમાં પણ પોતાની ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે.

આ ફોટો શેયર કરતા તેમણે લખ્યું હતું, ‘જો તમે એ પૂછી રહ્યા છો કે આવી બોડી બનાવવા માટે તમારે સપ્લીમેંટ્સ પર ઘણા બધા પૈસા ખર્ચ કરવા પડશે, તો તેનો જવાબ છે ના. મેં આ બોડી બનાવવા માટે કોઈ સપ્લીમેંટ્સ નથી લીધા. હું અને મારો ટ્રેનર માર્ક આ બોડી બનાવવા માટે ઘણા વર્ષોથી મહેનત કરી રહ્યા છીએ. અમે 6 વર્ષથી સાથે છીએ અને મારી બોડી પર મહેનત કરી રહ્યા છીએ.’

અંતમાં અનિલ કપૂરે લખ્યું, ‘પોતાના શરીરને મજબૂત કરો, પોતાને ફ્લેક્સિબલ કરો. પોતાના શરીરને પ્રેમ કરો. આપણી પાસે આ સમયથી સારો અવસર કદાચ પાછો નહિ આવે.’

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.