અનિલ કપૂરનું ઘર નથી કોઈ જન્નતથી ઓછું, ઠાઠ સાથે જીવે છે રાજાઓ વાળું જીવન

અનીલ કપૂરનું નામ બોલીવુડના એ અભિનેતાઓમાં જોડાયેલું છે જે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ હેન્ડસમ થતા જાય છે. સાથે જ તે વાતમાં તો કોઈ શંકા નથી કે તે ઉત્તમ કલાકાર છે. ૬૩ વર્ષની ઉંમરમાં અનીલ કપૂરનું એનર્જી લેવલ જોવા જેવું છે. તેના એનર્જી લેવલને જોઈને આજના યુવાનો શરમાઈ જાય છે. અનીલ કપૂરને જોઈને કોઈ પણ નથી કહી શકતા કે, તેની સોનમ અને રિયા કપૂર જેવી બે દીકરીઓ છે. અનીલ કપૂર આ બધા ઉપરાંત આનંદી સ્વભાવ માટે ઓળખાય છે.

અનીલ કપૂરે પોતાની કારકિર્દીમાં એકથી એક ચડીયાતી હીટ ફિલ્મોમાં કામ કર્યું છે. અનીલ કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક એવા કલાકાર છે જે હોલીવુડમાં પણ જાણીતા છે. આટલા વર્ષોની સખત મહેનત પછી તે આજે આ સ્થાન ઉપર પહોંચ્યા છે એ તેમની મહેનતનું જ પરિણામ છે. આજે તે કરોડોના માલિક છે અને ઘણા જ સુંદર બંગલામાં રહે છે. આજની આ પોસ્ટમાં અને અનીલ કપૂરના સુંદર બંગલા વિષે પરિચય કરાવીશું. અમને વિશ્વાસ છે કે અનીલ કપૂરનું ઘર જોઇને તમે મંત્રમુગ્ધ થઇ જશો.

અનીલ કપૂરને પોતાના ઘર સાથે ઘણો પ્રેમ છે અને તેમણે ઘરનું ઈંટીરીયર ઘણું સમજી વિચારીને પોતાની પત્ની પાસે કરાવ્યું છે. તે જ્યાં પણ જાય છે ત્યાંથી ઘરને સુદંર બનાવવા માટે કોઈને કોઈ વસ્તુ જરૂર લાવે છે. અનીલના ઘરને તેની પત્ની સુનીતા આહુજાએ સજાવ્યું છે. ઘરમાં મોટાભાગની વસ્તુ અનીલ કપૂરની પસંદને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તેમની દીકરી સોનમ કપૂર લગ્ન પહેલા તેમની સાથે જ રહેતી હતી, પરંતુ લગ્ન પછી તે પતિ આનંદ આહુજા સાથે રહેવા લાગી છે. અને રિયા હજુ પણ પોતાના પેરેન્ટ સાથે રહે છે.

વાત કરીએ કારકિર્દીની તો અનીલ કપૂરે પોતાની ફિલ્મી કારકિર્દીની શરુઆત ઉમેશ મેહરાની ફિલ્મ ‘હમારે તુમ્હારે’ થી વર્ષ ૧૯૭૯ માં કરી હતી. આમ તો તે સમયે તે સાથી અભિનેતા તરીકે જોવા મળ્યા હતા. ખાસ કરીને હીરો તરીકે પહેલી વખત ૧૯૮૩ની ફિલ્મ ‘વો સાત દિન’ માં જોવા મળ્યા. આ ફિલ્મથી તેને એક ઉત્કૃષ્ટ હીરો તરીકે ઓળખ મળી.

ધીમે ધીમે અનીલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત અભિનેતા બની ગયા અને ‘સ્લમડોગ મિલીનેયર’, ‘દિલ ધડકને દો’, ‘વેલકમ’, ‘તેજાબ’, ‘ઘર હો તો એસ’, ‘નો પ્રોન્લેમ’, ‘યહાં કે હમ સિકંદર’, ‘સલામ-એ-ઈશ્ક’, ‘નો એન્ટ્રી’, ‘બેવફા’, ‘અરમાન’, ‘નાયક’, ‘એક લડકી કો દેખા તો એસા લગા’ સહીત ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળ્યા.

જુવો અનીલ કપૂરના આલીશાન ઘરના ફોટા :

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.