જયારે અનિક કપૂરને માં અને દીકરી બંને સાથે થયો હતો પ્રેમ.

૨૨ નવેમ્બર, ૧૯૯૧ ના રોજ ગુલાબી ઠંડી પડવાનું શરુ થઇ ગયું હતું. પરંતુ રંગ સિનેમાનો ચડી રહ્યો હતો. તે દિવસે બે ફિલ્મો રીલીઝ થવાની હતી. પહેલી હતી યશરાજ બેનરની યશ ચોપડાએ ડાયરેક્ટ ‘લમ્હે’ અને બીજી આજના સુપર સ્ટાર અજય દેવગણની ડેબ્યુ ફિલ્મ ‘ફૂલ ઓર કાંટે’ બન્ને ફિલ્મોમાં ઘણો ફરક હતો. પહેલી ફિલ્મ જે એક્સપેરીમેંટલ ફિલ્મ હતી, તો બીજી એક સ્ટાર કીડને સારી રીતે લોન્ચ કરવા માટે મસાલા ફિલ્મ, આ ફિલ્મો એક જ દિવસે રીલીઝ થવી એક સંયોગ જ નહિ પણ એક સમજી વિચારેલું ષડ્યંત્ર હતું.

યશ ચોપડા એ ‘ફૂલ ઓર કાંટે’ ને ગણી હતી બી-ગ્રેડ ફિલ્મ :

યશ ચોપડા ‘ચાંદની’ જેવી મોટી હીટ ફિલ્મો આપ્યા પછી કાંઈક નવું ટ્રાય કરવા માંગતા હતા. એટલા માટે તેમણે ‘લમ્હે’ તરીકે એક દાવ ખેલ્યો. તે જીવનભર તેને પોતાની પસંદગીની ફિલ્મ ગણાવતા રહ્યા હતા. થયું એવું કે જયારે ‘લમ્હે’ બનીને તૈયાર થઇ, તો યશ તેને દિવાળીના શુભ સમયે અને કમાણીની સીઝનમાં રીલીઝ કરવા માંગતા હતા.

પરંતુ તે દરમિયાન અમિતાભ બચ્ચન અને રમેશ શીપ્પીની જોડીની ફિલ્મ ‘અકેલા’ આવવાની તૈયારી કરી રહી હતી. ‘શોલે’ માં આ કોલેબરેશનથી બધા માહિતગાર હતા. તેવામાં પોતાની ફિલ્મને આ જોડીની સામે રીલીઝ કરવું મુર્ખામીભરેલું ગણવામાં આવતે. જેથી યશ ચોપડાએ પોતાની ફિલ્મની રિલીઝ આગળ વધારી દીધી.

આગળની તક તેમને મળી ૨૨ નવેમ્બરની. તે દિવસે ‘ફૂલ ઓર કાંટે’ પડી રહી હતી. યશને લાગ્યું કે કોઈ બી-ગ્રેડ ફિલ્મ, તેમની ફિલ્મના દબાણમાં ક્યાંય દબાઈ જશે. પરંતુ અહિયાં એકદમ ઉલટું થઈ ગયું. ફિલ્મ ‘લમ્હે’ ને સમય પહેલાની ફિલ્મ ગણાવીને રીજેક્ટ કરી દેવામાં આવી. અને ‘ફૂલ ઓર કાંટે’ સુપરહિટ થઇ ગઈ. તેના માટે અજય દેવગનને ફિલ્મફેયર બેસ્ટ મેલ ડેબ્યુ કલાકારના એવોર્ડ પણ મળ્યા.

ફરહાન અખ્તરની માં એ કપડા ઉપર એમ્બ્રોઇડરીનું કામ છોડીને આ ફિલ્મ લખી હતી.

વર્ષ ૧૯૭૮ માં જાવેદ અખ્તર અને હની ઈરાનીના છુટાછેડા થઇ ગયા. કેમ કે ત્યાં સુધી જાવેદ શબાના સાથે પ્રેમમાં પડી ગયા હતા. હનીનું કામ પણ કાંઈક સારું ચાલી રહ્યું ન હતું. તે પોતાને વ્યસ્ત રાખવા અને બે બાળકોને ઉછેરવા સાડીઓમાં એમ્બ્રોઇડરી કરવાનું કામ કરવા લાગી હતી. તે દરમિયાન આમ તો તેનું લખવાનું ચાલુ હતું.

તે નાની વાર્તાઓ વગેરે લખતી રહેતી હતી. ૧૯૯૩ માં આવેલી ફિલ્મ ‘આઈના’ નો આઈડિયા તેમણે યશ ચોપડાની પત્ની પામેલા ચોપડાને આપ્યો હતો. ૧૯૯૮૦-૮૧ ની આસપાસ પામેલા ચોપડાએ જીન બેબસ્ટરની ‘ડેડી લેગ્સ’ નામની એક નોવલ વાચી. તેની વાત તેમણે યશ અને હની બન્નેને કરી.

ત્યાર પછી નક્કી થયું કે આ આઈડિયા ઉપર એક ફિલ્મ બનાવવામાં આવશે, જેને હની ઈરાની લખશે. પરંતુ ત્યારે યશ પાસે સંસાધનની કમી હતી. તે કોઈ એવી ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા, જેનાથી તેની પાસે પૈસા આવી જાય અને તે એ ફિલ્મ બનાવી શકે. યશ ચોપડા માટે ‘ચાંદની’ તે ફિલ્મ બનીને આવી. ત્યાર પછી હનીએ આ ફિલ્મની વાર્તા લખી અને યશ ચોપડાએ તેના કેરિયરની સૌથી ઉત્તમ ફિલ્મ ‘લમ્હે’ ડાયરેક્ટ કરી.

પહેલી ફિલ્મ હતી, જેમાં અનીલ કપૂર મૂંછો વગર જોવા મળ્યા હતા.

વાર્તા વગેરે તૈયાર કરી લીધા પછી કાસ્ટિંગની તૈયારી શરુ થઇ. યશ એ ફિલ્મ વિનોદ ખન્ના સાથે બનાવવા માંગતા હતા. પરંતુ વાર્તામાં તે પાત્રને યુવાનથી લઈને આઘેડ વય સુધીની સફર નક્કી કરવાની હતી. તેવામાં યશને લાગ્યું કે યુવાની વાળા ભાગમાં વિનોદ ખન્ના પ્રોમેસિંગ નહિ લાગે. ત્યાર પછી જેકી શ્રોફને લેવાનું વિચારવામાં આવ્યું પરંતુ તે પણ ન બની શક્યું.

એ બધા વચ્ચે અનીલ કપૂર યશને સતત તેમને ફિલ્મમાં કામ આપવા માટે કહી રહ્યો હતો. યશને તેની મૂંછો પસંદ ન હતી. જો કે અનીલ તેનો ભોગ આપવા માટે તૈયાર ન હતો. એટલામાં અનીલને ઈજા થઇ ગઈ અને તેને આવતો એક મહિનો પોતાના ઘરમાં જ પસાર કરવો પડ્યો. તે દરમિયાન તેમણે પોતાના ચહેરાના વાળ સાફ કરાવી દીધા.

યશએ તેને એ રૂપમાં જોયો અને ‘લમ્હે’ માટે સાઈન કરી લીધો. ફિલ્મની હિરોઇન માટે સરખામણીમાં માત્ર બે નામ હતા. જુહી ચાવલા અને શ્રીદેવી. શ્રીદેવી સાથે તેમણે ફિલ્મ ‘ચાંદની’ જેવી હીટ ફિલ્મ આપી હતી. એટલા માટે તેનો કાંટો શ્રીદેવી તરફ નમ્યો હતો.

શ્રીદેવીએ પ્રોફેશનલીજ્મથી ઘાયલ થઇ ગયા હતા યશ.

ફિલ્મનું શુટિંગ રાજસ્થાન અને લંડનમાં થવાનું હતું. જેવી જ ફિલ્મનું લંડનમાં શેડ્યુલ પૂરું થવા આવ્યું, ત્યારે શ્રીદેવીના પરિવાર સાથે એક અકસ્માત થઇ ગયો. તેમાં તેના પપ્પા ગુજરી ગયા. ત્યાર પછી શ્રીદેવી ઇન્ડિયા પાછી ફરી અને ૧૬ દિવસ પછી પોતાની ફિલ્મ માટે લંડન પહોંચી. અહિયાં પહોંચતાની સાથે જ તેને અનુપમ ખેર સાથે એક કોમેડી સીન કરવાનો હતો. જે કરવાની સ્થિતિમાં તે જરાપણ ન હતી. તે પહેલા કોઈ કાંઈ કહે શ્રીદેવીએ તે સીન કરવા માટે નક્કી કરી લીધું. શુટિંગ શરુ થયું અને તે સીન જોરદાર બની ગયો. ત્યાર પછી યશ ચોપડા શ્રીદેવીના ગાઢ મિત્ર બની ગયા.

ફિલ્મની હિરોઈનએ યશ ચોપડા અને અનીલ કપૂર ઉપર #MeToo નો આરોપ લગાવ્યો હતો.

ફિલ્મમાં લીડ રોલ તો શ્રીદેવી કરી રહી હતી, પરંતુ સાથે જ એક બીજી હિરોઈન હતી. તેનું નામ હતું ડીપ્પી સાગુ. ડીપ્પી ફિલ્મમાં એક એવી છોકરીનું પાત્ર નિભાવી રહી હતી, જેને અનીલના પાત્રથી પ્રેમ હતો. ફિલ્મના રીલીઝ પછી તેમણે ફિલ્મના ડાયરેક્ટર અને મુખ્ય કલાકાર ઉપર ઘણા આરોપ લગાવ્યા. તેનો આરોપ એ હતો કે તેને આ રોલ વિષે પહેલા જણાવવામાં આવ્યું ન હતું.

ઉપરથી ફિલ્મની પબ્લીસીટી વાળા ઈવેંટસનો પણ તેને ભાગ નહોતો બનાવવામાં આવ્યો. તે મુજબ એવું એટલા માટે બન્યું. કેમ કે અનીલ કપૂર અને યશ ચોપડા તેની પાસેથી કાંઈક ઇચ્છતા હતા, જે તેણે ન કર્યું. ડીપ્પીએ મીડિયામાં કહ્યું હતું કે તે બન્ને તેની ‘ફેવર’ માગી રહ્યા હતા.