અનિલ કપૂરનો મોટો ખુલાસો, કહ્યું : ઢોંગી છે સલમાન-આમિર, આ રીતે બીજા અભિનેતાઓને બનાવે છે ઉલ્લુ

અનીલ કપૂર બોલીવુડના પ્રસિદ્ધ અને ઉત્તમ કલાકાર છે. તેમણે એકથી એક ચડીયાતી સુપરહિટ ફિલ્મો આપી છે. અનીલ કપૂર પોતાને એટલા ફીટ રાખે છે કે તેને જોઇને તેની ઉંમરનો અણસાર નથી લગાવી શકાતો. થોડા દિવસો પહેલા અનીલ કપૂરની ફિલ્મ ‘પાગલપંતી’ રીલીઝ થઇ છે.

જેમાં અનિલ કપુર કોમિક અંદાઝમાં પડદા ઉપર કોમેડી કરતા જોવા મળ્યા હતા. તે બાબત ઉપર અનીલ કપૂરે ગોવામાં ચાલી રહેલા ૫૦માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઇંડિયામાં નિર્દેશક અનીસ બજ્મી સાથેની એક પેનલ ડિસ્કશનમાં ભાગ લીધો હતો. આ પેનલ ડિસ્કશન દરમિયાન અનીલ કપૂરે સલમાન ખાન અને આમીર ખાન સાથે જોડાયેલો એક મોટો ખુલાસો કર્યો.

અનીલ કપૂરે કહ્યું કે આ બંને સુપરસ્ટાર લોકો સામે ખોટો દેખાડો કરીને ઇન્ડસ્ટ્રીના અભિનેતાઓને મુર્ખ બનાવવાનું કામ કરી રહ્યા છે. આ પેનલ ડિસ્કશન દરમિયાન અનીલ કપૂરને એક પ્રશ્ન કરવામાં આવ્યો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ શરુઆતના સમયમાં સફળતા, ગાડી અને ઘર ખરીદ્યા પછી આળસુ કેમ થઇ જાય છે, તે લોકો પછી પોતાના કામને ગંભીરતાથી કેમ નથી લેતા.

શું તેની નજરમાં આ પ્રકારના કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા છે? તે પ્રશ્નનના જવાબ ઉપર અનીલ કપૂર કહે છે, હું તમારી વાતથી સંપૂર્ણ સહમત છું. ઘણા બધા અભિનેતાઓ છે જે પોતાની કારકિર્દીની શરુઆતમાં ઘણું સારું કામ કરે છે, પણ પછી તે લોકો આળસુ બની જાય છે અને પોતાના કામ અને મહેનતને ગંભીરતાથી નથી લેતા.

આમીર ખાન પોતાને લેઝી કહે છે. જયારે હકીકતમાં તો એવી કોઈ વાત નથી તે આમીરની એક ચાલ છે અને એક દેખાડો છે. આમીર વારંવાર પોતાને લઈને લોકો સામે ઢોંગ કરે છે. તે જાણી જોઇને બીજા અભિનેતાઓ સામે એ વાત એટલી બધી વખત કહે છે કે બીજા અભિનેતાઓ પર તે વાતની ઊંડી અસર થવા લાગે છે. તેની વાત સાંભળીને બીજા અભિનેતાઓ એવું વિચારવા લાગે છે આમીર એટલા આળસુ હોવા છતાં પણ આટલું સારું કામ કરી રહ્યા છે તો હું પણ કરી લઈશ. જયારે સત્ય એ છે કે આમીર ખાન સૌથી વધુ મહેનત અને કામ કરે છે.

અનીલ કપૂરે વાત આગળ વધારતા સલમાન ખાન સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો, તેમણે જણાવ્યું, સલમાન સાથે જયારે પણ ફ્લાઈટમાં જાઉં છું તો સલમાન હંમેશા સારું અને પોષ્ટિક ખાવાનું મંગાવતા રહે છે. જેથી હું પણ સલમાનથી પ્રેરિત થઈને ખાવાનું મંગાવું છું.

જયારે સત્ય એ છે કે સલમાન ક્યારેક જ સ્વાદિષ્ઠ અને મસાલાદાર ખાય છે. પરંતુ ભલે સલમાન એ સ્ટાઈલમાં ઈમ્પ્રેસ ન થયા પણ હંમેશા બીજા સ્ટાર્સ સલમાનથી ઈમ્પ્રેસ થઇ જાય છે અને એવું વિચારે છે કે સલમાન આવું સ્વાદિષ્ટ ખાવાનું રોજ ખાય છે છતાં પણ સ્માર્ટ અને હેન્ડસમ છે. સલમાન ખાનનો હેતુ બીજા અભિનેતાઓને ભટકાવવાનો છે. જેથી તેનું શરીર બેડોળ બની જાય. સલમાન ખાન અને આમીર ખાન ઘણા જ સ્માર્ટ રીતે જ લોકો સામે ઢોંગ કરે છે. જેથી બીજા અભિનેતાઓ તેની સાથે હરીફાઈમાં આગળ ન નીકળી શકે.