આંખોની નીચે ડાર્ક સર્કલ(કાળા કુંડાળા)ને પાંચ દિવસમાં ok કરશે પપૈયું, જાણો કેવી રીતે કરવો ઉપયોગ.

૧) પપૈયામાં એક વિશેષ ઈંજાઈમ મળી આવે છે. જેને પપેન કહે છે.

૨) પપેન ત્વચા માટે ઘણું ફાયદાકારક હોય છે.

૩) તે ચહેરા ઉપર ચમક લાવે છે અને ત્વચાનો રંગ નિખારે છે.

આંખોની નીચે કાળા કુંડાળાની સમસ્યા ઘણા કારણોથી થઇ શકે છે. ઘણી વખત વધતી ઉંમરને કારણે અને ઘણી વખત તમારી થોડી ભૂલોને કારણે તમારી આંખો નીચે કાળા ઘેરા થઇ જાય છે. પપૈયું આ કાળા કુંડાળા માંથી તમને રાહત અપાવી શકે છે. ગળ્યું અને સ્વાદિષ્ટ પપૈયું તમારા પેટ માટે ફાયદાકારક છે, એ તો તમને ખબર હશે. પરંતુ શું તમને એ વાતની ખબર છે? કે પપૈયું તમારી ત્વચા માટે પણ ઘણું ફાયદાકારક છે. પપૈયામાં ઢગલા બંધ એન્ટીઓક્સીડેંટ અને મિનરલ્સ હોય છે, જે આરોગ્ય સાથે સાથે તમારી ત્વચા માટે પણ ઘણું ફાયદાકારક છે. જો તમારી આંખોની નીચે પણ કાળા કુંડાળા થઇ ગયા છે, તો આ રીતે તમે આ ઘેરાને પાંચ દિવસમાં મટાડી શકો છો.

કાળા ઘેરાને મટાડે છે પપૈયું :-

પપૈયું અને તેની છાલમાં એક વિશેષ એંજાઈમ મળી આવે છે જેને પપેન કહે છે. એ પપેન ત્વચા માટે ઘણું ફાયદાકારક હોય છે. ચહેરાની ડેડ સ્કીન સેલ્સને કાઢીને ચહેરા ઉપર ચમક લાવે છે અને ત્વચાનો રંગ નિખારે છે. તે ઉપરાંત તડકા થી ત્વચાને થતા નુકશાનને પણ પપેન ઠીક કરે છે. તેને ચહેરા ઉપર લગાવવાથી ચહેરો ખીલી જાય છે કેમ કે પપૈયામાં ઘણા એવા તત્વ હોય છે, જે સ્કીન માટે ઘણું જરૂરી હોય છે જેમ કે, મેન્ગેશીયમ, પોટેશિયમ, કોલિક એસીડ, વિટામીન સી અને વિટામીન બી વગેરે.

આંખોની નીચે કાળા કુંડાળા આવી રીતે થશે ઓછા :-

આંખોની નીચે કાળા ઘેરા થવાથી તમે પપૈયા માંથી બનેલા આ ફેસપેક લગાવી શકે છે. તેના થી કાળા ઘેર દુર થવા સાથે સાથે તમારો આખો ચહેરો ખીલી ઉઠશે. તેના માટે પાકા પપૈયાને છોલીને ક્રસ કરી લો. હવે બે ચમચી ક્રસ પપૈયામાં એક ચમચી લીંબુનો રસ ભેળવો અને ચહેરા અને આંખોની આસ પાસની ત્વચા ઉપર લગાવો. લગભગ ૨૦ મિનીટ સુધી તે લગાવી રહેવા દો અને સુકાવા દો. ત્યાર પછી ચહેરાને સારી રીતે ધોઈ લો. તે તમારી ત્વચાને બ્લીચ કરે છે અને ત્વચાની રંગત વધારે છે.

સંતરા પણ છે ફાયદાકારક :-

સંતરામાં મોટા પ્રમાણ માં વિટામીન સી હોય છે. જે આપણી ત્વચા માટે સૌથી જરૂરી હોય છે. જો તમારે કાળા ઘેર માંથી છુટકારો મેળવવો છે? તો સંતરાના છોતરાને સુકવીને પાવડર બનાવી લો. ત્યાર પછી પાવડરમાં ગુલાબજળ ભેળવીને પેસ્ટ તૈયાર કરો અને આંખોની નીચે લગાવો.

બટેટાથી કરો કાળા કુંડાળાને દુર :-

બટેટા ચહેરા ઉપર ગ્લો લાવવા સાથે જ કાળા કુંડાળા માંથી પણ છુટકારો અપાવવામાં મદદ કરે છે. તેના માટે બટેટાના રસમાં લીંબુના થોડા ટીપા નાખો અને તેને આંખોની નીચે થોડી વાર માટે લગાવીને રાખવાથી ફાયદો થશે. તેની સાથે જ તમે બટેટાના ટુકડાને આંખોની નીચે હળવા હળવા ઘસી પણ શકો છો.

ન કરો કેમિકલ પ્રોડક્ટસનો ઉપયોગ :-

સમયસર ભોજન ન કરવાથી, વધુ ટેન્સન લેવું અને ખાવામાં પોષક તત્વોના અભાવ ને લઇ ને આરોગ્ય બગડવા ની સાથે જ આંખોની નીચે કાળા ઘેર હોવું ઘણું જ સામાન્ય એવી વાત બની ગઈ છે. તે જોવામાં જેટલા ખરાબ લાગે છે એટલું જ આપણી સુંદરતા ને પણ પ્રભાવિત કરે છે. આમ તો કાળા કુંડાળાને દુર કરવા માટે બજારમાં ઘણા પ્રકાર ની બ્યુટી પ્રોડક્ટ્સ રહેલી છે. પરંતુ તેનાથી આડ અસર થવાનો ડર રહે છે. એટલા માટે આજે અમે તમને કાળા કુંડાળાથી છુટકારો મેળવવા માટે થોડા ઘરેલું નુસખા જણાવી રહ્યા છીએ.