હિંદુ ધર્મ વિધિમાં અન્નપ્રાશન વિધિ સપ્તમ વિધિ છે શું તમે જાણો છો કે અન્નપ્રાશન શું છે ?

હિંદુ ધર્મ વિધિમાં અન્નપ્રાશન વિધિ સપ્તમ વિધિ છે તે વિધિમાં બાળકને અન્ન ગ્રહણ કરાવવામાં આવે છે અત્યાર સુધી તો તમારું શિશુ માતાનું દૂધપાન કરવાની વૃદ્ધીને મળવી રહ્યો હતો પણ હવે પછી તો જાતે જ શિશુને અન્ન ગ્રહણ કરીને જ શરીરને પુષ્ટ કરવું પડે છે તે કુદરતનો નિયમ છે માટે અન્નપ્રાશન વિધિનું વિધાન બનાવેલ છે.

શું છે અન્નપ્રાશન :

(1) અન્નપ્રાશન વિધિ લગભગ પાંચ મહિનાની ઉંમર થાય ત્યારે શિશુને અન્ન ગ્રહણ કરાવીને શારીરિક વિકાસને પ્રશસ્ત કરવો જ એક માત્ર ઉદેશ હોય છે આ કામનો શુભ દિવસ તથા નક્ષત્ર ચોધડીયા વગેરે જોઇને મૂહર્ત મુજબ કરવામાં આવે છે.

(2) માતાના ગર્ભમાં મળતા ભોજનના જે દોષ શિશુમાં આવી જાય છે તેના નિવારણ અને શિશુને શુદ્ધ ભોજન કરાવવાની પ્રક્રિયાને અન્નપ્રાશન વિધિ કહેવામાં આવે છે.

(૩) અન્નનું શરીર સાથે ગાઢ સબંધ છે જયારે શિશુના દાંત ઉગવા લાગે ત્યારે આપણે જાણીએ છીએ કે કુદરતે તેને કડક આહાર, અન્નાહાર કરવાની સ્વીકૃતિ આપી દીધી છે ત્યારે બાળક જે પીવાના પદાર્થ, દૂધ વગેરે વધારાનું અન્ન આપવાની શરૂઆત કરવામાં આવે છે ત્યારે આ પ્રક્રિયાને અન્નપ્રાશન વિધિ કહેવામાં આવે છે.

(4) બાળક ને ઉબટન સ્નાન પછી નવા નવા કપડા પહેરાવીને શુદ્ધ ચોખ્ખા વાસણમાં ખીર બનાવીને ચાંદીની ચમચીથી કટોરીમાં રાખીને સૌપ્રથમ ઘરના બધા વડીલો દ્વારા બાળકને ખીર ખવરાવવી જોઈએ તેના પશ્ચ્યાત બધા સભ્ય શિશુને ખીર ચટાડે છે.

(5) શુક્ષ્મ વિજ્ઞાન મુજબ અન્નને વિધિની અસર વ્યક્તિના માનસ ઉપર સ્વભાવ ઉપર પણ પડે છે આહાર સ્વાસ્થ્યપ્રદ હોવાની સાથે પવિત્ર, વિધિસર હોય તે માટે અભીભાવને, પરવારજનોને જાગૃત કરવા જરૂરી હોય છે અન્નને વ્યસન તરીકે નહી ઔષધી અને પ્રસાદ તરીકે લેવામાં આવે તે સંકલ્પ સાથે અન્નપ્રાશન વિધિ પૂરી કરવામાં આવે છે.

(6) અન્નપ્રાશન માટે ઉપયોગમાં લેનાર કટોરી તથા ચમચી અને ચાટવા માટે ચાંદીના સાધનો હોઈ શકે તો ઉત્તમ છે તથા જુદા પાત્રમાં બનેલા ચોખા કે સોજીની ખીર, મધ, ઘી, તુલસીદલ તથા ગંગાજળ તે પાંચ વસ્તુઓ અન્નપ્રાશન તૈયાર રાખવી જોઈએ. શુદ્ધ આહારથી શરીરમાં સત્વ ગુણ વધે છે.

(7) અન્નથી શરીરને માત્ર પોષણ નથી મળતું પણ મન, બુદ્ધી,તેજ અને આત્માનું પણ પોષણ થાય છે તેના લીધે અન્નપ્રાશનને વિધિ તરીકે સ્વીકારીને સુદ્ધ, સાત્વિક અને પોષ્ટિક અન્નને જ જીવનમાં લેવાનું વ્રત કરવાનો હેતુ અન્નપ્રાશન વિધિ પૂરી કરવામાં આવે છે.

(8) અન્નપ્રાશનનો હેતુ બાળકને તેજસ્વી, શક્તિશાળી અને મેઘાવી બનાવવાનું છે માટે બાળકને ધૃતયુક્ત ભાત કે દહીં, મધ અને ધૃત ત્રણેને ભેળવીને અન્નપ્રાશન કરવાનું વિધાન છે.

(9) બાળકને એવું અન્ન આપવું જોઈએ જે પચવામાં સરળ અને શક્તિ આપનારું હોય.

(10) છ થી સાત મહિનાના શિશુના દાંત નીકળવા લાગે છે અને શિશુની પાચનક્રિયા પ્રબળ થવા લાગે છે તેવામાં આવું શિશુ જેવું અન્ન ખાવાનું શરુ કરે છે તે મુજબ તેનું તન મન બને છે.

(11) મનુષ્યના વિચાર, ભાવના, આકાંક્ષા અને અંતરાત્મા મોટા ભાગે અન્ન ઉપર આધાર રાખે છે અને અન્નથી જ જિંગ તત્વ પ્રાપ્ત થાય છે જેનાથી લોહી, માસપેશીઓ વગેરે બનીને જીવન ધારણ કરતા રહેવાની ક્ષમતા ઉત્પન થાય છે અન્ન જ મનુષ્યનું સ્વભાવિક ભોજન છે તેને ભગવાનની કૃપા પ્રસાદ સમજીને ગ્રહણ કરવો જોઈએ.

અન્નની રોચક એક કથા :

મહાભારતમાં એક રોચક કથા આવે છે જયારે શરશય્યા ઉપર પડેલા ભીષ્મ પિતામહ પાંડવોને કોઈ ઉપદેશ આપી રહ્યા હતા કે અચાનક દ્રુપદીને હસવું આવે છે દ્રૌપદીના આ વર્તનથી પિતામહને ખુબ આશ્ચર્ય થયું ત્યારે તેમણે દ્રૌપદીને હસવાનું કારણ પુછ્યું ?

દ્રૌપદીએ વિનમ્રતાથી કહ્યું તમારા ઉપદેશમાં ધર્મનો મર્મ છુપાયેલ છે પિતામહ તમે અમને કેટલી પણ સારી સારી જ્ઞાનની વાતો જણાવી રહ્યા છો પણ તે સાંભળીને મને કૌરવોની તે સભાની યાદ આવી ગઈ જેમાં તે મારા વસ્ત્રો ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ત્યારે હું બુમો પાડી પાડીને ન્યાયની ભીખ માગી રહી હતી પણ તમે ત્યાં હોવા છતાં પણ ચુપ રહીને તે અધર્મીઓનો સામનો ન કરી શક્ય હતા. તમારા જેવા ધર્માત્મા તે સમયે ચુપ રહ્યા? તમે દુર્યોધનને કેમ ન સમજાવ્યું હતું તે વિચારીને મને હસવાનું આવી ગયુ.

તેના ઉપર ભીષ્મ પિતામહ ગભીર થઈને બોલ્યા બેટી. તે સમયે મેં દુર્યોધનનું અન્ન ખાધું હતું તેનાથી મારું લોહી બનતું હતું અને જેવો કુત્સિત સ્વભાવ દુર્યોધનનો છે તે અસર તેનું આપેલા અન્ન ખાવાથી મારા મન ઉપર અને બુદ્ધી ઉપર પડ્યું પણ હવે જયારે અર્જુનના બાણોએ પાપના અન્નથી બનેલ લોહીને મારા શરીરમાંથી બહાર કાઢી નાખ્યું છે અને મારી ભાવનાઓ શુદ્ધ થઇ ગઈ છે માટે હવે હું તે કહી રહ્યો છું જે ધર્મને અનુકુળ અને ન્યાયોચિત છે.