અનોખું લાજવાબ વરાળિયું શાક, જે એક વાર ખાશો તો આંગળા ચાટતા રહી જશો અને પછી…

વરાળીયુ શાક બનાવવા માટે સૌ પહેલા મસાલો તૈયાર કરી લઈએ, સમાલો તૈયાર કરવા માટે આપણે સૌ પ્રથમ ચણાનો લોટ શેકીશું, લોટ બેસન અથવા તો ઘરનો દળેલો કોઈપણ લઇ શકાય, એક કપ લોટ અને ચારથી પાંચ ચમચી તેલ લઈને શેકી લઈએ.

આ લોટ આપણે ધીમા તાપે શેકવાનો છે, સતત હલાવતા જ રહીશું લોટ નીચે ન ચોટી જાય તેનું ખાસ ધ્યાન રાખીશું, લોટનો કલર બદલાય અને સરસ સુગંધ આવે ત્યાં સુધી આ લોટને શેકવાનો છે, હવે લોટ માંથી સરસ સુગંધ આવે છે અને તેલ પણ છુટું પડેલું દેખાય છે.

હવે ગેસને બંધ કરી લઈએ લોટ ઠંડો થાય ત્યાં સુધી આપણે બીજા મસાલા તૈયાર કરી લઈએ, તે માટે નાના મીક્ષર ઝાર માં વરીયાળી, મેથી દાણા, તજ અને લવિંગ નાખી ક્રસ કરી લઈએ શીગદાણા નાખી ફરી ક્રશ કરી લઈએ આપણે સારી રીતે ક્રશ કરીશું.

હવે મરચાને એક કાપો મુકીશું, ડુંગળી, રીગણા, બટેટાને થોડા કાપા મૂકીશું, ટમેટાને ઉપરથી કાપીને એના ગરબને દુર કરીશું, આ રીતે આપણે શાકભાજીને મસાલો ભરવા તૈયાર કરી લઈશું, આપણો શકેલો લોટ પણ ઠંડો પડી ગયો હશે, જેને એક વાસણમાં કાઢી લીધો છે.

હવે તેમાં એક વાટકી તાજી સમારેલી કોથમીર ત્રણ ચમચી આદુ મરચાની પેસ્ટ, તે પેસ્ટ બનાવવા માટે ૧૫ કળી જેટલું લસણ, બે લીલા મરચા, એક ઇંચ આદુ અને બાકીનું લીલું લસણ લીધું છે, આ શાકમાં લસણ વધારે વપરાય છે, ક્રશ કરેલા મસાલા અને સિંગદાણાનો ભૂકો ત્રણ ચમચી કાશ્મીરી લાલ મરચું.

બે ચમચી ખાંડ, બે ચમચી ધાણા જીરું, એક ચમચી હળદર, એક ચમચી ગરમ મસાલો આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ, હવે તેમાં ત્રણ ચમચી જેટલો લીંબુનો રસ ઉમરી લઈએ, સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બધું સરસ રીતે મિક્સ કરી લઈએ, આપણો આ મસાલો તૈયાર છે.

આ મસાલો બનાવવા માટેનું વસ્તુનું પરફેક્ટ માપ છે, વધુ ઢીલો ન થઇ જાય તે વાતનું ધ્યાન રાખશો, હવે શાકને વરાળથી બાફવા માટેની તૈયારી કરી લઈએ, તેના માટે એક વાસણમાં નાની કપચી લીધી છે, તેને પાણીથી ધોઈને સાફ કરી લીધી છે, તેમાં એક લીટર જેટલું પાણી નાખીએ.

પાણી કપચીની સપાટીથી થોડું નીચું રહેવા દઈશું, ગેસને થોડો વધુ રાખીને પાણી ઉકળવા દઈશું, પાણી ઉકળે ત્યાં સુધી આપણે કાપેલા શાકભાજીમાં આવી રીતે મસાલો પ્રેસ કરીને ભરી લઈએ.

આ શાકને આપણા સ્વાદ મુજબ શાકભાજીની વધઘટ કરીને પણ બનાવી શકાય છે, ડુંગળીમાં માત્ર કાપા જ મુકીશું તેમાં મસાલો નહિ ભરીએ, આવી રીતે આપણે બધા જ શાકભાજીમાં મસાલો ભરી લઈશું, પાણી ઉકળી ગયું છે, તો સૌ પ્રથમ આપણે તેની ઉપર બટેટા મૂકી દઈશું બટેટાને ચડતા થોડી વાર લાગે છે.

તેથી માત્ર ૫ થી ૭ મિનીટ બટેટા જ ચડવા દઈએ, ૭ મિનીટ પછી ભરેલા રીંગણ, ટમેટા, મરચા અને ડુંગળી મૂકી ઢાંકી દઈશું, મીડીયમ ગેસ રાખી ચડવા દઈએ, વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહીશું, બીજાની સરખામણીમાં આ શાકને ચડવામાં થોડો વધુ સમય લાગશે, બધા શાકભાજી સારી રીતે બફાઈ ગયા છે.

હવે આપણે તેને વઘારી લઈશું તેના માટે એક કડાઈમાં થોડું તેલ લઈશું અને એમાં રાય મેથી નાખીશું, હવે તેમાં સુકો મસાલો ઉમેરીએ, તજ, લવિંગ, સુકા મરચા, તમાલપત્ર, અને બાદીયા ઉમેરીએ, જે આપણા શાકને અલગ સ્વાદ અને સોડમ પણ આપે છે, સાથે જ મીઠો લીમડો પણ ઉમેરીએ.

હવે તેમાં ઉમેરીશું એક કપ ડુંગળીની પેસ્ટ, તેને સારી રીતે મિક્સ કરીને બે મિનીટ માટે ચડવા દઈએ, ત્યાર પછી તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરીશું, બધું જ સારી રીતે મિક્સ કરીને પછી તેમાં દોઢ કપ જેટલી ટમેટાની પેસ્ટ ઉમેરીશું, બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ.

આ બધું ચારથી પાંચ મિનીટ માટે ચડવા દઈએ, પાંચેક મિનીટ પછી તેમાં દોઢ લીટર જેટલું પાણી ઉમેરીશું, બરાબર મિક્સ કરીને પાણી ઉકળવા દઈએ, પાણી સરસ ઉકળી ગયું છે, હવે તેમાં ધીમે ધીમે બાફેલા શાક મૂકી દઈએ, આટલી કોન્ટેટીમાં મેં દોઢ લીટર પાણી ઉમેર્યું છે, તેનાથી શાકભાજીનો રસો થોડો ઘટ્ટ બને છે.

શાક થોડું ઠંડુ પડતા પણ શાક થોડું ઘટ્ટ બને છે, સ્વાદ મુજબ પાણીમાં થોડી વધઘટ કરી શકાય છે, તો આ છે તૈયાર વરાળીયુ શાક, તેને રોટલી પરોઠા કે ભાખરી સાથે સર્વ કરો. પણ બાજરીના રોટલા સાથે વધુ મજા પડી જશે. જો તમે એક વખત ટ્રાઈ કરશો તો વારંવાર બનાવશો ચોક્કસ ટ્રાઈ કરશો.