એ વાતથી તો તમે બધા એકમત હશો કે પેટ આપણા શરીરનો સૌથી મહત્વનો હિસ્સો છે. પેટમાં જો કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેનાથી આપણી આખી બોડી સિસ્ટમ પર અસર થાય છે. આજકાલ પેટ અને આંતરડા ને લગતી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે, લોકો ખોટી લાઈફસ્ટાઇલ અને ખાણીપીણી નાં લીધે ગમે ત્યારે કોઈને કોઈ સમસ્યાથી પીડાતા રહે છે.
આજે અમે તમને થોડા એવા અસરકારક નુશખા જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે તમારા પેટ અને આંતરડા માં જમા થયેલી બધી ગંદકીને બસ થોડા જ દિવસોમાં બહાર કાઢી શકો છો અને એક સ્વસ્થ જીવન ની તરફ પગલું ભરી શકો છો.
આયુર્વેદમાં પણ જણાવાયું છે કે માણસના શરીરમાં થતા બધા જ રોગો નું મૂળ પેટ અને આંતરડામાં જમા થયેલી ગંદકી જ હોય છે. પેટની ગંદકીને દુર કરવા માટે આંતરડાની સફાઈ પણ સૌથી જરૂરી છે. આ નુશખા ને અપનાવીને તમે પણ તમારા પેટ અને આંતરડા માં જમા થયેલી ગંદકી ને બહાર કાઢી શકો છો.
આંતરડામાં જમા થયેલી ગંદકીને સાફ કરવાના ઘરગથ્થું ઉપાય:
આંતરડું આપણા પાચનતંત્ર નો એક એવો અગત્યનો ભાગ છે જે શરીરના બધા ઝેરી પદાર્થો ને કાઢીને શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવે છે. આંતરડામાં જમા થયેલી ગંદકીને દુર કરવા માટે તમારે દરરોજ ઓછામાં ઓછુ ૮-૧૦ ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ. પાણી આંતરડાની સફાઈ માટે દવા જેવું કામ કરે છે અને શરીરના બધા અશુદ્ધ પદાર્થો ને બહાર કાઢીને શરીરને બધા રોગોથી મુક્ત રાખે છે.
જુનાં આંતરડાના સોજામાં ૧૦૦-૧૦૦ ગ્રામ બેલ નો પલ્પ, વરીયાળી, ઇસબગુલ અને નાની ઈલાયચી ને એક સાથે વાટીને પાવડર બનાવી લો હવે તેમાં ૩૦૦ ગ્રામ દેશી ખાંડ અથવા બુરું ભેળવીને કાચની બાટલીમાં ભરીને રાખી દો. આ ચૂર્ણ ની ૨ ચમચી સવારે નાસ્તો કર્યા પહેલા તાજા પાણી સાથે લો અને ૨ ચમચી રાત્રે જમ્યા પછી હુંફાળા પાણી અથવા ગરમ દૂધ સાથે ૭ દિવસો સુધી સેવન કરવાથી લાભ થાય છે.
લગભગ ૪૫ દિવસો સુધી આ પ્રયોગ કર્યા બાદ બંધ કરી દો. આનાથી સવારે પેટ સાફ, કબજીયાત, જુનો આંતરડાનો સોજો વગેરે રોગો દુર થઇ જાય છે.
ઇસબગુલની માત્રા ૬ ગ્રામ ને ૨૫૦ મિલીલીટર હુંફાળા દૂધ સાથે પીવો.
ક્યારેક-ક્યારેક ઇસબગુલ લેવાથી પેટ ફૂલી જાય છે. આવું મોટા આંતરડામાં ઇસબગુલ પર બેક્ટેરિયાના પ્રભાવથી ઉત્પન્ન થતા ગેસથી થાય છે. તેથી ધ્યાન રાખો કે ઇસબગુલની માત્રા ઓછામાં ઓછી જ લો. ઇસબગુલના પ્રયોગથી આંતરડાની કાર્યશીલતા વધી જાય છે, જેનાથી મળ સરખી રીતે બહાર નીકળે છે અને કબજીયાત દુર થઇ જાય છે. ઇસબગુલ લીધા બાદ ૩-૪ વાર પાણી પીવું જોઈએ. તેનાથી ઇસબગુલ સારી રીતે ફૂલી જાય છે.
શરીરની ગંદકી દુર કરવા માટે મધ પણ રામબાણ નું કામ કરે છે. રોજ સવારે હુંફાળા પાણીમાં એક ચમચી મધ ભેળવીને પીવાથી શરીરમાં રહેલ બધા ઝેરી પદાર્થ નીકળી જાય છે અને શરીરનું મેટાબોલીઝ્મ રેટ પણ વધી જાય છે. આ આંતરડાની ગંદકી દુર કરવામાં સૌથી વધારે અસરકારક સાબીત થયું છે.
આંતરડાની ગંદકીને દુર કરવા માટે તમે દરરોજ સવારે એક ગ્લાસ એપલ જ્યુસ ની સાથે ૨ ચમચી લીંબુનો રસ ભેળવીને પણ પી શકો છો. આનાથી તમારા શરીરના બધા ઝેરીલા પદાર્થો બહાર નીકળી જ જશે સાથે જ શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે. દિવસની શરૂઆત જો એપલ જ્યુસની સાથે કરવામાં આવે તો નિશ્ચિત રૂપથી આંતરડાની સફાઈ થાય છે અને શરીર એકદમ સ્વસ્થ રહે છે.
શરીરમાં જમા થયેલ ટોકસીનને બહાર કાઢવા માટે રોજ સવારે એક ગ્લાસ પાણીમાં ૨ ચમચી એલોવેરા જ્યુસ ભેળવીને પીવાથી પણ ઘણો ફાયદો થાય છે. એલોવેરાનું જ્યુસ શરીરને હંમેશાં હાઈડ્રેટ રાખે છે અને શરીરની ચરબીને પણ ઓછી કરવામાં મદદ કરે છે. આ જ્યુસ ને પાણી સાથે રોજ સવારે લેવાથી વ્યક્તિ ક્યારેય પણ કોઈ પણ પ્રકારની પેટ અથવા આંતરડા ને લગતી બીમારીઓથી ભયભીત થતો નથી.
તેના સિવાય જો કોઈ વ્યક્તિ હંમેશાં જ પેટ અથવા આંતરડાને લગતી સમસ્યાઓથી ભયભીત રહેતો હોય તો તેણે હંમેશાં ભોજન ની સાથે દહીંનો ઉપયોગ ખાવામાં જરૂર કરવો જોઈએ. દહીને પેટ અને આંતરડા માટે સૌથી ઉત્તમ ખાદ્ય પદાર્થ માનવામાં આવ્યો છે, આનું સેવન વ્યક્તિને બધી આંતરિક સમસ્યાઓનું સમાધાન છે. (દહીં લેતા ધ્યાન માં રાખવું કે દહીં હંમેશા મથી દેવું પછી જ ખાવું)