અંતિમ સંસ્કારની થઈ રહી હતી તૈયારી, જીવતો નીકળ્યો “મૃત” માણસ.

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં એક અદભુત ઘટના સામે આવી છે. અહીં એક પરિવાર તે સમયે ચકિત થઇ ગયું જયારે અંતિમ સંસ્કાર કરતા પહેલા એક “મૃત” થયેલ વ્યક્તિ જીવિત થઇ ગયો. ડોકટરો દ્વારા મૃત ઘોષિત કાર્ય પછી પરિવારજનો જયારે ઘરમાં દાહ સંસ્કારની તૈયારીમાં જોડાયેલા હતા, ત્યારે કેટલાક લોકોએ નશ ચાલવાની આશંકા જણાવી. ડોકટરે જયારે પાછી નશ ચેક કરી તો જીવિત થવાની પુષ્ટિ કરી.

શબ્દ પ્રતાપ આશ્રમમાં રહેવા વાળા 60 વર્ષીય હરિ સિંહ રાજપૂતને બુધવારે શ્વાસ લેવામાં સમસ્યાના કારણે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ પરિવાર વાળાઓને જણાવ્યું કે હરિ સિંહને 24 કલાકમાં ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે.

ગુરુવારની સવારે 6 વાગ્યે તેમને એક ઈન્જેકશન લગાવામાં આવ્યું હતું, જેના પછી તેમની હાલત ખરાબ થવા લાગી. હરિ સિંહને અચાનક ઉલ્ટીઓ થવા લાગી અને તેના મોં માંથી ફીણ નીકળવા લાગ્યું. તેના પછી પરિવારવાળાઓએ ડોક્ટરોને બોલાવ્યા અને ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધો અને બોડી ઘરે લઇ જવાની વાત કરી.

હરિ સિંહની મૃત્યુની જાણકારી મળવા પર પરિવાર વાળા ડોકટરો પર ખોટું ઇન્જેક્શન આપવા અને દર્દીને અજાણ્યું કરવાનો આરોપ લગાવવા લાગ્યા. પરિવાર વાળાઓએ પોલીસને પણ બોલાવી હતી. ઘણા સમય સુધી ચાલેલ આ ડ્રામા પછી પોલીસે પરિવાર વાળાઓને હરિ સિંહની બોડી લઇ જવા માટે રાજી કર્યા.

ઘરમાં હરિ સિંહના અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી હતી. ઘણા સંબંધીઓ ઘરે આવી ગયા હતા. એવામાં કેટલાક લોકો શબની નજીક પહોંચ્યા, તો જોયું કે તેમની નસ ચાલી રહી હતી. પરિવારે કેટલાક અન્ય લોકો પાસે પણ નસ ચેક કરીને પુષ્ટિ કરી, અને હરિ સિંહના ધબકારા પણ ચાલતા હતા. તેના પછી પરિવારે તરત જ ડોક્ટરને બોલાવ્યો અને ડોકટરે તેઓ જીવિત હોવાની પુષ્ટિ કરી. તેના પછી હરિ સિંહને સારવાર માટે એક પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા.