એકદમ અલગ છે અનુપમ અને કિરણ ખેરની લવ સ્ટોરી, પ્રેમ માટે સમાજ વિરુદ્ધ જઈને ભર્યું હતું આ મોટું પગલું

પોતાના પ્રેમ માટે અનુપમ અને કિરણ ખેરે સમાજ વિરુદ્ધ જઈને ભર્યું હતું એવું પગલું કે તમે વિચારી પણ નહિ શકો

અભિનેતા અનુપમ ખેર અને તેની પત્ની કિરણ ખેરની લવ સ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નથી. આ બંને કલાકારો લાંબા સમયથી એકબીજાથી પરિચિત હતા. પરંતુ તે પછી પણ, આ બંનેએ એક બીજા સાથે લગ્ન ન કર્યા અને પોતાને માટે જુદા જુદા જીવનસાથી શોધી લીધા. પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું અને તે બંને અલગ થઈને પણ એક થઈ ગયા.

અભિનેતા અનુપમ ખેરે મધુમાલતી સાથે લગ્ન કર્યા. તે જ સમયે, કિરણ ખેરે ગૌતમ નામના વ્યક્તિ સાથે સાત ફેરા લીધા હતા. પરંતુ લગ્નના થોડા સમય પછી, આ બંને અભિનેતાઓને સમજાઈ ગયું કે તેમનું લગ્નજીવન આગળ વધી શકે તેમ નથી. ત્યાર બાદ બંનેએ છૂટાછેડા લઇ લીધા. કિરણ દ્વારા આપવામાં આવેલા ઇન્ટરવ્યુ મુજબ, જ્યારે તે મુંબઈ આવી ત્યારે તેણે ગૌતમ સાથે લગ્ન કરી લીધા.

પરંતુ લગ્ન પછી થોડા સમય પછી કિરણને એ વાત સમજાઈ કે તેનું લગ્નજીવન સારી રીતે ચાલવાનું નથી. તે સમયે કિરણ અને અનુપમ ખેર ખૂબ સારા મિત્રો હતા અને એક સાથે નાટક કરતા હતા. કિરણના જણાવ્યા મુજબ અમે નાદિરા બબ્બરના નાટક માટે કલકત્તા જઈ રહ્યા હતા. એ પ્રવાસમાં મને ખબર પડી કે અનુપર અને મારી વચ્ચેની દોસ્તી કંઈક અલગ છે.

અનુપમ ખેરના જણાવ્યા મુજબ, મધુમાલતી સાથે લગ્ન કર્યાના થોડા સમય પછી, તેના અને મધુમાલતીના અંગત સંબંધોમાં અણબનાવ ઉભો થઇ ગયો. જેના કારણે બંનેએ અલગ થવાનું નક્કી કર્યું હતું. અનુપમ ખેર પહેલી પત્નીથી અલગ થયા પછી ખૂબ એકલા પડી ગયા. તે જ સમયે, કિરણ ખેર પણ તેના પતિને છૂટાછેડા આપી ચુકી હતી.

અનુપમ ખેર અને કિરણના સંબંધોની મિત્રતાની શરૂઆત દોસ્તીથી થઈ અને વર્ષ 1985 માં આ બંનેએ લગ્ન કરી લીધા. તમને જણાવી દઈએ કે કિરણ અને ગૌતમનો એક પુત્ર પણ છે. જેનું નામ સિકંદર ખેર છે. અનુપમ ખેર સાથે સિકંદર ખેરનો ખૂબ સારો સંબંધ છે અને તે ઘણીવાર એક સાથે પણ જોવા મળે છે.

500 થી વધુ ફિલ્મોમાં કર્યું છે કામ

અનુપમ ખેરે 500 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. હિન્દી ફિલ્મ ઉપરાંત અનુપમ ખેર હોલીવુડની ફિલ્મો પણ કરી ચુક્યા છે. 1984 માં બહાર પડનારી સારાંશ ફિલ્મ અનુપમ ખેરની પહેલી હીટ ફિલ્મ હતી, અને 1989 માં આવેલી ફિલ્મ ‘રામ લખન’ માટે અનુપમ ખેરને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. અનુપમ ખેરે પોતાના નામે કુલ પાંચ ‘ફિલ્મફેર એવોર્ડ્સ’ જીત્યા છે. તેમને આ એવોર્ડ બેસ્ટ કોમેડિયન માટે આપવામાં આવ્યો છે.

સફળ થવા માટે ઘણો સંઘર્ષ કર્યો :-

અનુપમ ખેરે સફળ થવા માટે સખત સંઘર્ષ કર્યો હતો. અનુપમ ખેરનો જન્મ 7 માર્ચ 1955 માં સિમલામાં થયો હતો. તેમના જન્મ પહેલા તેમનો પરિવાર કાશ્મીરમાં રહેતો હતો અને તે એક કાશ્મીરી પંડિત છે.

શિમલાથી અભ્યાસ પૂરો કર્યા પછી તે અભિનેતા બનવા માટે મુંબઈ આવી ગયા. 28 વર્ષની ઉંમરે અનુપમ ખેરે પોતાની કારકિર્દીની શરુઆત બોલિવૂડમાં કરી હતી અને સખત મહેનત કર્યા બાદ તેણે આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક સારું સ્થાન મેળવ્યું છે. અનુપમ ખેરે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમણે કરેલી કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોના નામ આ મુજબ છે ‘લમ્હે (1991)’, ‘ખેલ (1992)’, ‘ડર (1993)’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (1995) ‘,’ વિજય (1988) ‘બેબી વગેરે. અનુપમ ખેર લગભગ 36 વર્ષથી ફિલ્મ જગત સાથે સંકળાયેલા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.