રૂપાલી ગાંગુલી નથી અસલી અનુપમા, રીયલ વાળી આગળ ઘણી ઝાંખી પડે છે બધાની ફેવરેટ અનુપમા.

શું તમને ખબર છે અસલી અનુપમા કોણ છે? જાણો આ સીરીયલ સાથે જોડાયેલી એવી વાતો જે તમને ખબર જ નથી.

અનુપમા ટીવી પર આવતો લોકોનો સૌથી મનપસંદ શો છે અને લોકોને તેના બધા પાત્ર પણ ખુબ પસંદ છે. પણ લોકોને સૌથી વધુ અનુપમાનું પાત્ર જ ગમે છે, જેને રૂપાલી ગાંગુલી ભજવી રહી છે. આ શો ટીઆરપીની બાબતમાં પણ સૌથી આગળ રહે છે અને બધાના દિલ જીતી રહ્યો છે. એવામાં જો તમે પણ આ શો ના ફેન છો અને અમે તમને કહીએ કે, આ શો માં જોવા મળી રહેલી અનુપમા, અસલ અનુપમા નથી તો તમને થોડો ઝટકો જરૂર લાગશે.

તમને થશે કે આ વાતનો શું અર્થ છે? સાથે જ તમે અલગ અલગ તર્કો લગાવવા લાગશો કે, શું આ પહેલા કોઈ અન્ય કલાકાર અનુપમાનું પાત્ર ભજવી રહી હતી કે પછી તેમની જગ્યાએ કોઈ બીજું આવવાનું છે? તમારે વધારે વિચારવાની જરૂર નથી, ચાલો તમને જણાવી દઈએ કે અમે આવું કેમ કહી રહ્યા છીએ?

ઇંદ્રાણી છે અસલ અનુપમા : સાચી અનુપમા રૂપાલી ગાંગુલી નથી પણ કોઈ બીજી છે. રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) પહેલા આ પાત્ર ઇંદ્રાણી હલદારે (Indrani Haldar) ભજવ્યું છે. તમે ફરી વિચારમાં પડી ગયા હશો કે ઇંદ્રાણી શો માં તો ક્યારેય જોવા મળી નથી? તો જણાવી દઈએ કે, અનુપમા ટીવી સીરીયલની ઓરીજીનલ સ્ટોરી ‘શ્રીમોઈ’ (shreemoyee) ટીવી સીરીયલ માંથી લેવામાં આવી છે. એટલે અનુપમા શ્રીમોઈની હિન્દી રીમેક છે.

શ્રીમોઈમાં ઇંદ્રાણીનું પાત્ર : શ્રીમોઈમાં અનુપમાનું હીટ પાત્ર ઇંદ્રાણી હલદાર ભજવી રહી છે, જે અત્યારની નવી અનુપમાની જેમ જ ખુબ હીટ છે. શ્રીમોઈ એક બંગાળી શો છે જેનું પ્રસારણ સ્ટાર જલશા ઉપર થઇ રહ્યું છે. તેનું પ્રીમિયર 10 જુન 2019 ના રોજ થયું હતું અને સીરીયલમાં શ્રીમોઈનું પાત્ર ઇંદ્રાણી હલદાર ભજવી રહી છે.

ઇંદ્રાણીના નામે છે ઘણા એવોર્ડસ : ઇંદ્રાણી હલદાર ભારતીય અભીનેત્રી હોવાની સાથે સાથે બંગાળી સિનેમાની એક્ટીવ અભિનેત્રી છે. બંગાળી ઇન્ડસ્ટ્રીમાં તેમનું કામ ખુબ પસંદ કરવામાં આવે છે. તેમને એક વખત નેશનલ એવોર્ડ, ત્રણ બીએફજેએ પુરસ્કાર અને બે આનંદલોક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ચુક્યા છે.

આ શો થી કરી હતી શરુઆત : વર્ષ 1986 માં ઇંદ્રાણી હલદારે એક બંગાળી ટીવી સીરીયલમાં કામ કર્યું હતું. તેની સાથે જ તેમણે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તે ટીવી સીરીઝ ‘તેરો પરબોન’ માં કામ કરતી જોવા મળી હતી. ઇંદ્રાણીએ ઘણી ફિલ્મો, ટીવી શો અને ટેલીફિલ્મ્સમાં પણ કામ કર્યું છે.

માં શક્તિમાં ભજવ્યું હતું મહત્વનું પાત્ર : ઇંદ્રાણી હલદારે બીઆર ચોપડાના શો ‘માં શક્તિ’ માં મહત્વનું પાત્ર ભજવ્યું હતું. તે ઘણા હિન્દી ટીવી શો માં કામ કરી ચુકી છે. હિન્દી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે તે વર્ષ 2008 માં મુંબઈ આવી ગઈ હતી. વર્ષ 2013 સુધી તે હિન્દી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી જોવા મળી.

ઇંદ્રાણી હલદારે આ બોલીવુડ સ્ટાર્સ સાથે પણ કર્યું કામ : ઇંદ્રાણી હલદારે બોલીવુડ સ્ટાર મિથુન ચક્રવર્તી સાથે તેમની ફિલ્મ ‘ભૈરવ’ માં પણ કામ કર્યું છે. બંગાળી ઇન્ડસ્ટ્રીમાં ઇંદ્રાણી હલદારના કામની સરખામણી હંમેશા ઋતુપર્ણા સેનગુપ્તા અને દેબોશ્રી રોય સાથે કરવામાં આવે છે, જે બંગાળી ઇન્ડસ્ટ્રીની પોપુલર અભિનેત્રીઓ છે. ઇંદ્રાણીએ એક બંગાળી ફિલ્મમાં રાની મુખર્જી સાથે પણ કામ કર્યું છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.