આ સુપરસ્ટાર કપલના ફેનનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું અનુષ્કા-વિરાટ બાલકનીમાં સમય પસાર કરી રહ્યાં છે?
કોરોના વાયરસને કારણે સામાન્ય લોકોની જેમ જ ન ઇચ્છવા છતાં પણ ઘણા સ્ટાર અને સેલિબ્રિટીઓએ ઘરે રહેવું પડી રહ્યું છે. લોકડાઉનની પરિસ્થિતિને કારણે ઘણી સેલિબ્રિટીઓએ ઘરે જ સમય પસાર કરવો પડી રહ્યો છે, જેમાં એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને સુપરસ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીનું નામ પણ શામેલ છે.
આ સેલિબ્રિટી કપલ પોતાના વ્યસ્ત જીવન માટે ઓળખાય છે, અને સામાન્ય રીતે એક બીજા સાથે સમય નથી પસાર કરી શકતા. પણ 21 દિવસના આ લોકડાઉનને કારણે બંને જણા એકબીજા સાથે ઘણો સમય પસાર કરી રહ્યા છે. અને હાલમાં જ તેમની બાલકનીનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે.
SO I LOOK OUT OF THE WINDOW TODAY MORNING AND THIS HAPPENED!!!!! @Virat_Official @AnushkaSharmaFC #virushka pic.twitter.com/xHNBGDbU4W
— Ishika (@Ishika_K9) April 9, 2020
ફેનનો વિડીયો થઈ રહ્યો છે વાયરલ :
આ વિડીયો વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના એક ફેને શેયર કર્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, વિરાટ અને અનુષ્કા પોતાના પેંટહાઉસની બાલકનીમાં દેખાઈ રહ્યા છે. તેમણે આ વિડીયોના કેપ્શનમાં લખ્યું, ઓકે તો હું ઘણા વર્ષોથી અનુષ્કા શર્માના ઘરની નજીક રહી રહ્યો છું, પણ આ પહેલી વાર છે, જયારે મેં તેમને વિરાટ કોહલી સાથે જોયા છે. જો કે ઘણા દૂર હોવાથી તે સ્પષ્ટ નથી થઇ શકતું કે, તે ખરેખર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જ છે.
તેના સિવાય અનુષ્કાએ વિરાટ સાથે ફોટા શેયર કર્યા હતા અને એક ઘણી ગંભીર પોસ્ટ લખી હતી. તેમણે લખ્યું હતું, ‘દરેક કાળા વાદળ પર એક સોનેરી રેખા પણ હોય છે. હાલમાં એવું લાગે છે કે, આ સૌથી ખરાબ સમય છે, ઘણી રીતે જોવામાં આવે તો ખરેખર આ ખરાબ સમય છે, જબરજસ્તી આપણને રોકી રાખ્યા છે અને આપણે તે વસ્તુઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેનાથી આપણે ભાગતા રહ્યા છીએ.’
તેમણે આગળ લખ્યું, ‘કદાચ એટલા માટે કે આપણે વ્યસ્ત હતા, અથવા આપણને એવું કહેવું સહેલું લાગે છે કે આપણે વ્યસ્ત હતા. જો આ સમયની ઈજ્જત કરવામાં આવે તો તે આપણને વધારે પ્રકાશમાંથી પસાર થવામાં આપણી મદદ કરશે. ઘરે પરિવારના લોકો સાથે રહેવાની આ જરૂરિયાતને ભલે આખી દુનિયા પર થોપવામાં આવી છે, પણ તેમાં આપણા બધા માટે એક ખાસ મેસેજ છે. મેસેજ છે કે આપણે કામ માટે મહેનત કરવી પડે છે અને જીવનનું સંતુલન બનાવી રાખવું પડે છે.’
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.