આલોચના કરવાવાળાને જડબા તોડ જવાબ આપ્યા પછી વિરાટ સાથે દેખાઈ અનુષ્કા, વાઇરલ થઇ ફોટો

બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા આ દિવસોમાં કોઈ પણ ફિલ્મમાં દેખાઈ રહી નથી. પરંતુ તે સોશિયલ મીડિયા પર કોઈકને કોઈક કારણે ચર્ચામાં રહેતી હોય છે. જી હા, તાજેતરમાં જ અનુષ્કા શર્માએ વિરાટ કોહલી પરના આરોપો અંગે મૌન તોડતા ઘણા મોટા ઘટસ્ફોટ કર્યા હતા. ત્યારબાદ તે તેના પતિ સાથે ખુબજ સુંદર અંદાજમાં જોવા મળી હતી.

અનુષ્કા શર્માનો આ કૂલ અંદાજ સોશિયલ મીડિયા પાર ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. તમે પણ વાંચ્યું હશે કે, બોલિવુડની સુંદર અભિનેત્રી અનુષ્કા શર્મા પર છેલ્લા ઘણા સમયથી અનેક આરોપો લાગી રહ્યા છે, જેના પછી પહેલીવાર આ બાબતે તેણે મૌન તોડ્યું હતું. મૌન તોડવા માટે તેણે એક પત્ર લખયો, જેમાં અત્યાર સુધીના તમામ પ્રશ્નોના જવાબ હતા.

એટલું જ નહિ, આ દરમ્યાન તે ઘણી ચિંતાતુર દેખાઈ રહી હતી. પરંતુ જયારે મૌન તોડ્યું ત્યારપછી તે શાંત થઈ ગઈ અને ટીકાકારોની પણ બોલતી બંધ થઈ ગઈ. એ પછી અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ કોહલી સાથે મસ્તી કરતી જોવા મળી હતી.

શુક્રવારે અનુષ્કા શર્માએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર બે ફોટા શેયર કર્યા હતા, જેમાં તે તેના પતિ વિરાટ સાથે દેખાઈ. બંને આ ફોટામાં ખુબજ ખુશ દેખાઈ રહ્યા હતા. એટલું જ નહિ, આ ફોટામાં અનુષ્કા અને વિરાટ એકબીજાને ભેટ્યાં હતા. તમને જણાવી દઈએ કે આ બંનેનું બોન્ડીંગ ઘણું જોરદાર છે. એ કારણે બ્રેકઅપ પછી તેમના સંબંધ ફરીથી જોડાયા, અને વિલંબ કર્યા વગર એમણે લગ્ન કર્યા. અને હવે બંનેના સંબંધની ચર્ચા સોશિયલ મીડિયા પર રહે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટામાં વિરાટ કોહલી એક તરફ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ અનુષ્કા શર્મા ડેનિમ જીન્સમાં ઓફ શોલ્ડર ટોપમાં જોવા મળે છે. આ ફોટામાં બંને ખુશ દેખાઈ રહ્યા છે. અમે જણાવી દઈએ કે, અનુષ્કા અને વિરાટ ઘણીવાર સોશિયલ મીડિયા પર આવા જ કપલ ફોટો શેયર કરે છે, જેને જોવા માટે તેમના ચાહકો આતુર રહેતા હોય છે. અને આવા ફોટાથી તેઓ પોતાના ચાહકોની આતુરતા દૂર કરે છે.

અનુષ્કા પર આ આરોપો લાગ્યા હતા :

વિરાટ કોહલીના ખરાબ પ્રદર્શનને કારણે ચાહકો અનુષ્કા શર્મા પર આરોપ લગાવતા હતા. એટલું જ નહિ, એવું પણ કહેવામાં આવ્યું હતું કે, અનુષ્કાને વિરાટ કોહલીની પત્ની હોવાનો ફાયદો મળે છે, તે પસંદગીકારો(સિલેક્ટર્સ) સાથે હોય છે, જેમાં તે ખેલાડીઓની પસંદગી કરવાનો પણ નિર્ણય લે છે. આ સિવાય કહેવાય છે કે, પસંદગીકારો અનુષ્કા શર્માને ચા પણ પીવડાવતા હતા.

આ તમામ આરોપો પર અનુષ્કા શર્માએ મૌન તોડ્યું અને કહ્યું કે, મને મારા પતિને અને કોઈ બીજાને બદનામ કરવાનો અધિકાર ત્યારે જ હોય છે જયારે તમારી પાસે કોઈ તથ્ય હોય, નહિતર તમને કોઈ હક નથી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.