માં બનવાની વાત ઉપર અનુષ્કા નો જવાબ, કહ્યું-એ વાત પણ કોઈના થી છુપાઈ શકે છે શું

આપણા દેશમાં લગ્ન કોઈ મોટી સેલીબ્રીટીના હોય કે પછી સામાન્ય માણસના, લગ્નના એક વર્ષની અંદર લોકોને સારા સમાચારની રાહ હોય છે. ૧૧ ડીસેમ્બરના રોજ વિરાટ અને અનુષ્કાની પહેલી વેડીંગ એનીવર્સરી છે. તે પહેલા જ સમાચારો આવવા લાગ્યા હતા કે અનુષ્કા માં બનવાની છે. ઉડતી ઉડતી અફવાઓ વચ્ચે લોકોનું ધ્યાન અનુષ્કાના બેબી બંપ ઉપર પડવા લાગ્યું. એક ફોટો પણ સામે આવી ગયો જેમાં ઢીલા કપડામાં અનુષ્કા જોવા મળી અને લોકોને લાગ્યું કે કદાચ ૨૦૧૯ ના વર્લ્ડ કપની સાથે-સાથે વિરાટ એક બીજા સારા સમાચાર આપી દેશે. આ બાબત ઉપર અનુષ્કાનું શું કહેવું છે.

પ્રેગનેન્સી ઉપર તોડ્યું મૌન :

સતત પ્રેગનેન્ટ હોવાના સમાચાર સાંભળીને હવે ખરેખર અનુષ્કાએ પોતાનું મૌન તોડી દીધું છે. અનુષ્કા આ દિવસોમાં પોતાની ફિલ્મ ઝીરોના પ્રમોશનમાં વ્યસ્ત છે. અને તેના માટે તે પોતાની ટીમની સાથે એક ઈવેંટમાં પહોંચી. અનુષ્કાએ પોતાનું મૌન તોડતા કહ્યું કે મને ખબર નથી કે આ સમાચાર ક્યાંથી આવે છે. આ એકદમ ખોટી વાત છે. તમે લગ્ન તો છુપાવી શકો છો, પણ પ્રેગનેન્સી નહિ. તેમણે કહ્યું કે આવા સમાચારનો મહિલા કલાકારોએ સામનો કરવો પડે છે, પરંતુ મારા માટે આ અફવાહ કોઈ મહત્વ નથી ધરાવતી. આવા સમાચારોથી હસવું આવે છે .

અનુષ્કાએ ઉડતી અફવાઓ ઉપર નારાજગી વ્યક્ત કરતા કહ્યું, કે અહિયાં તો લગ્ન પહેલા જ પરણિત બતાવી દે છે. પ્રેગનેન્ટ થયા પહેલા જ માં બનાવી દે છે, મને તેનાથી ફરક નથી પડતો. આ સમાચારોથી મને હસવું આવે છે. સુઈ-ધાગા પછી ઝીરો અનુષ્કાની આવનારી ફિલ્મ છે. આ ફિલ્મમાં અનુષ્કાએ એક પેરાલાઈઝડ વુમનનું પાત્ર ભજવ્યું છે. સાથે જ શાહરૂખ અને કેટરીના પણ આ ફિલ્મમાં છે.

ઝીરો પછી કોઈ બીજી ફિલ્મ સાઈન ન કરવાથી આવા સમાચાર સામે આવવા લાગ્યા હતા, કે અનુષ્કા કદાચ માં બનવાની છે, અને એટલા માટે ફિલ્મો માંથી બ્રેક લઇ રહી છે. આમ તો હવે એ વાતની કોઈ શક્યતા જ નથી. કેમ કે અનુષ્કાએ તમામ વાતો સ્પષ્ટ કરી દીધી છે. આમ તો ઝીરો પછી તેના પ્રોડક્શન હાઉસથી પણ કોઈ ફિલ્મ નિર્માણના કોઈ સમાચાર નથી આવી રહ્યા છે. ઝીરો ૨૧ ડીસેમ્બરના રોજ સિનેમાઘરમાં પણ રીલીઝ થશે.

ઓસ્ટ્રેલીયામાં સેલીબ્રેટ કરશે એનીવર્સીરી :

ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલીયા ટેસ્ટ સીરીઝમાં વ્યસ્ત છે. તેવામાં અનુષ્કાએ પોતાના હબી પાસે જવાનું આયોજન કર્યુ છે. તે પોતાના લગ્નની પહેલી વર્ષગાંઠ ઓસ્ટ્રેલીયામાં સેલીબ્રેટ કરશે. પોતાના લગ્ન ઉપર વાત કરતા અનુષ્કાએ કહ્યું કે લગ્ન એક ઘણું જ સુંદર બંધન છે. હું તેને ઘણું પવિત્ર માનું છું અને તેમાં વિશ્વાસ ધરાવું છું.

મેં ૨૯ વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા. ઘણી બધી અભિનેત્રીઓ આ ઉંમર વીતી ગયા પછી લગ્નનું પ્લાનિંગ કરે છે. હું ક્યારે પણ ટ્રેડીશનલ મેથડ ફોલો નથી કરતી. મેં લગ્ન કર્યા કેમ કે મને લાગ્યું કે આ યોગ્ય સમય છે આમ કરવા માટેનો. એવા લોકો મળવા એ ઘણી સારી વાત છે, જે એક બીજા સાથે પ્રેમ કરે છે અને પોતાનું જીવન એક બીજાના નામે કરી દે છે.